Book Title: Itihasni Agatyata Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ ઈતિહાસની અગત્યતા [૧] આ દેશમાં કે પરદેશમાં સર્વત્ર શાળા, મહાશાળા, વિશ્વવિદ્યાલય વગેરે વિદ્યાને સ્પર્શતી બધી જ સંસ્થાઓમાં ઈતિહાસનું અધ્યયન એક અનિવાર્ય વિદ્યાંગ બન્યું છે. સાહિત્ય, ભાષા કે વિવિધ કળાએ જ નહિ, પણ જ્ઞાનવિજ્ઞાનની એકેએક શાખા ઈતિહાસના અધ્યયન વિના અધૂરી જ મનાય છે. તેથી ગઈ કેટલીક પેઢીઓ કરતાં અત્યારની નવતર પેઢી તે પ્રત્યેક વસ્તુને વિચાર ઈતિહાસની આંખે કરતી થઈ છે. આ રીતે આખા જગતનું વિદ્યામાનસ ઈતિહાસ માટે ભૂખ્યું છે. ભૂતકાળ આપણું સામે નથી; તે તે શૂન્યમાં વિલય પામ્યો છે, પણ તેનાં બધાં જ પદચિહ્નો તે મૂકતા ગયા છે. સૂક્ષ્મ અને સ્થળ બને અર્થમાં એ પદચિહ્નોને વારસે વર્તમાન ધરાવે છે. એટલે એ વિલીન ભૂતમાં પ્રવેશ કરી તેના આત્માને સ્પર્શવાનું સાધન આપણી પાસે છે જ. આ સ્થળે ઈતિહાસની બીજી શાખાઓની વાત જતી કરી માત્ર તાત્વિક અને સાહિત્યિક ઇતિહાસને લગતી કાંઈક વાત કરવી ઇષ્ટ છે. જૈન” પત્રના વાચકે મુખ્યપણે જૈન છે. તેને રસ પ્રેરે અને સામાન્ય જિજ્ઞાસુજગતની માગણને સંતે તેમ જ માનવીય જ્ઞાનભંડળની પૂરવણું કરે એવી એક વસ્તુ એ છે કે જેને સાહિત્યને તેમ જ જેન તત્ત્વજ્ઞાનને ઈતિહાસ બને તેટલાં સમૃદ્ધ સાધનથી અને તદ્દન તટસ્થ દષ્ટિથી તૈયાર કરોકરાવે. એક સાથે બને ઈતિહાસની આજે વધારેમાં વધારે શક્યતા છે; જિજ્ઞાસુ જગતની માગણી છે. નવી જૈન પેઢી અને ભાવી પેઢીના મનને પૂરતું પોષણ આપે એવી આ એક વસ્તુ છે, તેથી આવા ઈતિહાસની અગત્યતા છે એમ હું મકકમપણે માનું છું. જૈન પરંપરાને લગતાં બધાં જ સાધને આ દેશમાં છે, જેને પાસે છે અને તે દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધી ઓછાવત્તા પ્રમાણમાં વિખરાયેલાં છે. સ્થૂળ સાધને ઉપરાંત સુક્ષ્મ અને જીવન્ત સાધને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5