Book Title: Jain Darshanma Yogsadhna ek Anguli Nirdesh
Author(s): Navinchandra A Doshi
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ શ્રી નવીનચંદ્ર અજરામર દેશી જેનદર્શનમાં ગસાધના–એક અંગુલિનિર્દેશ ૧ ધ્યાનના ચાર પ્રકારમાં બે પ્રકારે સાધકને તજવાના દુષ્ટ ધ્યાનના છે અને બીજા બે પ્રકારે સાધકે ગ્રહણ કરવાના છે. આર્તધ્યાન એટલે પરાધીનપણે પીડા સહન કરવી પડે ત્યારનું યાન. અપ્રિય જને કે અપ્રિય સંગે આવી મળે ત્યારે, પ્રિય સંયોગે એસરી જાય ત્યારે, રેગોની પીડા ભેગવતાં અને અમુક કામે પૂરાં કરવાની ચિંતા આવી પડે ત્યારે આ ધ્યાન દેખાય છે. આ ધ્યાન છઠ્ઠા ગુણઠાણ સુધી સાધકને ઓછેવત્તે અંશે સંતાપે છે. એ નિરાશા પ્રેરિત ધ્યાન છે. રૌદ્રધ્યાન એટલે કોની પ્રધાનતાથી અમુક પ્રકારના સંતોષ કે આનંદ અનુભવ થો તે; કોઈની હિંસા કરીને સંતોષ અનુભવ તે હિંસાનંદ રૌદ્રધ્યાન છે. કેઈને જૂઠે માર્ગ બતાવી આનંદ અનુભવે તે મૃષાનંદ રૌદ્રધ્યાન છે. કેઈનું ધન લૂંટીને આનંદ અનુભવ તે ચૌર્યાનંદ રૌદ્રધ્યાન છે. અને અન્યનો શો દ્વારા વિનાશ કરી પિતાની મિલકત બચાવવી તે પરિગ્રહ સંરક્ષણાનંદ રદ્રધ્યાન કહેવાય છે. આ ધ્યાન અન્યને દૂભવવામાં આનંદ લેનારું ક્રોધપ્રધાન ધ્યાન છે. ધર્મધ્યાન એ જાગૃત અને પ્રયત્નશીલ ગીનું શુભ ધ્યાન છે. જિન ભગવાનની આજ્ઞાઓ શી શી છે અને તે કઈ કઈ ભૂમિકાના સાધકેનું કઈ કઈ રીતે કલ્યાણ કરે છે તેનું ચિંતન ચાલે તેને આજ્ઞાવિચય ધર્મધ્યાન કહે છે. વિશ્વમાં કલ્યાણ માર્ગમાં કેટલાં બધાં વિહ્યો છે, એ વિઘોને વિચાર કરવામાં આવે તેને અપાયવિચય ધર્મધ્યાન કહેવામાં આવે છે. વળી, કર્મ બાંધતાં ભાન રહેતું નથી, પણ તેના પરિણામે કેવાં કડવાં લાગે છે” એવા વિચારોને વિપાકવિય ધર્મધ્યાન કહેવામાં આવે છે. આખા વિશ્વની રચના અને તેમાં જેની ભિન્નભિન્ન સ્થિતિના વિચારને સંસ્થાનવિય ધર્મધ્યાન કહેવાય છે. આ ધર્મધ્યાન સાધકના રાગદ્વેષને કાપનાર છે અને વિશુદ્ધ શુકલધ્યાન તરફ લઈ જનાર છે. જે ધ્યાનમાં કોઈ રૂપી કે અરૂપી પદાર્થને વિષય લેવામાં આવેલ હોય તે નિર્મોહી જ્ઞાનીના ધ્યાનને પ્રથમ શુકલધ્યાન કહેવાય છે. જ્યારે એ ધ્યાન એક જ વિષયમાં રહે છે અને બીજા વિષયમાં સંકમતું નથી ત્યારે તે દ્વિતીય શુકલધ્યાન કહેવાય છે. જ્યારે મનની, વચનની અને દેહની પ્રવૃત્તિઓ ઓછી થાય ત્યારે તે ત્રીજુ શુકલધ્યાન ગણાય. અને જ્યારે પ્રવૃત્તિઓ થંભી જાય ત્યારે એ ચૌદમા ગુણસ્થાનનું પૂર્વગામી ચોથું શુકલધ્યાન થાય છે. યોગમાર્ગનું પહેલું બળ છે શ્રદ્ધા (અર્થાત્ પ્રીતિ, રુચિ), જ્યારે ગશાસ્ત્રનું છેલ્લું બળ છે તે પ્રમાણેની પ્રવૃત્તિ. આની વચ્ચેના અવકાશમાં ચગીએ સાધવાના કેટલાક ગુણોને આપણે વિચાર કરીએ. પહેલું જ મહત્ત્વનું સાધન આપણે જાણીએ છીએ તે સંકલ્પશક્તિને દઢ કરવાને અભ્યાસ. તેને જૈન સંપ્રદાયમાં પાકખાણ કહે છે. મહયુક્ત પ્રવૃત્તિને સંકલ્પ સહિત ત્યાગ એ પચ્ચક્ખાણનું રહસ્ય છે. આ વ્રતોમાં કંઈક ગફલત થઈ જાય તે બાબત ક્ષમા માગી લેવી તેને અતિચારની આચના કહે છે. જેને ખમાવવા તે મૈત્રીભાવનું મૂળ છે, અને તે ઉત્તમ ધર્મ મનાય છે. વળી, અઢાર પાપનાં સ્થાનોને તજવાનું સ્મરણ કરવું, અરિહંત, સિદ્ધ, સાધુ અને વીતરાગભાષિત ધર્મનું જ શરણ છે, એમ ચિંતવવું; દુષ્ટ વર્તન થઈ જાય તેની નિંદા કરી તેનાથી મુક્ત રહેવું; કલ્યાણમાર્ગનાં કાર્યો સંતના દાસ બનીને કરવાં અને અન્યને એ કાર્યમાં પ્રેરવા; હૃદયના ભાવે વિશુદ્ધ રહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5