________________ શ્રી નવીનચંદ્ર અજરામર દેશી જેનદર્શનમાં ગસાધના–એક અંગુલિનિર્દેશ 201 રાગદ્વેષના દઢમૂળ સંસ્કારો ગુરુકૃપા વિના જીતી શકાતા નથી. આથી વિનયને ધર્મનું મૂળ કહેવાય છે. પિતાના ઈદે ચાલનાર વ્યક્તિ પોતાના જ દેને ટાળવાના યત્નમાં ગફલત કરે એવું લગભગ બને જ છે. તેથી જેમણે ચિત્તસમાધિ અને આયુષ્યને અંતે સમાધિમરણ પ્રાપ્ત કરવું છે, તેમણે પ્રત્યેક ક્ષણે જાગૃત રહેવું પડશે. “વર્તમાન કાળમાં સર્વ કાળ સમાઈ જાય છે.” એમ તે, સાધન અવલંબતાં, યાદ રાખશે. “આ દિવસ પણ ચાલ્યા જશે” એવું સ્મરણ દુઃખના પ્રસંગે તેને બરાબર ખ્યાલમાં રહેશે. એક વાર સમાધિમરણ સધાયું એટલે એ સફળતા જેવી સફળતા બીજી કઈ થતી જ નથી, માટે ઘણા જન્મ માટેની નિરાંત થશે જ, એ ખ્યાલથી સાધક આશાવંત રહેશે. વળી, નમસ્કારમંત્રનું સ્મરણ કરશે તેને શાસનના દેવ પણ માર્ગદીપ ધરીને ઉન્માર્ગે જતા અટકાવશે, એમાં સંદેહ નથી. અ૫ સાધના પણ અનંત જન્મમાં રક્ષણ કરનારી અને તેને ગસાધના કહેવાય. અંતમાં એક-બે મુદ્દા સંબંધે કંઈક ખ્યાલ બાંધવા યત્ન કરીએ. પહેલી ભૂમિકા ગ્રંથિભેદની કહેવાય છે.? गंठि त्ति सुदुब्भेओ कक्खडघणरूदगूढगंठि व्व / जीवस्स कम्मजणिओ घणरागदोसपरिणामो // (વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા 115) ગ્રંથિ ભેદવામાં બહુ મુશ્કેલ એ કર્કશ રાગદ્વેષને (અભ્યાસથી પડેલો) સંસ્કારવિશેષ છે. આ રાગ અને દ્વેષ ભૌતિક પદાર્થો પરત્વે છે. આથી ભૌતિક પદાર્થો પ્રત્યે વૈરાગ્ય અને ઉત્તમ સાધનમાં ચિત્ત પરોવવાને અભ્યાસ એ બે યુગના મહાન સાધન છે. ગ્રંથિભેદ કરનારે ભલે શ્રદ્ધાનું પ્રથમ દ્વાર જ ઉઘાડયું છે, પણ એ વિજય સમગ્ર દેહને જીતવાને ડેકે વગાડે છે, તેથી તેને ગમાર્ગનો પ્રવેશ કહેવાય છે. તે સમ્યગ્દર્શનરૂપ પ્રથમ રત્ન છે. . વળી, દ્રવ્યકર્મો પિતે બાંધનાર કે છેડનાર કશુંયે નથી, એ તે જીવના પિતાના ભાવ અનુસાર થતી પુદ્ગલદ્રવ્યની રચના છે. આથી બંધના કારણે-હિંસા અને તૃષ્ણ–બરાબર જાણી લેવા એટલે કે બંધનાં કારણોનું યથાર્થ જ્ઞાન તે સમ્યજ્ઞાન નામનું દ્વિતીય રત્ન છે. અને બંધનાં કારણોને તોડી નાખવા યત્નશીલ રહેવું તે યોગ છે. અને એ જ ચારિત્ર નામનું અંતિમ રત્ન છે. ભગવાનનાં વચનના અર્થો પણ દરેક ભવ્યના કલ્યાણ માટે જ છે, એ શ્રદ્ધા હૃદયમાં રાખીને તેના અર્થ કરવા તે પણ વેગનિષ્ઠા છે. આવા ગહન વિષયની અહીં તે માત્ર છાયા જ આપી શકાઈ છે. જિજ્ઞાસુને જિનાગમના ગહન ગ્રંથે ગુરુગમથી અવગાહવા વિનંતી છે. અહીં કશીય ભૂલચૂક જણાય તે સુને વિનંતી છે કે તેમણે ક્ષમાદષ્ટિએ નિહાળવું. આ તે માત્ર અંગુલિનિર્દેશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org