Book Title: Jain Dharma Author(s): Bhadrabahuvijay Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana View full book textPage 6
________________ પ્રકાશકીય જૈન જૈનેતર ભાઇ-બહેનો અકસર એક માંગણી કરતા હોય છે... જૈન ધર્મ અંગેનું પ્રારંભિક પણ સર્વાંગીણ જ્ઞાન-સમજણ આપતું પુસ્તક અમને આપો... એવું પુસ્તક કે જે વાંચીને સામાન્ય બુદ્ધિ ધરાવતો મનુષ્ય પણ સમજી શકે... સ્વીકારી શકે. જોકે અવારનવાર આવા પ્રયત્નો થયા છે. જૈન ધર્મ અંગે પુસ્તકો · પરિચય પત્રો - પેમ્પ્લેટો વગેરે છપાવવાના પણ કાંતો એ તીવ્ર બુદ્ધિ ધરાવતા વિદ્વાનો માટે જ સીમિત બન્યા છે... અથવા તો સરળતાના અભાવે આમ આદમીના પહોંચની બહાર રહ્યા છે... અમારા ટ્રસ્ટના પ્રેરક પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજના માર્ગદર્શન હેઠળ એક નમ્ર પ્રયત્ન અમે પણ કર્યો છે... અને અમને ગૌરવ છે કે જૈન ધર્મ” નામના પ્રસ્તુત પુસ્તકને સામાન્યથી માંડીને વિશેષ વર્ગના માણસોએ એ પુસ્તકને વધાવ્યું... અપનાવ્યું. અને ઉપયોગી માન્યું. ગુજરાતી ભાષામાં પ્રસ્તુત પુસ્તક બીજી આવૃત્તિ ધારણ કરે છે. જ્યારે હિન્દીમાં ત્રીજી આવૃત્તિ તૈયાર થઇ રહી છે. અંગ્રેજી તથા મરાઠી ભાષામાં પણ પુસ્તક તૈયાર છે. ૧૩૧ જેટલા વિષયો (Subjects)ને આવરી લેતું આ પુસ્તક ગાગરમાં સાગરને સમાવવાની નાનકડી કોશિશ છે. અમારી કોશિશ કેટલી સફ્ળ છે એનો નિર્ણય વાચકો/ચાહકો કરે એજ ઉચિત છે. સામૂહિક પ્રભાવના કે વ્યક્તિગત ભેટ-સૌગાદના પ્રસંગોએ આવા પુસ્તકોને પસંદગી આપવાથી ધર્મપ્રચારમાં સહયોગી બનવાનું પુણ્ય સાંપડી રહે છે. Jain Education International For Private & Personal Use Only ટ્રસ્ટી ગણ શ્રી વિશ્વકપ્ર. ટ્રસ્ટ www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 164