Book Title: Jain Darshanma Yogsadhna ek Anguli Nirdesh
Author(s): Navinchandra A Doshi
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 2
________________ 198 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ જે કિયા પાછળ કોઈ દષ્ટિ જ ન હોય તેને અનનુષ્ઠાન અથવા જાણે કે કિયા ન કરી હોય તેવું જ ફળ આપનારી એ કિયા ગણાય છે. જે કિયાને પારંપરિક હેતુ ચિત્તને સમતાભાવ સાધવાનું હોય તેને તહેતુ અનુષ્ઠાન કહેવાય છે. જે કિયા આ ક્ષણે જ સમતાભાવને કારણે પ્રગટ થતી હોય અને તે જ ભાવને વધારતી હોય તેને અમૃતાનુષ્ઠાન અથવા અમૃતરૂપ કરણી કહે છે. આ પ્રવૃત્તિના પ્રકારે પરથી એટલું તો તરત જ તરી આવે છે કે આશયની અથવા શ્રદ્ધાની વિશુદ્ધિ એ ગસાધનાનું પહેલું અને મહત્ત્વનું પગથિયું છે. જૈનદર્શન પ્રમાણે યોગસાધના એટલે ત્રણ રત્નોની સાધના. આ ત્રણ રત્નો છે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર. નવ તનું સંક્ષેપથી કે વિસ્તારથી જ્ઞાન તે સમ્યજ્ઞાન. એ જ્ઞાન પર ઊંડી અભિરુચિ એટલે સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રમાણે જ પ્રવૃત્તિ એટલે સમ્યકૂચારિત્ર. આ ત્રણ રન સાધવાથી બધુંય સહેજે સધાઈ જાય છે. અને આ ત્રણ રત્નોની વિરાધના કરતાં કશુંયે સધાતું નથી. આ પ્રકારનું વિવરણ વાંચીને સહેજે એવો પ્રશ્ન થશે કે જેન યોગસાધનામાં ધ્યાનને કે સ્થાન છે કે નહિ? આના ઉત્તર સંબંધે વિચાર કરીશું તો તરત જ ખ્યાલ આવશે કે ધ્યાન વિના એક ડગલું પણ માંડી શકાતું નથી. શ્રાવક એટલે કે શ્રમણોપાસક સર્વપ્રથમ જિનપૂજન કરે છે, તે દરમ્યાન તે પ્રભુનું યથાશક્તિ ધ્યાન ધરે છે. પરમ યોગીશ્વર પાર્શ્વ નાથ અથવા તપશ્ચર્યાના પરમ આદશ વર્ધમાનસ્વામીને સંભારતે શ્રાવક અન્ય પ્રવૃત્તિઓ વીસરી જાય છે. જે વ્યક્તિ ભગવાનને ધ્યાનમાં એકાગ્ર થાય તેને સમભાવનો સ્પર્શ થાય છે. ચિત્તમાં સમતાભાવનો સ્પર્શ થયો એટલે શ્વાસોચ્છવાસ પણ કુદરતી રીતે મંદમંદ સુષુમણા નાડીમાં વહે છે. આમ પ્રાણુને નિગ્રહ કરી ચિત્તનો નિગ્રહ કરવાને સ્થાને નિગ્રંથ ચિત્તનો નિગ્રહ પહેલો કરે છે. વળી, તેઓ ચિત્તને ઉત્તમ ધ્યેયનું અવલંબન આપે છે. સિદ્ધાંતચકવતી શ્રી નમિચંદ્રજીકૃત બૃહદ્ દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે કે मा मुज्झह, मा रज्जह, मा दुस्सह इट्ठनिट्ठअत्थेसु / . थिरमिच्छहि जई चित्तं विचित्तज्झाणप्पसिद्धाओं // 48 // જો તમારે વિવિધ પ્રકારના ધ્યાનની સિદ્ધિને માટે ચિત્તની સ્થિરતા પ્રાપ્તિ કરવી હોય તે ગમતા કે અણગમતા પદાર્થોમાં મેહ પામે નહિ, રાગ સે નહિ, દ્વેષ સેવે નહિ. (કેવળ પરમાત્માનું ચિંતન કરતાં કરતાં, સમર્પણ કરી જાત સેંપી દે અને ચિત્તને શાંત કરીને સ્વભાવની શાંતિમાં વિશ્રાંતિ અનુભવે.) જૈન શ્રાવક તે જ્યારે જ્યારે વિશ્રાંતિ પામે ત્યારે આધ્યાત્મિક અનેરમાં મગ્ન બને છે. એ ધ્યાનને જેન વેગશાસ્ત્રમાં ધર્મધ્યાન કહે છે. આ માટે કવિવર સમયસુંદરજીએ આરંભ પરિગ્રહ છેડીને આણુશું રે કદિ સંવરભાવ ? ભંગ થકી વિરમી કરી બેસીશું રે કદિ ભાવની નાવ ? –એમ શ્રાવક મન ચિંતવે. પડિમા મેક્ષની પાવડી વધારું રે મારા વ્રતના અંશ; તે દિન હું સુખિયે બનું જેમ સુખિયે રે થાય ખગ નિર્મસ, - એમ શ્રાવક મન ચિંતવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5