Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છુટ નેપ અને ચર્ચા ૨૬૩ ખેદજનકજ આવે તેમ મને તો લાગે છે. દરેક વ્યક્તિએ વિચારવાની, કેમની ભાવી ઉન્નતિ માટે તત્ પ્રયાસ કરવાની અને ડહાપણ વાપરવાની જરૂર છે. પિોતાની કોઈ પણ ઈરછા ફળવતી ન થાય ત્યારે ગમે તે ક્ષેત્રે કેમના ભાગલા પડી જાય તેવી રીતે વર્તન કરનાર કોઈ પણ વ્યક્તિ સમાજનું અહિત કરનારજ બને છે. ભવિષ્યમાં જેન કામ સારું સરેરાં જેવાં ભાગ્યશાળી નીવડે તેટલી આંતર ઈછા સહિત દરેક બંધને અમારી ઉપરની સૂચના ઉપર લક્ષ આપવા વિનંતિ કરીએ છીએ. કેમને ઉદય અને ઉન્નતિ માટે બહુ બહુ વિચાર કરવાની જરૂર છે. આવા વરોના શરૂતના દિવસોમાં દરેક અંધુએ આખા વર્ષમાં પિતાના અને કોમના અકુદય માટે પ્રથમથી અમુક નિર્ણય કરી તદનુસાર વર્તન કરવાની જરૂર છે. કેમની સામાજિક આરોગ્ય સંબંધી, શિક્ષણ સંબંધી, ધર્મ સંબંધી પ્રગતિ કેવી રીતે થાય તે માટે વિચારવાની–તદનુસાર નિર્ણય કરી તે નિર્ણને અમલમાં મુકવાની આવશ્યકતા છે. સામાજિક બાબતમાં કન્યાવિક્રય, બાળલગ્ન, વૃદ્ધ વિવાહ, કડાં, ફટાણા વિગેરે માટે વિચાર કરવાની જરૂર છે, તેવી જ રીતે આરોગ્ય સંબં ધીમાં પિતાની અને કોમની આરોગ્યતા કેવી રીતે વધે તેને માટે કેવા પ્રયત્નની આવશ્યકતા છે તેનો વિચાર કરવાની જરૂર છે. આખી કેમમાં પુરૂષ, સ્ત્રી, બાળક કે કન્યામાં શિક્ષણની વૃદ્ધિ કેવી રીતે થાય, દરેકને ધાર્મિક અને નૈતિક શિક્ષણ કેવી રીતે મળે તે વિચારવાની જરૂર છે, અને ધર્મની વૃદ્ધિ કેવીરીતે થાય, જેન ધર્મ, અને તેનાં સિદ્ધાંતોની વિશેષ આબાદી કેવી રીતે થાય તે માટે વિચાર અને નિર્ણય કરવાની જરૂર છે. આવી કે મને અને પિતાને ઉપયોગી બાબતેનો મનમાં અને પિતાનાં સનેહીઓ સાથે વિચાર કરી આ નવા વરસમાં તેમાંથી અમુક અમુક બાબતે તો હું અવશ્ય અમલમાં મુકીશ તેવો નિર્ણય કરવાની ખાસ જરૂર છે. આવા નિર્ણય કરવાની અને તદનુસાર, વર્તવાની ખાસ જરૂર છે. કોમના સવાલોને ત્યારે દરેક બંધ આવી રીતે વિચાર કરશે, તેને અમલમાં મુકશે અને તે માટે વિશેષ પ્રયત્ન કરશે ત્યારે તેમની સત્વરે પ્રગતિ થશે અને કેમનાં સારાં સરવૈયા જેવાને તરત જ સમય આવશે. મહાવીર સ્વામી ખાત્રીથી કહી ગયા છે અને તે સત્ય છે કે જૈનધર્મ ૨૧૦૦૦ વરસ પુધી અવશ્ય ચાલશે જ તે આલા લાંબા સમય સુધી તે છિન્નભિન્ન સ્થિતિમાં ચાલે તે કરતાં વધારે પ્રયતાથી, વધારે પ્રબળપણે ચાલે તેજ ઉત્તમ અને ઈચ્છવા લાયક છે. આગેવાન અને સર્વ સુનિમહારાજઓની તેમાં જ શોભા અને ગૌરવ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36