Book Title: Jain Gurjar Kavio Part 06 Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 4
________________ બીજી આવૃત્તિના સંપાદકનું નિવેદન જૈન ગૂર્જર કવિઓની આ નવી આવૃત્તિના સંપાદનમાં પહેલા પાંચ ભાગ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તૈયાર થતા “ગુજરાતી સાહિત્યકોશ'ની સૂચિસામગ્રીની સહાય મળી શકી હતી. આ ગ્રંથ માટે એ સહાય મળી શકી નથી. આથી આ ગ્રંથની સઘળી શુદ્ધિવૃદ્ધિ સ્વતંત્ર રીતે જ કરવાનું પ્રાપ્ત થયું છે. આ નિમિત્તે કેટલાંક વધુ સાધનને ઉપયોગ કરી લેવાની તક લીધી છે. ભારતીય વિદ્યાભવન અને ભે.જે. વિદ્યાભવનની હસ્તપ્રતયાદીઓને આ ભાગમાં પહેલી વાર ઉપયોગ કર્યો છે અને જૈનેતર કવિઓના વિભાગમાં રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા' (હીરાલાલ માહેશ્વરી) તથા “હિંદી સાહિત્યકોશ' જેવાં સાધનોની મદદથી શુદ્ધિવૃદ્ધિ કરી છે અને મુદ્રિત કૃતિઓની માહિતી મેળવવા કોશિશ કરી છે. આ પૂર્વેના ભાગોમાં પણ હિંદી કૃતિઓ વિશેની માહિતી અદ્યતન કરી શકાઈ નથી, કેમકે ગુજરાતી સાહિત્યકેશનું સૂચીકરણ મુખ્યત્વે ગુજરાતી કૃતિઓ પૂરતું મર્યાદિત રહ્યું છે. આ ભાગમાં થોડી કોશિશ કરી છે છતાં સાધન હાથવગાં ન હોવાથી અદ્યતન માહિતી આમેજ થઈ હોવાને દા થઈ શકે તેમ નથી. પહેલા ભાગના નિવેદનમાં એમ જણાવ્યું હતું કે મોહનભાઈએ જૈન ગૂર્જર કવિઓ તૈયાર કરવામાં ૨૦૦ જેટલાં સાધનોનો ઉપયોગ કર્યો જણાય છે. આ છેલા ગ્રંથ સુધી પહોંચતાં જણાય છે કે મોહનભાઈએ ૪૦૦ જેટલાં સાધનોનો ઉપયોગ કર્યો છે. કૃતિપ્રકાશનના સંદર્ભે વગેરેને લક્ષમાં લઈએ તો એ આંકડો હજુ ઘણો ભેટો થાય. આ ગ્રંથ સાથે કર્તા-કૃતિ યાદી પૂરી થાય છે. હવે પછીના ગ્રંથ નામાદિસૂચિ તથા પૂરક સામગ્રીના હશે. ૫ જૂન ૧૯૮૯ જયંત કોઠારી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 598