SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મભૂષણ શ્રી શીતલપ્રસાદજી ૧૫૩ તીર્થસેવા અને ધર્મપ્રચાર : બ્રહ્મચારીજીએ સમસ્ત ભારતમાં ધર્મપ્રચાર અર્થે પરિભ્રમણ કર્યું. તેઓ બૌદ્ધદર્શનના અભ્યાસ અર્થે શ્રીલંકા અને બ્રહ્મદેશ પણ ગયા. પાશ્ચાત્ય દેશોમાં જવાની તેમની ભાવના અનુકૂળ સંજોગોના અભાવે બર આવી નહીં. તેઓ ઉદારતા, સહિષ્ણુના અને વિશ્વકલ્યાણની ભાવનાઓથી વિભૂષિત હોવાથી જ્યાં જતા ત્યાં સૌમાં લોકપ્રિય થઈ પડતા. પોતાની યાત્રાની તેઓ સૂક્ષ્મ નોંધ રાખતા. મુંબઈ, મદ્રાસ, કર્ણાટક ઇત્યાદિ ક્ષેત્રોમાં પરિભ્રમણ કરીને ત્યાંનાં પ્રાચીન જૈનતીથની તેમણે કરેલી નોંધો પુસ્તકોના રૂપમાં પ્રગટ થઈ છે. જ્યાં જતા ત્યાં લોકોને જૂના તીથના જીર્ણોદ્ધારની પ્રેરણા આપના સાહિત્યસેવાઃ આ સેવાઓના બે વિભાગ પાડી શકાય : (૧) જેન પત્રોનું સંપાદન અને (૨) શાસ્ત્રોની ટીકા, અનુવાદ અને સ્વતંત્ર કૃતિઓનું પ્રકાશન. (૧) “જેનમિત્ર'નું સંપાદન તેઓએ ઈ. સ. ૧૯૦૯થી ઈ. સ. ૧૯૨૯ સુધી એમ વીસ વર્ષો સુધી કુશળતાપૂર્વક સંભાળ્યું અને અનેક ભેટ પુસ્તકો મોકલી વાચકવર્ગને વિપુલ ધાર્મિક સાહિત્ય પૂરું પાડવું. આ ઉપરાંત “જૈન ગેઝેટ', “વીર” તથા “સનાતન જૈન' જેવાં અન્ય પત્રોનું સંચાલન પણ કર્યું. પ્રચારકાર્ય માટે પ્રવાસમાં રહેવા છતાં પણ તેમનું લેખનકાર્ય સતત ચાલુ રહેતું, જેના ફળસ્વરૂપે તેમના લેખો અને તેમના દ્વારા સંપાદિન સામયિકોનું પ્રકાશન હંમેશાં નિયમિતતાથી થતું રહેતું. તેઓ યુવાન લેખકોને લેખો લખવાની પ્રેરણા આપતા અને તેમને ઉત્સાહિત કરતા. (૨) તેઓએ લખેલા અને સંપાદિત કરેલા ૭૭ ગ્રંથો છે જેમનું વિશ્લેષણ વિષયાનુસાર નીચે પ્રમાણે છે : અધ્યાત્મવિષયક : ૨૬ ઇતિહાસવિષયક : ૬ જૈનદર્શન અને ધર્મ : ૧૮. તારણ-સ્વામીનું સાહિત્ય : ૯ નીતિ-વિષયક : ૭ જીવનચરિત્રો : ૫ અન્ય. . . . : ૬ આ બધા ગ્રંથોમાં તેમણે પોતાની વિદ્વત્તા, અનુભવ, ભાષાજ્ઞાન, સાધના અને સિદ્ધાંતનિષ્ઠાનો પરિચય કરાવ્યો છે. રોજબરોજના જીવનમાં સદ્વ્યવહાર કેવી રીતે પાળી શકાય તે વિષેના શાસ્ત્રીય દૃષ્ટિકોણને તેમણે સરળ અને સાદી ભાષામાં રજૂ કરીને આત્મસાધના અને સદાચારપાલનમાં ઉદ્યમવાળા સાધકો ઉપર મહાન ઉપકાર કર્યો છે. પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, પરમાત્મપ્રકાશ, સમાધિશતક, ઇબ્દોપદેશ, તત્ત્વભાવના, તન્વેસાર, સ્વયંભૂસ્તોત્ર ઇત્યાદિ અનેક મહાન ગ્રંથોનું ટીકા-અનુવાદ સહિત તેમણે પ્રકાશન કર્યું. ગુજરાતમાં, શ્રીમદ્ રાજચંદ્રના મહાન ભક્ત શ્રી લધુરાજસ્વામીના સમાગમમાં રહી તેમણે તૈયાર કરેલા “સહજ સુખ સાધન” નામનો ગ્રંથ મુમુક્ષુઓને ખૂબ ઉપયોગી છે. તેનો ગુજરાતી અનુવાદ પણ પ્રસિદ્ધ થયો છે. ગ્રંથની અંત:પ્રશસ્તિમાં ઉપર્યુક્ત બન્ને પુરુષો પ્રત્યેનો તેમનો અહોભાવ અને આત્મીયતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249020
Book TitleJain Dharma Bhushan Shitalprasadji Maharaj
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Story
File Size323 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy