Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 478
________________ લક્ષમીપૂજ કે જમાનાની આશ્ચર્યકારક ઘટના જૈન ગૂજ ૨ કવિઓ’ એક અદભુત આકરગ્રંથ છે. વકીલાતના સર્વ સમયભક્ષી વ્યવસાય કરતાં કરતાં મહિનભાઈ એ જૈન ગૂર્જર કવિઓ - નાં ચારેક હજાર પાનાં હસ્તપ્રતાને આધારે સ'કલિત કર્યા', લખ્યાં અને એનાં પ્રફ સુદાં સુધાર્યા” એ આપણા લક્ષમીપૂજક જમાનાની એક આશ્ચર્યા કારક ઘટના છે. આ ગૌરવગ્રથનું સંશાધન-સંવર્ધન અતિઆવશ્યક હતું અને તે જયંત કોઠારી જેવા આપણા ચીવટવાળા, ખંતીલો અને તેજસ્વી સ શેાધક વિદ્વાનને હાથે થયું છે એ આનંદની વાત છે. આ કામ કેટલી તિતિક્ષા, પરિશ્રમ અને ધય માગી લે છે તે, એનો અનુભવ હોય તે જ સમજી શકે. મેહનભાઈના ભારે કામને, સ'સ્કૃત વા મના શબ્દ પ્રજીએ તો, ‘કુતપરિશ્રમ” જય'તભાઈ એ પરિમાર્જ ન અને શેાધન દ્વારા દિપાવ્યું છે. જૈન ગૂર્જર સાહિત્યના આ આકરગથાના સંપાદન અને પરિશેાધનનું ‘કપૂરનું વૈતરુ” કરીને જય'તભાઈ કોઠારીએ ભારતીય ભાષાએના અને વિશેષતઃ ગુજરાતી ભાષા સાહિત્યના અત્યાસીઓને ઉપકૃત કર્યા છે. આ માતબર પ્રકાશનના આર્થિક ભાર ઉપાડવાની દૂરદર્શિતા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકોને વધુ ધુન્યવાદ ઘટે છે, | ભાગીલાલ જ. સાંડેસરા (બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ઔગસ્ટ અને સપ્ટેમ્બર ૧૯૮૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 476 477 478 479