Page #1
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસની અગત્યતા
[૧]
આ દેશમાં કે પરદેશમાં સર્વત્ર શાળા, મહાશાળા, વિશ્વવિદ્યાલય વગેરે વિદ્યાને સ્પર્શતી બધી જ સંસ્થાઓમાં ઈતિહાસનું અધ્યયન એક અનિવાર્ય વિદ્યાંગ બન્યું છે. સાહિત્ય, ભાષા કે વિવિધ કળાએ જ નહિ, પણ જ્ઞાનવિજ્ઞાનની એકેએક શાખા ઈતિહાસના અધ્યયન વિના અધૂરી જ મનાય છે. તેથી ગઈ કેટલીક પેઢીઓ કરતાં અત્યારની નવતર પેઢી તે પ્રત્યેક વસ્તુને વિચાર ઈતિહાસની આંખે કરતી થઈ છે. આ રીતે આખા જગતનું વિદ્યામાનસ ઈતિહાસ માટે ભૂખ્યું છે.
ભૂતકાળ આપણું સામે નથી; તે તે શૂન્યમાં વિલય પામ્યો છે, પણ તેનાં બધાં જ પદચિહ્નો તે મૂકતા ગયા છે. સૂક્ષ્મ અને સ્થળ બને અર્થમાં એ પદચિહ્નોને વારસે વર્તમાન ધરાવે છે. એટલે એ વિલીન ભૂતમાં પ્રવેશ કરી તેના આત્માને સ્પર્શવાનું સાધન આપણી પાસે છે જ. આ સ્થળે ઈતિહાસની બીજી શાખાઓની વાત જતી કરી માત્ર તાત્વિક અને સાહિત્યિક ઇતિહાસને લગતી કાંઈક વાત કરવી ઇષ્ટ છે.
જૈન” પત્રના વાચકે મુખ્યપણે જૈન છે. તેને રસ પ્રેરે અને સામાન્ય જિજ્ઞાસુજગતની માગણને સંતે તેમ જ માનવીય જ્ઞાનભંડળની પૂરવણું કરે એવી એક વસ્તુ એ છે કે જેને સાહિત્યને તેમ જ જેન તત્ત્વજ્ઞાનને ઈતિહાસ બને તેટલાં સમૃદ્ધ સાધનથી અને તદ્દન તટસ્થ દષ્ટિથી તૈયાર કરોકરાવે. એક સાથે બને ઈતિહાસની આજે વધારેમાં વધારે શક્યતા છે; જિજ્ઞાસુ જગતની માગણી છે. નવી જૈન પેઢી અને ભાવી પેઢીના મનને પૂરતું પોષણ આપે એવી આ એક વસ્તુ છે, તેથી આવા ઈતિહાસની અગત્યતા છે એમ હું મકકમપણે માનું છું.
જૈન પરંપરાને લગતાં બધાં જ સાધને આ દેશમાં છે, જેને પાસે છે અને તે દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધી ઓછાવત્તા પ્રમાણમાં વિખરાયેલાં છે. સ્થૂળ સાધને ઉપરાંત સુક્ષ્મ અને જીવન્ત સાધને પણ
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૧૬]
દર્શન અને ચિંતન જૈન પરંપરા ધરાવે છે અને છતાં આજસુધી આ બધાં સાધને જૈન પરંપરાએ ઉઘાડી આંખે કરો ઉપયોગ એવો નથી કર્યો કે જે અત્યારની જિજ્ઞાસાને સંતેષે પણ આવા ઇતિહાસને પાય તે જૈનેતર વિદ્વાનોએ નાખે છે, અને તે પણ વિદેશી વિદ્વાનેએ. જે વિદ્વાને આ દેશમાં આવ્યા પણ ન હતા, જેમને જૈન પરંપરાને સમર્થ કહી શકાય એ પરિ
શ્ય પણ ન હતું. તેમણે જૈન ઈતિહાસની ભૂમિકા તૈયાર કરી છે અને તે પણ એવે સમયે કે જ્યારે અત્યારના જેટલાં પુસ્તકે મુદ્રિત ન હતાં, ભંડારમાં સુલભ ન હતાં, બીજા પણ જરૂરી સાધનો જમીનમાં દટાયેલાં હતાં. આવી સ્થિતિમાં તેઓએ જે પુરુષાર્થ ખેડ્યો અને જૈન પરંપરાની પેઢીને જે વાર આપે તે બહુ કીમતી છે અને હવે તેના આધારે આગળનું કામ એક રીતે બહુ સરળ પણ છે. આગળના કામ માટે તત્કાળ શું કરવું જોઈએ એ વિચાર અહીં પ્રસ્તુત છે.
પહેલું તે એ છે કે અંગ્રેજી, જર્મન, ફ્રેંચ કે બીજી વિદેશી ભાષાએમાં જે જે જૈન પરંપરાને સ્પર્શ કરતું લખાયું હોય તે બધું જ એકત્ર કરવું. તેમાંથી કામ પૂરતી તારવણી કરી જે ખરેખર ઉપયોગી હોય તેને યોગ્ય રીતે અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરવું અને સાથે સાથે રાષ્ટ્રીય ભાષામાં પણ.
જે અત્યાર લગીમાં લખાયું હોય અને તાં નવા ઉપલબ્ધ પ્રમાણેને આધારે કે નવી સૂઝને આધારે તેમાં જે કાંઈ સંશોધન કરવા જેવું હોય તે સંશોધી અંગ્રેજી અને હિંદી સંગ્રાહક પુસ્તકોની સાથે જ પ્રસ્તાવના કે પરિશિષ્ટરૂપે જેવું, જેથી અત્યાર લગીની શોધ અબ્રાન્ત બને. * જે જે વિષયો ખેડાયા છતાં ઘણી દષ્ટિએ, ઘણું મુદ્દા પર અપૂર્ણ દેખાય તેની સાંકળ, યોગ્ય હાથે બાકીનું લખાવી, પૂરી કરવી; એટલે તે તે વિષયની પૂર્તિ થાય અને જ્યાં જરૂર હોય ત્યાં અભ્યાસક્રમમાં પણ રાખી શકાય, તેમ જ વધારાના વાચન માટે ભલામણ પણ કરી શકાય.
આ ઉપરાંત નવેસર સાહિત્ય અને તત્વજ્ઞાનને ઈતિહાસ લખવાની વાત તે રહે જ છે. બેમાંથી એકની પસંદગી કરી એ કામ પતાવવું હોય તે, મારી દષ્ટિએ, પ્રથમ સાહિત્યના ઇતિહાસનું કામ હાથ ધરવું જોઈએ. એક તે એ વાંચનારને આકર્ષી શકે અને સાથે સાથે આગળના કઠણ કામની તૈયારી કરવા-કરાવવામાં પ્રેરક પણ બને. જ્યારે આપણે સાહિત્યના ઈતિહાસની વાત કરીએ ત્યારે કઈ પણ એક ફિરકે, કોઈ પણ એક પંથ કે કઈ
Page #3
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસની અગત્યતા
[ ર૧૭ પણ એક ગણુ-ગચ્છની વાત કરતા નથી. આપણે એક એવા ઈતિહાસની વાત કરીએ છીએ કે જેમાં જૈન પરંપરામાં થઈ ગયેલા અને અસ્તિત્વ ધરાવતા કોઈ પણ ફિરકાની ઉપેક્ષા નહિ હૈય, તેમ જ કઈ એકને અનુચિત પ્રાધાન્ય આપી બીજની અઘટિત ઉપેક્ષા નહિ હેય. જે કાંઈ સત્યની દૃષ્ટિએ, સાધના પ્રમાણમાં, લખવાનું પ્રાપ્ત થાય તે જ લખાય. આથી દરેક ફિરકે પિતાની પ્રથમની સેવેલી ધારણુઓને એકાંત સંતોષી જ શકે, એમ ન બને પણ આવો ઇતિહાસ દરેક ફિરકાના સંકુચિત મનને ઉદાર બનાવે અને દરેક પરસ્પર સહાનુભૂતિથી વિચારતાં-વર્તતાં શીખે, એનું સાધન પણ પૂરું પાડે. તેથી ગૃહસ્થ કરતાં આ પ્રશ્ન પર હવે સાધુઓએ જ આગળ આવવું જોઈએ, એમ હું માનું છું.
અત્યારે જ્યાં જોઈએ છીએ ત્યાં સાધુશક્તિ તદન વેરવિખેર થયેલી દેખાય છે; સમય સાથે કામ કરતી ન હોવાથી વધારે અવગણનાપાત્ર પણ બનતી જાય છે. કઈ પણ સમાજ અને સંધ માટે જે સંભૂયકારિતા–પરસ્પર ભળીને સંવાદિતાથી કામ કરવાની આવડત–આવશ્યક છે તે નિર્માણ કર્યા સિવાય કદી ચાલે તેમ નથી. જ્યારે ઈતિહાસનું કામ વિચારીએ અને શરૂ કરવું હોય ત્યારે એમાં સાધુશક્તિને સાંકળી શકાય. તેઓ જુદા જુદા ગણગચ્છના હોય તે પણ એકબીજાના પ્રત્યક્ષ સંપર્કમાં આવે અને વિચારવિનિમય પણ કરે. આજે બધાં જ તંત્રો સહકારથી ચાલે છે, જ્યારે સહકાર વિના એક નિષ્ણભ જેવું અને કેટલેક અંશે અજાગલસ્તન જેવું કઈ તંત્ર હોય તો તે જૈન સમાજનું ગુતંત્ર લાગે છે. આ સ્થિતિ જીવતા સમાજ માટે નભાવવા જેવી નથી. એટલે આવું એક સર્વસાધારણ અને સર્વગમ્ય કામ કરવામાં વિચારવાન સાધુઓ આગળ આવે, પિતાપિતાનો ફાળો આપે. એ નિમિતે એકત્ર થાય તે એથી “સારા ” પદ સાર્થક બને.
હમણાં જ જૈન સાહિત્યના ઈતિહાસનો પ્રશ્ન કાશીમાં હાથમાં લેવામાં આવ્યો છે. એમાં જૈનેતર એવા પણ અસાધારણ રેગ્યતા ધરાવનાર ડો. વાસુદેવશરણ અગ્રવાલ અને એવા બીજા વિદ્વાનો કેવળ સાંસ્કૃતિક દૃષ્ટિએ પૂરતો સાથ જ નહિ પણ આગેવાનીભરેલ ભાગ પણ છે. આ એક મારી દષ્ટિએ જૈન સમાજ માટે, ખાસ કરી સાધુગણ માટે, મંગળપ્રભાત ઊઘડે છે. જે તેઓ આ વસ્તુ બરાબર સમજી લે તે તેમણે મેળવેલ જ્ઞાનસંપત્તિને સારામાં સારો ઉપયોગ થશે અને જે તેઓ નથી જાણતા, અને જાણવા જેવું છે જ, તે જાણતા થશે, અને પિતાનું સ્થાન છે તેથી વધારે ઉન્નતા
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૧૮ ]
દર્શન અને ચિંતન
બનાવશે. જ્યાં સાધુએ પોતપોતાના સ્થાનમાં રહી કાઈ પણુ કામ કરવા ઇચ્છતા હશે ત્યાં પણ એમને એમની શક્તિ અને સાધનજોગું કામ સોંપી શકાય, એવી પણ ગાવણી થઈ શકે. પણ આ કામ કરતાં એક એવી ક્ષણ આવવાની કે જ્યારે સાધુમાનસની અત્યારની શકલ બદ્લાઈ વધારે ઉન્નત. થવાની. તેથી હું સાધુગણનાં વિકાસ અને ઉપયોગિતાની દૃષ્ટિએ અને નવ જગતની માગણીને સાપવાની દૃષ્ટિએ ઇતિહાસની, તેમાંય શરૂઆતમાં જૈન સાહિત્યના પ્રતિહાસની, અગત્યતા વિશે વિચારકાનું ધ્યાન આકર્ષવા ઈચ્છું છું.
આવતા આકટોબરના અંતમાં અમદાવાદ મુકામે એલ ઇન્ડિયા એરિમેન્ટલ કાન્ફરન્સ ભરાવાની છે. તેમાં તેના મુખ્ય પ્રમુખ વિશ્વવિશ્રુત ડૉ. સુનીતિકુમાર ચેટર્જી છે. એ કાન્સના અનેક વિભાગેા છે. તેમાં એક વિભાગ જૈન પર’પરાને લગતા પણ છે. આ વખતે તેના અધ્યક્ષ ખાનૂ કામતાપ્રસાદ જૈન છે. એની બધી શાખાઓમાં તે તે વિષયના વિશિષ્ટ વિદ્વાન
આ દેશના જુદા જુદા ભાગોમાંથી તે આવવાના જ; પણ કેટલાય નામાંકિત વિદેશી વિદ્વાના પણ આવવાના. આ એક એવા મેળા હોય છે, જેમાં અનેક વિષયના પારગામી વિદ્વાનો એકત્ર થાય છે અને અનેક વિષયેાના અનેક નિષ્ઠા અનેક ભાષાઓમાં વહેંચાય છે, એવા વિષયો પર વ્યાખ્યાતા. થાય છે, ચર્ચાએ પણ થાય છે. એ દિવસેામાં જાણે એવું વાતાવરણ સર્જાય છે કે સરસ્વતીની બધી શાખા કે અધી ધારા દૃશ્યમાન થતી ન ય !. ગુજરાત માટે આ એક ખાસ આકર્ષણ છે. અમદાવાદ એક રીતે જૈન નગર છે. એમાં ગૃહસ્થા અને ત્યાગીએ ધણા છે. તે જો આ વાતાવરણ જોશે તે તેમને ઉપર કરેલી ચર્ચાનું હાર્દ સમજાશે. પશુ અહીં તો એક ખીજી વાત ' પણ સૂચવવી યોગ્ય લાગે છે. તે એ કે, એ જ દિવસે માં જૈન સાહિત્યના ઇતિહાસની રૂપરેખા વિચારવા અને એ અંગેના ખીજા ઘણા પ્રશ્નો ઉપર ચર્ચા કરવા એક ખેટક ભરવામાં આવનાર છે.
એ બેડ ફ્રાન્સના દિવસોથી સ્વત ંત્ર હશે. તે માટે બે કે ત્રણ દિવસ ખાસ રાખવા ધાર્યા છે. આ અંગે જૈન સાહિત્યના ઇતિહાસમાં રસ ધરાવનાર અને તન્ન એવા કેટલાક વિશિષ્ટ વિદ્વાનને પણ આમંત્રણ અપાશે. એટલે જેને કેવળ આ વિષયમાં રસ હાય તેને માટે પણ પૂરતી સામગ્રી છે જ. ડૉ. વાસુદેવશરણુ અગ્રવાલ, જેમને નિર્દેશ ઉપર કરવામાં આવ્યા છે, તેને ન જાણુતા હોય તેમને માટે આ સ્થાને સૂચવવાનુ એટલું જ છે કે શ્રમ' માસિકના આ વખતના અંકમાં પ્રગટ થયેલ તેમને પ્રાચીન
Page #5
--------------------------------------------------------------------------
________________ ઇતિહાસની અગત્યતા [ 219 મથુરા જૈન ઘા વૈમર' લેખ વા; અને તેમનું હમણાં જ પ્રસિદ્ધ થયેલ “પિત : પદ પાંસ્કૃતિક અન’ એ હિન્દી પુસ્તક વાંચી લે. એમ તે એમણે અનેક પુસ્તક અને લેખે લખ્યાં છે, પણ આ સ્થળે તો માત્ર હું એ બે લખાણ તરફ જ ધ્યાન ખેચું છું. શ્રી. અગ્રવાલઝની પેઠે. બીજા પણ સમર્થ વિદ્વાને, જેઓ જૈન સાહિત્યના ઈતિહાસમાં સહકાર આપે તેવા છે અને આપવા ઇચ્છે છે, તેઓ પણ અમદાવાદમાં આવવાના. એટલે જેઓની ચેતના મૂતિ થઈ ન હોય અને જેઓની જ્ઞાનનાડી ધબકતી હોય તેઓ આ આવતી તકને પૂરતો ઉપયોગ કરી લેશે એમ હું માનું છું. –જેન, શ્રાવણ 2009