________________ જૈનધર્મભૂષણ શ્રી શીતલપ્રસાદજી 155 જ હતો પણ ધીમે ધીમે શરીરના બીજા ભાગોમાં પણ તે પ્રસરતો ગયો. આથી હરવાફરવામાં વધારે મુશ્કેલીનો અનુભવ થવા લાગ્યો. સેવાશુશ્રષાની મુખ્ય જવાબદારી બાબુ અજિનપ્રસાદ વકીલે સ્વીકારી હતી. તેઓએ બ્રહ્મચારીજીને લખનૌના પોતાના અજિતાશ્રમમાં લાવીને રાખ્યા હતા. વધતા જતા રોગનો પ્રભાવથી એક દિવસ તા. ૬-૧૨ના રોજ તેઓ પડી ગયા અને કમરની નીચેના હાડકાનું (Hip Bone) ફ્રેકચર થઈ ગયું. પછી તો દિવસે દિવસે તબિયત બગડતી જ ગઈ અને તા. ૧૦-૨-જરના રોજ સવારે 4-00 વાગ્યે તેમણે શાંતિપૂર્વક દેહનો ત્યાગ કરીને સ્વર્ગારોહણ કર્યું. ઉપસંહાર : નાની ઉંમરમાં જ બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરીને શ્રી શીતલપ્રસાદજી સમાજસેવા અને ધર્મસેવામાં લાગી ગયા હતા. બાળકોના, યુવાનોના અને સ્ત્રીઓના વિકાસ માટે તેમણે અવિરત પ્રયત્ન કર્યો હતો. જેના પત્રો, જેન કળા, જૈન સાહિત્ય, જૈન દર્શન અને જૈન ધર્મના શિક્ષણ માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. પોતાના બધા સ્વાર્થને છોડીને ચાર દાયકાથી પણ વધારે સમય સુધી તેઓએ ભેખધારી નિ:સ્પૃહ અને અધ્યાત્મપરાયણ જીવન વિતાવ્યું. એ જમાનામાં આવા સાધના-નિક અને સેવાનિષ્ઠ ધર્માત્મા મળવા ખરેખર દુર્લભ હતા, આમ છતાં ભારતીય સમાજની સામાન્ય ખાસિયતને અનુસરીને જૈન સમાજે પણ પોતાના આ “વર્તમાનકાળના સમંતભદ્રને’ ઓળખવામાં ઢીલ કરીને પોતાનું જ હિત ખોયું. આ કારણથી જ તેમના જીવનકાળ દરમ્યાન ધીમંતો-શ્રીમંતો અને સેવકોએ મળીને એક સુદઢ અને બૃહદ્ (સનાતન) જૈન સમાજ રચવાની અને તેમાં તેમનું માર્ગદર્શન મેળવવાની સોનેરી નક પ્રમાદ, કુસંપ અને દીર્ધદષ્ટિના અભાવને લીધે ખોઈ, જેથી વીસમી સદીના સ્વતંત્ર ભારતમાં જૈન ધર્મ અને જૈન સમાજના સર્વતોમુખી વિકાસને એક જબરદસ્ત ક્ષતિ પહોંચી છે. આ એક કડવી, ખેદજનક પણ સત્ય હકીકત છે. તેમની શતાબ્દી નિમિત્તે એલાચાર્ય શ્રી વિદ્યાનંદજીના સાન્નિધ્યમાં ઇંદોરમાં એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આશા રાખીએ કે આ સંમેલન સગત શ્રીબ્રટ્ટાચારીજીના વ્યક્તિત્વને અનુરૂપ કાંઈક નકકર અને રચનાત્મક કાર્ય કરીને તેમના જણથી સમાજને કઈક અંશે પણ મુક્ત કરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org