Page #1
--------------------------------------------------------------------------
________________
૨૦. જૈનધર્મભૂષણ શ્રી શીતલપ્રસાદજી
1
ભૂકિા : ઈ. સ. ૧૮૫૭ ના પ્રથમ્ સ્વાતંત્ર્યસંગ્રામને નિષ્ફળતા મળ્યા પછી પણ વિચારકો અને રાષ્ટ્રપ્રેમી સજ્જનોએ સ્વતંત્રતા-પ્રાપ્તિની આશા છોડી નહોતી. ઈ. સ. ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપના થઈ અને લોકોએ સ્વતંત્રરાજ્યની માગણીનો બુલંદ અવાજ ઉઠાવ્યો. આમ છતાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રોમાં ઘણું પછાતપણું હતું. બાળવિવાહ, મૃત્યુ પછીનું જમણ, દહેજપ્રથા, વિધવાવિવાહનો નિષેધ, નિરક્ષરતા, અંધવિશ્વાસ, વગેરેનું સમસ્ત દેશ ઉપર આધિપત્ય હતું. આવા સામાજિક, આર્થિક, ધાર્મિક અંધાધૂંધીના કાળમાં શ્રી શીતલપ્રસાદજીનો જન્મ થયો હતો. જન્મ, કેળવણી અને દાડર : સંયુક્ત પ્રાંતની રાજધાની લખનૌમાં લાલા મખ્ખનલાલજી તથા તેમનાં ધર્મપત્ની નારાયણીદેવીના ઘરે ઈ. સ. ૧૮૭૯માં શીતલનો જન્મ થયો. તેમના બાળપણની વિગતો મળતી નથી. પ્રાથમિક અને માધ્યમિક કેળવણીની વયનેં વટાવી તેઓએ ૧૮ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં પસાર કરી. ત્યાર પછી ચાર વર્ષમાં તેઓ રૂરકી એંજિનિયરિંગ કૉલેજમાંથી ‘એકાઉન્ટન્ટશિપ'ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને તરત જ સરકારી નોકરીમાં જોડાઈ ગયા.
૧૫૧
+
Page #2
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
આ પ્રમાણે શૈક્ષણિક સ્તરે પ્રગતિ થઈ. પણ આ વ્યક્તિ તો કોઈક જુદી જ માટીની ઘડાયેલી હતી. દૈનિક જીવનમાં સદ્ગુણોનો વિકાસ અને નિરંતર સારા વિચારોમાં રહેવાનો તેમનો પુરુષાર્થ તેમણે તા. ૨૪-૫-૧૮૯૬ના હિંદી જૈન ગેઝેટમાં લખેલા નીચેના લખાણથી સ્પષ્ટ થાય છે ઃ
“હું જૈન પંડિતો ! આ જૈનધર્મનો ખરો આધાર તમારા ઉપર જ છે. એની રક્ષા કરો, ઉદ્યોત કરો, સૂતેલાઓને જગાડો અને તન-મન-ધનથી પરોપકાર અને શુદ્ધાચારને અપનાવો, જેથી તમારો આ લોક અને પરલોક બન્ને સુધરશે.”
ગૃહસ્થાશ્રામપ્રદેશ અને અગ્નિપરીક્ષા : તેઓનાં લગ્ન કલકત્તાનિવાસી શ્રી છેદીલાલજીની સુપુત્રી સાથે થયાં હતાં. કન્યા ઘણી સઁસ્કારી, પતિપરાયણા તથા સેવાભાવી હતી પણ તેનું આયુષ્ય અલ્પ હતું. જેથી ઈ. સ. ૧૯૦૪ માં ફેબ્રુઆરીની ૧૩મીએ તેણીનું પ્લેગની ભયંકર બીમારીથી મૃત્યુ થયું. પત્નીના વિયોગની સાથે એક માસમાં જ માતા અને નાના ભાઈના મૃત્યુનો પણ બ્રહ્મચારીજીને ત્યા૨ે આધાત સહન કરવો પડયો. વૈરાગ્યને ઉત્પન્ન કરનારા આ પ્રસંગોમાં તેઓ સત્ શાસ્ત્રોના અભ્યાસથી વૈરાગ્ય ભાવ વધારતા રહ્યા, તો બીજી બાજુ અનેક સ્વરૂપવાન કન્યાઓનાં માતાપિતાઓ તેમને કીર્તિ, કાંચન અને કામિનીનો સ્વીકાર કરવા ભરપૂર લાલચો આપવા લાગ્યાં. પચીસ વર્ષનો આ હોનહાર યુવાન આ બધી કસોટીમાંથી હેમખેમ પાર ઊતર્યો અને તા. ૧૯–૮-૧૯૦૫ના રોજ શીતલપ્રસાદે સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને સમાજસેવા તથા શાસ્ત્રવાંચનનું ક્ષેત્ર અપનાવી લીધું.
સત્સંગ અને સંયમની આરાધના : ઈ. સ. ૧૯૦૫ માં દિગંબર જૈન મહાસભાના અધિવેશનમાં તેઓ સેવા આપવા ગયા. ત્યાં પ્રસિદ્ધ દાનવીર શેઠ શ્રી માણિકચન્દ્ર મુંબઈવાળાની તેમના ઉપર નજર પડી. સાચી સમાજસેવાની ધગશ, ભરયુવાનઅવસ્થા, કાર્યકુશળતા, ઉત્સાહ, સાદાઈ, જૈનધર્મ પ્રત્યેનો પ્રેમ અને વૈરાગ્ય ઇત્યાદિ અનેક ગુણોવાળા આ યુવક રત્નને આ બૈરીએ પારખી લીધો અને મુંબઈ મુકામે તેમની પોતાની સાથે રહેવાની વ્યવસ્થા કરી. સતત ચાર વર્ષ શેઠજી સાથે રહીને તેમણે અનેક સંસ્થાઓમાં પોતાની સેવાઓ આપી અને લોકોનો અપૂર્વ પ્રેમ સંપાદન કર્યો. નાનપણથી જપિતામહ લાલા મંગળસેનજી પાસેથી તેમણે ધર્મ, દર્શન, વ્યસનરહિતપણું, અભક્ષ્યનો ત્યાગ, ગાળેલા પાણીનો ઉપયોગ, સ્વાધ્યાય, ચિંતન-મનન ઇત્યાદિ સંસ્કારો મેળવેલા. સમાજસેવા દ્વારા ત્યાગવૃત્તિ કેળવીને ૩૨ વર્ષની વયે ઈ. સ. ૧૯૧૧માં સોલાપુર મુકામે એલક શ્રી પન્નાલાલજીના સાંનિધ્યમાં આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી અને શુદ્ધ ખાદીનાં ગેરૂઆ રંગનાં ધોતી, ચાદરને ધારણ કર્યાં. ક્રમે કરીને આહારવિષયક શુદ્ધિ, નિયત સમયે આરાધનાક્રમમાં લાગી જવાની ચીવટ, અધ્યયનશીલતા, પ્રવાસ દરમ્યાન વાહનમાં કોઈ પણ આહાર ન લેવાની દૃઢ પ્રતિજ્ઞા, પર્વના દિવસોમાં સંપૂર્ણ ઉપવાસ ઇત્યાદિ ત્યાગી જીવનની અનેક ચર્ચાઓને તેમણે ક્રમશ: પોતાના જીવનમાં સિદ્ધ કરી હતી. તેમણે નિષ્ઠાપૂર્વક આ નિયમોનું જીવનના અંત સુધી પાલન કર્યું હતું.
૧૫૨
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મભૂષણ શ્રી શીતલપ્રસાદજી
૧૫૩
તીર્થસેવા અને ધર્મપ્રચાર : બ્રહ્મચારીજીએ સમસ્ત ભારતમાં ધર્મપ્રચાર અર્થે પરિભ્રમણ કર્યું. તેઓ બૌદ્ધદર્શનના અભ્યાસ અર્થે શ્રીલંકા અને બ્રહ્મદેશ પણ ગયા. પાશ્ચાત્ય દેશોમાં જવાની તેમની ભાવના અનુકૂળ સંજોગોના અભાવે બર આવી નહીં. તેઓ ઉદારતા, સહિષ્ણુના અને વિશ્વકલ્યાણની ભાવનાઓથી વિભૂષિત હોવાથી જ્યાં જતા ત્યાં સૌમાં લોકપ્રિય થઈ પડતા. પોતાની યાત્રાની તેઓ સૂક્ષ્મ નોંધ રાખતા. મુંબઈ, મદ્રાસ, કર્ણાટક ઇત્યાદિ ક્ષેત્રોમાં પરિભ્રમણ કરીને ત્યાંનાં પ્રાચીન જૈનતીથની તેમણે કરેલી નોંધો પુસ્તકોના રૂપમાં પ્રગટ થઈ છે. જ્યાં જતા ત્યાં લોકોને જૂના તીથના જીર્ણોદ્ધારની પ્રેરણા આપના
સાહિત્યસેવાઃ આ સેવાઓના બે વિભાગ પાડી શકાય : (૧) જેન પત્રોનું સંપાદન અને (૨) શાસ્ત્રોની ટીકા, અનુવાદ અને સ્વતંત્ર કૃતિઓનું પ્રકાશન.
(૧) “જેનમિત્ર'નું સંપાદન તેઓએ ઈ. સ. ૧૯૦૯થી ઈ. સ. ૧૯૨૯ સુધી એમ વીસ વર્ષો સુધી કુશળતાપૂર્વક સંભાળ્યું અને અનેક ભેટ પુસ્તકો મોકલી વાચકવર્ગને વિપુલ ધાર્મિક સાહિત્ય પૂરું પાડવું. આ ઉપરાંત “જૈન ગેઝેટ', “વીર” તથા “સનાતન જૈન' જેવાં અન્ય પત્રોનું સંચાલન પણ કર્યું. પ્રચારકાર્ય માટે પ્રવાસમાં રહેવા છતાં પણ તેમનું લેખનકાર્ય સતત ચાલુ રહેતું, જેના ફળસ્વરૂપે તેમના લેખો અને તેમના દ્વારા સંપાદિન સામયિકોનું પ્રકાશન હંમેશાં નિયમિતતાથી થતું રહેતું. તેઓ યુવાન લેખકોને લેખો લખવાની પ્રેરણા આપતા અને તેમને ઉત્સાહિત કરતા.
(૨) તેઓએ લખેલા અને સંપાદિત કરેલા ૭૭ ગ્રંથો છે જેમનું વિશ્લેષણ વિષયાનુસાર નીચે પ્રમાણે છે : અધ્યાત્મવિષયક : ૨૬
ઇતિહાસવિષયક : ૬ જૈનદર્શન અને ધર્મ : ૧૮. તારણ-સ્વામીનું સાહિત્ય : ૯ નીતિ-વિષયક : ૭
જીવનચરિત્રો : ૫
અન્ય. . . . : ૬ આ બધા ગ્રંથોમાં તેમણે પોતાની વિદ્વત્તા, અનુભવ, ભાષાજ્ઞાન, સાધના અને સિદ્ધાંતનિષ્ઠાનો પરિચય કરાવ્યો છે. રોજબરોજના જીવનમાં સદ્વ્યવહાર કેવી રીતે પાળી શકાય તે વિષેના શાસ્ત્રીય દૃષ્ટિકોણને તેમણે સરળ અને સાદી ભાષામાં રજૂ કરીને આત્મસાધના અને સદાચારપાલનમાં ઉદ્યમવાળા સાધકો ઉપર મહાન ઉપકાર કર્યો છે. પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, પરમાત્મપ્રકાશ, સમાધિશતક, ઇબ્દોપદેશ, તત્ત્વભાવના, તન્વેસાર, સ્વયંભૂસ્તોત્ર ઇત્યાદિ અનેક મહાન ગ્રંથોનું ટીકા-અનુવાદ સહિત તેમણે પ્રકાશન કર્યું. ગુજરાતમાં, શ્રીમદ્ રાજચંદ્રના મહાન ભક્ત શ્રી લધુરાજસ્વામીના સમાગમમાં રહી તેમણે તૈયાર કરેલા “સહજ સુખ સાધન” નામનો ગ્રંથ મુમુક્ષુઓને ખૂબ ઉપયોગી છે. તેનો ગુજરાતી અનુવાદ પણ પ્રસિદ્ધ થયો છે. ગ્રંથની અંત:પ્રશસ્તિમાં ઉપર્યુક્ત બન્ને પુરુષો પ્રત્યેનો તેમનો અહોભાવ અને આત્મીયતા
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૫૪
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
જણાઈ આવે છે. આધ્યાત્મિક ગ્રંથોને સરળ હિંદી ભાષામાં ઉપલબ્ધ કરાવનાર આદ્યપુરુષોમાં તેમની ગણતરી કરવી જોઈએ. તેમની આધ્યાત્મિક સાધનાની અભિરુચિ જોઈને ચીલાચાલુ પંડિતો “સમયસારી –માત્ર અધ્યાત્મવાદી કહીને તેમની હાંસી ઉડાવતા, પણ સાધના અને સેવામાં નિષ્ઠાવાળા બ્રહ્મચારીજી ઉપર તેની કોઈ અસર થતી નહીં.
પ્રશંસનીય સમાજસેવા અને પદવીદાન સમારંભ: નાની ઉંમરથી જ તેઓશ્રીએ સમાજસેવા માટે ભેખ લીધો હતો. હાથમાં લીધેલું કોઈ પણ કાર્ય સ્વાશ્રયથી પૂરું કરવું અને બીજા સહયોગીઓને પણ તેમાં ઉદારતાથી સામેલ કરવાની તેમની અદ્દભુત કાર્યદક્ષતા તેમના સગુણો વિષે આપણને ઘણું ઘણું કહી જાય છે. શિક્ષણનો પ્રચાર, કુરિવાજોનું નિવારણ, મતભેદોને મિટાવીને સંપની સ્થાપના કરવી, વિવિધ સંસ્થાઓ તથા મંડળીઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને દરેક પ્રકારે મદદ કરવી, વાર્ષિકોત્સવો અને વિવિધ ધાર્મિક આયોજનોમાં હાજર રહી જૂની અને નવી બને પેઢીઓને માર્ગદર્શન આપવું, ઇત્યાદિ વિવિધ કાર્યો દ્વારા સમસ્ત ભારતમાં તેમણે યશ મેળવ્યો હતો. તેમણે સ્થાપેલી મુખ્ય સંસ્થાઓનાં નામ નીચે પ્રમાણે છે :
(૧) સ્વાલાદ વિદ્યાલય, બનારસ. (૨) શ્રી ઋષભ બ્રહ્મચર્યાશ્રમ, હસ્તિનાપુર. (૩) જૈન શ્રાવિકાશ્રમ, મુંબઈ. (૪) જૈન બાળા આશ્રમ, આરા (૫) શ્રી જૈન વ્યાપારિક વિદ્યાલય, દિલ્હી. ઉપરાંત તેઓશ્રીએ અનેક જૈન બોર્ડિગો અને પાઠશાળાઓ સ્થાપી છે.
તેઓશ્રીની આવી અનેક પ્રકારની સેવાઓને ધ્યાનમાં લઈને તા. ૨૮–૧૨– ૧૯૧૩ના રોજ બનારસમાં ડૉ. હર્મન જેકોબીના પ્રમુખપદે મળેલી વિશાળ સભાએ તેમને “જૈન ધર્મભૂષાગ’ની સન્માનનીય પદવીથી વિભૂષિત કર્યા. ગુરુ ગોપાલદાસજી બરૈયાએ પણ આ સભામાં તેમનું આદરયુક્ત સન્માન કર્યું હતું. આમ છતાં તેમણે પોતાના સમાચારપત્રમાં આ વિષે કોઈ માહિતી આપી નહોતી. કીર્તિ પ્રત્યેની કેવી નિ:સ્પૃહતા!
આવાં વિવિધ પ્રશંસનીય સામાજિક કાર્યો કરવા છતાં તેમના વિરોધીઓએ તેમને અનેક પ્રકારે રંજાડ્યા હતા. તેમના ઉગ સુધારાવાદી વિચારોથી જૂની પેઢી તો તેમનાથી ખૂબ જ છંછેડાઈ ગઈ હતી. ઉદારતા અને નિ:સ્પૃહનાથી શાસ્ત્રસમ્મત સુધારાઓ માટે જ તેઓએ પ્રયત્ન કર્યા હતા. તેથી તેમના વિરોધીઓને પાછળથી પોતાનાં દુષ્કૃત્યો માટે ગ્લાનિ થઈ હતી.
અંતિમ દિવસો : ૬૨ વર્ષની ઉંમરે પહોંચતાં તેમને કંપવાનો રોગ લાગુ પડ્યો હતો. જો કે તેની ચિકિત્સા માટે મુંબઈ, દિલ્હી, રોહતક વગેરે અનેક સ્થળોએ પ્રયત્નો કરવામાં આવ્યા પણ તેમાં સફળતા મળી નહીં. કંપવાનો રોગ, પહેલાં માત્ર હાથમાં
Page #5
--------------------------------------------------------------------------
________________ જૈનધર્મભૂષણ શ્રી શીતલપ્રસાદજી 155 જ હતો પણ ધીમે ધીમે શરીરના બીજા ભાગોમાં પણ તે પ્રસરતો ગયો. આથી હરવાફરવામાં વધારે મુશ્કેલીનો અનુભવ થવા લાગ્યો. સેવાશુશ્રષાની મુખ્ય જવાબદારી બાબુ અજિનપ્રસાદ વકીલે સ્વીકારી હતી. તેઓએ બ્રહ્મચારીજીને લખનૌના પોતાના અજિતાશ્રમમાં લાવીને રાખ્યા હતા. વધતા જતા રોગનો પ્રભાવથી એક દિવસ તા. ૬-૧૨ના રોજ તેઓ પડી ગયા અને કમરની નીચેના હાડકાનું (Hip Bone) ફ્રેકચર થઈ ગયું. પછી તો દિવસે દિવસે તબિયત બગડતી જ ગઈ અને તા. ૧૦-૨-જરના રોજ સવારે 4-00 વાગ્યે તેમણે શાંતિપૂર્વક દેહનો ત્યાગ કરીને સ્વર્ગારોહણ કર્યું. ઉપસંહાર : નાની ઉંમરમાં જ બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરીને શ્રી શીતલપ્રસાદજી સમાજસેવા અને ધર્મસેવામાં લાગી ગયા હતા. બાળકોના, યુવાનોના અને સ્ત્રીઓના વિકાસ માટે તેમણે અવિરત પ્રયત્ન કર્યો હતો. જેના પત્રો, જેન કળા, જૈન સાહિત્ય, જૈન દર્શન અને જૈન ધર્મના શિક્ષણ માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. પોતાના બધા સ્વાર્થને છોડીને ચાર દાયકાથી પણ વધારે સમય સુધી તેઓએ ભેખધારી નિ:સ્પૃહ અને અધ્યાત્મપરાયણ જીવન વિતાવ્યું. એ જમાનામાં આવા સાધના-નિક અને સેવાનિષ્ઠ ધર્માત્મા મળવા ખરેખર દુર્લભ હતા, આમ છતાં ભારતીય સમાજની સામાન્ય ખાસિયતને અનુસરીને જૈન સમાજે પણ પોતાના આ “વર્તમાનકાળના સમંતભદ્રને’ ઓળખવામાં ઢીલ કરીને પોતાનું જ હિત ખોયું. આ કારણથી જ તેમના જીવનકાળ દરમ્યાન ધીમંતો-શ્રીમંતો અને સેવકોએ મળીને એક સુદઢ અને બૃહદ્ (સનાતન) જૈન સમાજ રચવાની અને તેમાં તેમનું માર્ગદર્શન મેળવવાની સોનેરી નક પ્રમાદ, કુસંપ અને દીર્ધદષ્ટિના અભાવને લીધે ખોઈ, જેથી વીસમી સદીના સ્વતંત્ર ભારતમાં જૈન ધર્મ અને જૈન સમાજના સર્વતોમુખી વિકાસને એક જબરદસ્ત ક્ષતિ પહોંચી છે. આ એક કડવી, ખેદજનક પણ સત્ય હકીકત છે. તેમની શતાબ્દી નિમિત્તે એલાચાર્ય શ્રી વિદ્યાનંદજીના સાન્નિધ્યમાં ઇંદોરમાં એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આશા રાખીએ કે આ સંમેલન સગત શ્રીબ્રટ્ટાચારીજીના વ્યક્તિત્વને અનુરૂપ કાંઈક નકકર અને રચનાત્મક કાર્ય કરીને તેમના જણથી સમાજને કઈક અંશે પણ મુક્ત કરશે.