Book Title: Jain Dharma Bhushan Shitalprasadji Maharaj
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૨૦. જૈનધર્મભૂષણ શ્રી શીતલપ્રસાદજી 1 ભૂકિા : ઈ. સ. ૧૮૫૭ ના પ્રથમ્ સ્વાતંત્ર્યસંગ્રામને નિષ્ફળતા મળ્યા પછી પણ વિચારકો અને રાષ્ટ્રપ્રેમી સજ્જનોએ સ્વતંત્રતા-પ્રાપ્તિની આશા છોડી નહોતી. ઈ. સ. ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપના થઈ અને લોકોએ સ્વતંત્રરાજ્યની માગણીનો બુલંદ અવાજ ઉઠાવ્યો. આમ છતાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રોમાં ઘણું પછાતપણું હતું. બાળવિવાહ, મૃત્યુ પછીનું જમણ, દહેજપ્રથા, વિધવાવિવાહનો નિષેધ, નિરક્ષરતા, અંધવિશ્વાસ, વગેરેનું સમસ્ત દેશ ઉપર આધિપત્ય હતું. આવા સામાજિક, આર્થિક, ધાર્મિક અંધાધૂંધીના કાળમાં શ્રી શીતલપ્રસાદજીનો જન્મ થયો હતો. જન્મ, કેળવણી અને દાડર : સંયુક્ત પ્રાંતની રાજધાની લખનૌમાં લાલા મખ્ખનલાલજી તથા તેમનાં ધર્મપત્ની નારાયણીદેવીના ઘરે ઈ. સ. ૧૮૭૯માં શીતલનો જન્મ થયો. તેમના બાળપણની વિગતો મળતી નથી. પ્રાથમિક અને માધ્યમિક કેળવણીની વયનેં વટાવી તેઓએ ૧૮ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં પસાર કરી. ત્યાર પછી ચાર વર્ષમાં તેઓ રૂરકી એંજિનિયરિંગ કૉલેજમાંથી ‘એકાઉન્ટન્ટશિપ'ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને તરત જ સરકારી નોકરીમાં જોડાઈ ગયા. ૧૫૧ Jain Education International + For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5