Book Title: Jain Dharma Bhushan Shitalprasadji Maharaj
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 2
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો આ પ્રમાણે શૈક્ષણિક સ્તરે પ્રગતિ થઈ. પણ આ વ્યક્તિ તો કોઈક જુદી જ માટીની ઘડાયેલી હતી. દૈનિક જીવનમાં સદ્ગુણોનો વિકાસ અને નિરંતર સારા વિચારોમાં રહેવાનો તેમનો પુરુષાર્થ તેમણે તા. ૨૪-૫-૧૮૯૬ના હિંદી જૈન ગેઝેટમાં લખેલા નીચેના લખાણથી સ્પષ્ટ થાય છે ઃ “હું જૈન પંડિતો ! આ જૈનધર્મનો ખરો આધાર તમારા ઉપર જ છે. એની રક્ષા કરો, ઉદ્યોત કરો, સૂતેલાઓને જગાડો અને તન-મન-ધનથી પરોપકાર અને શુદ્ધાચારને અપનાવો, જેથી તમારો આ લોક અને પરલોક બન્ને સુધરશે.” ગૃહસ્થાશ્રામપ્રદેશ અને અગ્નિપરીક્ષા : તેઓનાં લગ્ન કલકત્તાનિવાસી શ્રી છેદીલાલજીની સુપુત્રી સાથે થયાં હતાં. કન્યા ઘણી સઁસ્કારી, પતિપરાયણા તથા સેવાભાવી હતી પણ તેનું આયુષ્ય અલ્પ હતું. જેથી ઈ. સ. ૧૯૦૪ માં ફેબ્રુઆરીની ૧૩મીએ તેણીનું પ્લેગની ભયંકર બીમારીથી મૃત્યુ થયું. પત્નીના વિયોગની સાથે એક માસમાં જ માતા અને નાના ભાઈના મૃત્યુનો પણ બ્રહ્મચારીજીને ત્યા૨ે આધાત સહન કરવો પડયો. વૈરાગ્યને ઉત્પન્ન કરનારા આ પ્રસંગોમાં તેઓ સત્ શાસ્ત્રોના અભ્યાસથી વૈરાગ્ય ભાવ વધારતા રહ્યા, તો બીજી બાજુ અનેક સ્વરૂપવાન કન્યાઓનાં માતાપિતાઓ તેમને કીર્તિ, કાંચન અને કામિનીનો સ્વીકાર કરવા ભરપૂર લાલચો આપવા લાગ્યાં. પચીસ વર્ષનો આ હોનહાર યુવાન આ બધી કસોટીમાંથી હેમખેમ પાર ઊતર્યો અને તા. ૧૯–૮-૧૯૦૫ના રોજ શીતલપ્રસાદે સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને સમાજસેવા તથા શાસ્ત્રવાંચનનું ક્ષેત્ર અપનાવી લીધું. સત્સંગ અને સંયમની આરાધના : ઈ. સ. ૧૯૦૫ માં દિગંબર જૈન મહાસભાના અધિવેશનમાં તેઓ સેવા આપવા ગયા. ત્યાં પ્રસિદ્ધ દાનવીર શેઠ શ્રી માણિકચન્દ્ર મુંબઈવાળાની તેમના ઉપર નજર પડી. સાચી સમાજસેવાની ધગશ, ભરયુવાનઅવસ્થા, કાર્યકુશળતા, ઉત્સાહ, સાદાઈ, જૈનધર્મ પ્રત્યેનો પ્રેમ અને વૈરાગ્ય ઇત્યાદિ અનેક ગુણોવાળા આ યુવક રત્નને આ બૈરીએ પારખી લીધો અને મુંબઈ મુકામે તેમની પોતાની સાથે રહેવાની વ્યવસ્થા કરી. સતત ચાર વર્ષ શેઠજી સાથે રહીને તેમણે અનેક સંસ્થાઓમાં પોતાની સેવાઓ આપી અને લોકોનો અપૂર્વ પ્રેમ સંપાદન કર્યો. નાનપણથી જપિતામહ લાલા મંગળસેનજી પાસેથી તેમણે ધર્મ, દર્શન, વ્યસનરહિતપણું, અભક્ષ્યનો ત્યાગ, ગાળેલા પાણીનો ઉપયોગ, સ્વાધ્યાય, ચિંતન-મનન ઇત્યાદિ સંસ્કારો મેળવેલા. સમાજસેવા દ્વારા ત્યાગવૃત્તિ કેળવીને ૩૨ વર્ષની વયે ઈ. સ. ૧૯૧૧માં સોલાપુર મુકામે એલક શ્રી પન્નાલાલજીના સાંનિધ્યમાં આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી અને શુદ્ધ ખાદીનાં ગેરૂઆ રંગનાં ધોતી, ચાદરને ધારણ કર્યાં. ક્રમે કરીને આહારવિષયક શુદ્ધિ, નિયત સમયે આરાધનાક્રમમાં લાગી જવાની ચીવટ, અધ્યયનશીલતા, પ્રવાસ દરમ્યાન વાહનમાં કોઈ પણ આહાર ન લેવાની દૃઢ પ્રતિજ્ઞા, પર્વના દિવસોમાં સંપૂર્ણ ઉપવાસ ઇત્યાદિ ત્યાગી જીવનની અનેક ચર્ચાઓને તેમણે ક્રમશ: પોતાના જીવનમાં સિદ્ધ કરી હતી. તેમણે નિષ્ઠાપૂર્વક આ નિયમોનું જીવનના અંત સુધી પાલન કર્યું હતું. Jain Education International ૧૫૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5