Page #1
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં યાગસાધના–એક અંગુલિનિર્દેશ
લેખક : શ્રી નવીનથવું અજરામર દેશી
ભારતીય પરંપરામાં ચોગ’શબ્દના અનેક અર્થ થાય છે. હઠયોગમાં કેવળ શરીરનુ આરેાગ્ય સુધરે તેવી કસરતા અને આસને તેમ જ બીજી કેટલીક પ્રાણાયામ જેવી ક્રિયાએનુ’ વર્ણન કરવામાં આવ્યું છે. હવા વિના પણ ચાલીશ દિવસ જમીનની અંદર સીલ કરેલા કાથળામાં એક ચેાગીએ રહી બતાવ્યાના બનાવ પંજાબના રાન્ત રણજિતસિંહના સમયમાં બન્યા હતા. આ હડચેાગીએ પેાતાના શરીરની સુદૃઢતાની સાથેાસાથ નિયમેન પેાતાના મનની શુદ્ધિને પણ વિચાર કરતા હેાય જ છે તેવું નથી. પણ રાજયાગમાં– એટલે કે પત જિલ ઋષિએ દર્શાવેલા યાગમાં-ચિત્તને સ્થિર કરવાના વ્યવસ્થાપૂર્વકના ઉપાયે દર્શાવાયા છે. આ ઉપરાંત એક શાખા રાગદ્વેષને દૂર કરવાના યત્નને યાગસાધના કહે છે. અને ચેાગસાધનાના આ જ અર્થ જનાચાર્યને માન્ય છે. જૈન તીર્થંકરો આ ખામતમાં બહુ સ્પષ્ટ માદન આપે છે. એટલેા જ ભેદ આ અંગે જૈનો અને ઇતર વિચારકા વચ્ચે છે.
જૈન વિચારકા સામાયિક અથવા સમતાભાવના અભ્યાસને ખૂબ મહત્ત્વ આપે છે. જ્યાં આપણા રાગદ્વેષ નિ`ળ અથવા ક્ષીણુ અને ત્યાં સમજવું કે આપણે ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરથી માંડીને હાલના જૈનાચાર્ય વચ્ચે એકપણું સાધનારી ક્રિયાને અવલખીએ છીએ. જે ક્રિયા અનંતર કે પરંપરાએ મેાહને ક્ષીણ કરી શકતી નથી તેવી ક્રિયાને ન યોગદષ્ટિમાં તે સ્થાન નથી જ, પરંતુ તેવી ક્રિયાને સામાન્ય ધાર્મિક ક્રિયામાં
પણ સ્થાન નથી.
પ્રવૃત્તિઓને જૈનદર્શનમાં પાંચ વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે. પહેલું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન અથવા ઝેર ભરેલી ક્રિયા કહેવાય છે. કેાઈ ક્રિયા કરતી વખતે ભૌતિક ભાગે। અને ઉપભાગેાની લાલચ જો પ્રેરક બળ હાય તા તે ક્રિયાને વિષ-અનુષ્ઠાન કહેવાય. એ પ્રમાણે પરલેાકમાં ભાગપ્રાપ્તિના હેતુથી જે ક્રિયા શરૂ થાય છે તે ક્રિયાઓને ગરલાનુષ્ઠાન કહેવામાં આવે છે. ગરલ એટલે ધીમું, લાંબે ગાળે ફળ દેખાડે-અસર કરે-તેવુ ઝેર
Page #2
--------------------------------------------------------------------------
________________ 198 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ જે કિયા પાછળ કોઈ દષ્ટિ જ ન હોય તેને અનનુષ્ઠાન અથવા જાણે કે કિયા ન કરી હોય તેવું જ ફળ આપનારી એ કિયા ગણાય છે. જે કિયાને પારંપરિક હેતુ ચિત્તને સમતાભાવ સાધવાનું હોય તેને તહેતુ અનુષ્ઠાન કહેવાય છે. જે કિયા આ ક્ષણે જ સમતાભાવને કારણે પ્રગટ થતી હોય અને તે જ ભાવને વધારતી હોય તેને અમૃતાનુષ્ઠાન અથવા અમૃતરૂપ કરણી કહે છે. આ પ્રવૃત્તિના પ્રકારે પરથી એટલું તો તરત જ તરી આવે છે કે આશયની અથવા શ્રદ્ધાની વિશુદ્ધિ એ ગસાધનાનું પહેલું અને મહત્ત્વનું પગથિયું છે. જૈનદર્શન પ્રમાણે યોગસાધના એટલે ત્રણ રત્નોની સાધના. આ ત્રણ રત્નો છે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર. નવ તનું સંક્ષેપથી કે વિસ્તારથી જ્ઞાન તે સમ્યજ્ઞાન. એ જ્ઞાન પર ઊંડી અભિરુચિ એટલે સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રમાણે જ પ્રવૃત્તિ એટલે સમ્યકૂચારિત્ર. આ ત્રણ રન સાધવાથી બધુંય સહેજે સધાઈ જાય છે. અને આ ત્રણ રત્નોની વિરાધના કરતાં કશુંયે સધાતું નથી. આ પ્રકારનું વિવરણ વાંચીને સહેજે એવો પ્રશ્ન થશે કે જેન યોગસાધનામાં ધ્યાનને કે સ્થાન છે કે નહિ? આના ઉત્તર સંબંધે વિચાર કરીશું તો તરત જ ખ્યાલ આવશે કે ધ્યાન વિના એક ડગલું પણ માંડી શકાતું નથી. શ્રાવક એટલે કે શ્રમણોપાસક સર્વપ્રથમ જિનપૂજન કરે છે, તે દરમ્યાન તે પ્રભુનું યથાશક્તિ ધ્યાન ધરે છે. પરમ યોગીશ્વર પાર્શ્વ નાથ અથવા તપશ્ચર્યાના પરમ આદશ વર્ધમાનસ્વામીને સંભારતે શ્રાવક અન્ય પ્રવૃત્તિઓ વીસરી જાય છે. જે વ્યક્તિ ભગવાનને ધ્યાનમાં એકાગ્ર થાય તેને સમભાવનો સ્પર્શ થાય છે. ચિત્તમાં સમતાભાવનો સ્પર્શ થયો એટલે શ્વાસોચ્છવાસ પણ કુદરતી રીતે મંદમંદ સુષુમણા નાડીમાં વહે છે. આમ પ્રાણુને નિગ્રહ કરી ચિત્તનો નિગ્રહ કરવાને સ્થાને નિગ્રંથ ચિત્તનો નિગ્રહ પહેલો કરે છે. વળી, તેઓ ચિત્તને ઉત્તમ ધ્યેયનું અવલંબન આપે છે. સિદ્ધાંતચકવતી શ્રી નમિચંદ્રજીકૃત બૃહદ્ દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે કે मा मुज्झह, मा रज्जह, मा दुस्सह इट्ठनिट्ठअत्थेसु / . थिरमिच्छहि जई चित्तं विचित्तज्झाणप्पसिद्धाओं // 48 // જો તમારે વિવિધ પ્રકારના ધ્યાનની સિદ્ધિને માટે ચિત્તની સ્થિરતા પ્રાપ્તિ કરવી હોય તે ગમતા કે અણગમતા પદાર્થોમાં મેહ પામે નહિ, રાગ સે નહિ, દ્વેષ સેવે નહિ. (કેવળ પરમાત્માનું ચિંતન કરતાં કરતાં, સમર્પણ કરી જાત સેંપી દે અને ચિત્તને શાંત કરીને સ્વભાવની શાંતિમાં વિશ્રાંતિ અનુભવે.) જૈન શ્રાવક તે જ્યારે જ્યારે વિશ્રાંતિ પામે ત્યારે આધ્યાત્મિક અનેરમાં મગ્ન બને છે. એ ધ્યાનને જેન વેગશાસ્ત્રમાં ધર્મધ્યાન કહે છે. આ માટે કવિવર સમયસુંદરજીએ આરંભ પરિગ્રહ છેડીને આણુશું રે કદિ સંવરભાવ ? ભંગ થકી વિરમી કરી બેસીશું રે કદિ ભાવની નાવ ? –એમ શ્રાવક મન ચિંતવે. પડિમા મેક્ષની પાવડી વધારું રે મારા વ્રતના અંશ; તે દિન હું સુખિયે બનું જેમ સુખિયે રે થાય ખગ નિર્મસ, - એમ શ્રાવક મન ચિંતવે.
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી નવીનચંદ્ર અજરામર દેશી જેનદર્શનમાં ગસાધના–એક અંગુલિનિર્દેશ ૧
ધ્યાનના ચાર પ્રકારમાં બે પ્રકારે સાધકને તજવાના દુષ્ટ ધ્યાનના છે અને બીજા બે પ્રકારે સાધકે ગ્રહણ કરવાના છે. આર્તધ્યાન એટલે પરાધીનપણે પીડા સહન કરવી પડે ત્યારનું યાન. અપ્રિય જને કે અપ્રિય સંગે આવી મળે ત્યારે, પ્રિય સંયોગે એસરી જાય ત્યારે, રેગોની પીડા ભેગવતાં અને અમુક કામે પૂરાં કરવાની ચિંતા આવી પડે ત્યારે આ ધ્યાન દેખાય છે. આ ધ્યાન છઠ્ઠા ગુણઠાણ સુધી સાધકને ઓછેવત્તે અંશે સંતાપે છે. એ નિરાશા પ્રેરિત ધ્યાન છે.
રૌદ્રધ્યાન એટલે કોની પ્રધાનતાથી અમુક પ્રકારના સંતોષ કે આનંદ અનુભવ થો તે; કોઈની હિંસા કરીને સંતોષ અનુભવ તે હિંસાનંદ રૌદ્રધ્યાન છે. કેઈને જૂઠે માર્ગ બતાવી આનંદ અનુભવે તે મૃષાનંદ રૌદ્રધ્યાન છે. કેઈનું ધન લૂંટીને આનંદ અનુભવ તે ચૌર્યાનંદ રૌદ્રધ્યાન છે. અને અન્યનો શો દ્વારા વિનાશ કરી પિતાની મિલકત બચાવવી તે પરિગ્રહ સંરક્ષણાનંદ રદ્રધ્યાન કહેવાય છે. આ ધ્યાન અન્યને દૂભવવામાં આનંદ લેનારું ક્રોધપ્રધાન ધ્યાન છે.
ધર્મધ્યાન એ જાગૃત અને પ્રયત્નશીલ ગીનું શુભ ધ્યાન છે. જિન ભગવાનની આજ્ઞાઓ શી શી છે અને તે કઈ કઈ ભૂમિકાના સાધકેનું કઈ કઈ રીતે કલ્યાણ કરે છે તેનું ચિંતન ચાલે તેને આજ્ઞાવિચય ધર્મધ્યાન કહે છે. વિશ્વમાં કલ્યાણ માર્ગમાં કેટલાં બધાં વિહ્યો છે, એ વિઘોને વિચાર કરવામાં આવે તેને અપાયવિચય ધર્મધ્યાન કહેવામાં આવે છે. વળી, કર્મ બાંધતાં ભાન રહેતું નથી, પણ તેના પરિણામે કેવાં કડવાં લાગે છે” એવા વિચારોને વિપાકવિય ધર્મધ્યાન કહેવામાં આવે છે. આખા વિશ્વની રચના અને તેમાં જેની ભિન્નભિન્ન સ્થિતિના વિચારને સંસ્થાનવિય ધર્મધ્યાન કહેવાય છે. આ ધર્મધ્યાન સાધકના રાગદ્વેષને કાપનાર છે અને વિશુદ્ધ શુકલધ્યાન તરફ લઈ જનાર છે.
જે ધ્યાનમાં કોઈ રૂપી કે અરૂપી પદાર્થને વિષય લેવામાં આવેલ હોય તે નિર્મોહી જ્ઞાનીના ધ્યાનને પ્રથમ શુકલધ્યાન કહેવાય છે. જ્યારે એ ધ્યાન એક જ વિષયમાં રહે છે અને બીજા વિષયમાં સંકમતું નથી ત્યારે તે દ્વિતીય શુકલધ્યાન કહેવાય છે. જ્યારે મનની, વચનની અને દેહની પ્રવૃત્તિઓ ઓછી થાય ત્યારે તે ત્રીજુ શુકલધ્યાન ગણાય. અને જ્યારે પ્રવૃત્તિઓ થંભી જાય ત્યારે એ ચૌદમા ગુણસ્થાનનું પૂર્વગામી ચોથું શુકલધ્યાન થાય છે.
યોગમાર્ગનું પહેલું બળ છે શ્રદ્ધા (અર્થાત્ પ્રીતિ, રુચિ), જ્યારે ગશાસ્ત્રનું છેલ્લું બળ છે તે પ્રમાણેની પ્રવૃત્તિ. આની વચ્ચેના અવકાશમાં ચગીએ સાધવાના કેટલાક ગુણોને આપણે વિચાર કરીએ. પહેલું જ મહત્ત્વનું સાધન આપણે જાણીએ છીએ તે સંકલ્પશક્તિને દઢ કરવાને અભ્યાસ. તેને જૈન સંપ્રદાયમાં પાકખાણ કહે છે. મહયુક્ત પ્રવૃત્તિને સંકલ્પ સહિત ત્યાગ એ પચ્ચક્ખાણનું રહસ્ય છે. આ વ્રતોમાં કંઈક ગફલત થઈ જાય તે બાબત ક્ષમા માગી લેવી તેને અતિચારની આચના કહે છે. જેને ખમાવવા તે મૈત્રીભાવનું મૂળ છે, અને તે ઉત્તમ ધર્મ મનાય છે. વળી, અઢાર પાપનાં સ્થાનોને તજવાનું
સ્મરણ કરવું, અરિહંત, સિદ્ધ, સાધુ અને વીતરાગભાષિત ધર્મનું જ શરણ છે, એમ ચિંતવવું; દુષ્ટ વર્તન થઈ જાય તેની નિંદા કરી તેનાથી મુક્ત રહેવું; કલ્યાણમાર્ગનાં કાર્યો સંતના દાસ બનીને કરવાં અને અન્યને એ કાર્યમાં પ્રેરવા; હૃદયના ભાવે વિશુદ્ધ રહે
Page #4
--------------------------------------------------------------------------
________________
२००
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ તેની સ્વાધ્યાય દ્વારા સદૈવ ચોકી રાખવી; હંમેશાં પંચ પરમેષ્ટીનું સ્મરણ કરવું; અને મરણ સમયે જંજાળ તજીને અને, શક્તિ હોય તો, ભજનપાણી તજીને સમાધિમરણ માટે મથવું—એ દસ બાબતો યોગસાધના માટે જરૂરી છે.
આ માટે નીચે મુજબ દસ સાધને ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે પુણ્યપ્રકાશ સ્તવનમાં દર્શાવ્યાં છે :
અતિચાર અલોઈ એ વ્રત ધરીએ ગુરુ શાખ; જીવ ખમા સકલ જે નિ ચેરાશી લાખ. વિધિશું વળી વસરાવીએ પાપસ્થાન અઢાર; ચાર શરણું નિત અનુસરે નિ દે દુરિતાચાર. શુભ કરણી અનુમોદીએ ભાવ ભલે મન આણું;
અંતે અણુસણ આદરી નવપદ જ સુજાણ. આ દશ સાધને દર્શાવ્યા પછી એ જ સ્તવનમાં છેલ્લે છાપ મારીને વિશ્વાસ પ્રગટ કરે છે –
એમ દશ અધિકારે વિર જિનેશ્વર ભાવે; આરાધન કે વિધિ જેણે ચિત માહીં રાખે. તેણે પાપ પખાળી ભવભય દૂર નાખે;
જિન વિનય કરંત સુમતિ અમૃતરસ ચાખે. આમ અનેક મરણ ન સુધારી શક્યાં તેની ચિંતા ધણીને સેંપીને આ સમયનું મરણ તો સમાધિમરણ કરવું જ છે એવી જેની પ્રતિજ્ઞા છે એવી વર્ધમાન મહાવીરથી અત્યારના સ્વર્ગગામી મારા ગુરુમહારાજ સૂરિપ્રવર શ્રી વિજયવલ્લભસૂરિજી સુધીની નિગ્રંથપરંપરા હું બાળક કઈ રીતે મર્મપૂર્વક સમજાવી શકું ? પણ એક વસ્તુ નિશ્ચિત છે કે અહીં -જૈનદર્શનને માન્ય ગમાં–પ્રાણનિગ્રહ કે દેહનિગ્રહ પ્રધાન નથી, અહીં તે વિનયગુણના બળથી કષાયનિગ્રહ અને ધણીનું ધ્યાન ધરીને, ભગવાનનું ધ્યાન ધરીને, સહજામસ્વરૂપ ગુરુમહારાજનું ધ્યાન ધરીને મેહને ક્ષીણ કરવાને મથવું અને મેહને ક્ષીણ કરીને જ જંપવું તેને યોગ કહેવાય છે.
साधो, सहज समाध भली, बहुत कृपा कीनी मोरे सतगुरु दिन दिन बढत चली;
साधो, सहज समाध भली. પરમપૂજ્ય હરિભદ્રસૂરિએ પણ ગની આઠ દષ્ટિઓ દ્વારા આવું જ નિરૂપણ કર્યું છે. જેમજેમ કષાયનું બળ ઘટે છે તેમ તેમ આત્મબોધની વિશુદ્ધિ વધે છે. મિત્રો દષ્ટિમાં ધમી જીવ પ્રત્યે સ્નેહભાવ, તારા દષ્ટિમાં તેમાં વિશેષતા, બલા દષ્ટિમાં તેમાં સ્થિરતા, અને દીપ્રા દષ્ટિમાં વિશેષ ધ થાય છે. તે પછી સ્થિરા, કાંતા, પ્રભા અને પરા એ દષ્ટિએ અષ્ટાંગ યેગની અંતની ચાર ભૂમિકાઓને સૂચવે છે. જૈનદર્શનને રાગદ્વેષ ઘટાડનાર, અહિંસાને પોષનાર કઈ પણ બાહ્ય સાધન ગ્રાહ્ય છે. આમ ગની સાર્વભૌમ દષ્ટિ એ જીવનના દિશાપલટાની પણ સાર્વભૌમ દષ્ટિ છે.
Page #5
--------------------------------------------------------------------------
________________ શ્રી નવીનચંદ્ર અજરામર દેશી જેનદર્શનમાં ગસાધના–એક અંગુલિનિર્દેશ 201 રાગદ્વેષના દઢમૂળ સંસ્કારો ગુરુકૃપા વિના જીતી શકાતા નથી. આથી વિનયને ધર્મનું મૂળ કહેવાય છે. પિતાના ઈદે ચાલનાર વ્યક્તિ પોતાના જ દેને ટાળવાના યત્નમાં ગફલત કરે એવું લગભગ બને જ છે. તેથી જેમણે ચિત્તસમાધિ અને આયુષ્યને અંતે સમાધિમરણ પ્રાપ્ત કરવું છે, તેમણે પ્રત્યેક ક્ષણે જાગૃત રહેવું પડશે. “વર્તમાન કાળમાં સર્વ કાળ સમાઈ જાય છે.” એમ તે, સાધન અવલંબતાં, યાદ રાખશે. “આ દિવસ પણ ચાલ્યા જશે” એવું સ્મરણ દુઃખના પ્રસંગે તેને બરાબર ખ્યાલમાં રહેશે. એક વાર સમાધિમરણ સધાયું એટલે એ સફળતા જેવી સફળતા બીજી કઈ થતી જ નથી, માટે ઘણા જન્મ માટેની નિરાંત થશે જ, એ ખ્યાલથી સાધક આશાવંત રહેશે. વળી, નમસ્કારમંત્રનું સ્મરણ કરશે તેને શાસનના દેવ પણ માર્ગદીપ ધરીને ઉન્માર્ગે જતા અટકાવશે, એમાં સંદેહ નથી. અ૫ સાધના પણ અનંત જન્મમાં રક્ષણ કરનારી અને તેને ગસાધના કહેવાય. અંતમાં એક-બે મુદ્દા સંબંધે કંઈક ખ્યાલ બાંધવા યત્ન કરીએ. પહેલી ભૂમિકા ગ્રંથિભેદની કહેવાય છે.? गंठि त्ति सुदुब्भेओ कक्खडघणरूदगूढगंठि व्व / जीवस्स कम्मजणिओ घणरागदोसपरिणामो // (વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા 115) ગ્રંથિ ભેદવામાં બહુ મુશ્કેલ એ કર્કશ રાગદ્વેષને (અભ્યાસથી પડેલો) સંસ્કારવિશેષ છે. આ રાગ અને દ્વેષ ભૌતિક પદાર્થો પરત્વે છે. આથી ભૌતિક પદાર્થો પ્રત્યે વૈરાગ્ય અને ઉત્તમ સાધનમાં ચિત્ત પરોવવાને અભ્યાસ એ બે યુગના મહાન સાધન છે. ગ્રંથિભેદ કરનારે ભલે શ્રદ્ધાનું પ્રથમ દ્વાર જ ઉઘાડયું છે, પણ એ વિજય સમગ્ર દેહને જીતવાને ડેકે વગાડે છે, તેથી તેને ગમાર્ગનો પ્રવેશ કહેવાય છે. તે સમ્યગ્દર્શનરૂપ પ્રથમ રત્ન છે. . વળી, દ્રવ્યકર્મો પિતે બાંધનાર કે છેડનાર કશુંયે નથી, એ તે જીવના પિતાના ભાવ અનુસાર થતી પુદ્ગલદ્રવ્યની રચના છે. આથી બંધના કારણે-હિંસા અને તૃષ્ણ–બરાબર જાણી લેવા એટલે કે બંધનાં કારણોનું યથાર્થ જ્ઞાન તે સમ્યજ્ઞાન નામનું દ્વિતીય રત્ન છે. અને બંધનાં કારણોને તોડી નાખવા યત્નશીલ રહેવું તે યોગ છે. અને એ જ ચારિત્ર નામનું અંતિમ રત્ન છે. ભગવાનનાં વચનના અર્થો પણ દરેક ભવ્યના કલ્યાણ માટે જ છે, એ શ્રદ્ધા હૃદયમાં રાખીને તેના અર્થ કરવા તે પણ વેગનિષ્ઠા છે. આવા ગહન વિષયની અહીં તે માત્ર છાયા જ આપી શકાઈ છે. જિજ્ઞાસુને જિનાગમના ગહન ગ્રંથે ગુરુગમથી અવગાહવા વિનંતી છે. અહીં કશીય ભૂલચૂક જણાય તે સુને વિનંતી છે કે તેમણે ક્ષમાદષ્ટિએ નિહાળવું. આ તે માત્ર અંગુલિનિર્દેશ છે.