________________
૨૧૮ ]
દર્શન અને ચિંતન
બનાવશે. જ્યાં સાધુએ પોતપોતાના સ્થાનમાં રહી કાઈ પણુ કામ કરવા ઇચ્છતા હશે ત્યાં પણ એમને એમની શક્તિ અને સાધનજોગું કામ સોંપી શકાય, એવી પણ ગાવણી થઈ શકે. પણ આ કામ કરતાં એક એવી ક્ષણ આવવાની કે જ્યારે સાધુમાનસની અત્યારની શકલ બદ્લાઈ વધારે ઉન્નત. થવાની. તેથી હું સાધુગણનાં વિકાસ અને ઉપયોગિતાની દૃષ્ટિએ અને નવ જગતની માગણીને સાપવાની દૃષ્ટિએ ઇતિહાસની, તેમાંય શરૂઆતમાં જૈન સાહિત્યના પ્રતિહાસની, અગત્યતા વિશે વિચારકાનું ધ્યાન આકર્ષવા ઈચ્છું છું.
આવતા આકટોબરના અંતમાં અમદાવાદ મુકામે એલ ઇન્ડિયા એરિમેન્ટલ કાન્ફરન્સ ભરાવાની છે. તેમાં તેના મુખ્ય પ્રમુખ વિશ્વવિશ્રુત ડૉ. સુનીતિકુમાર ચેટર્જી છે. એ કાન્સના અનેક વિભાગેા છે. તેમાં એક વિભાગ જૈન પર’પરાને લગતા પણ છે. આ વખતે તેના અધ્યક્ષ ખાનૂ કામતાપ્રસાદ જૈન છે. એની બધી શાખાઓમાં તે તે વિષયના વિશિષ્ટ વિદ્વાન
આ દેશના જુદા જુદા ભાગોમાંથી તે આવવાના જ; પણ કેટલાય નામાંકિત વિદેશી વિદ્વાના પણ આવવાના. આ એક એવા મેળા હોય છે, જેમાં અનેક વિષયના પારગામી વિદ્વાનો એકત્ર થાય છે અને અનેક વિષયેાના અનેક નિષ્ઠા અનેક ભાષાઓમાં વહેંચાય છે, એવા વિષયો પર વ્યાખ્યાતા. થાય છે, ચર્ચાએ પણ થાય છે. એ દિવસેામાં જાણે એવું વાતાવરણ સર્જાય છે કે સરસ્વતીની બધી શાખા કે અધી ધારા દૃશ્યમાન થતી ન ય !. ગુજરાત માટે આ એક ખાસ આકર્ષણ છે. અમદાવાદ એક રીતે જૈન નગર છે. એમાં ગૃહસ્થા અને ત્યાગીએ ધણા છે. તે જો આ વાતાવરણ જોશે તે તેમને ઉપર કરેલી ચર્ચાનું હાર્દ સમજાશે. પશુ અહીં તો એક ખીજી વાત ' પણ સૂચવવી યોગ્ય લાગે છે. તે એ કે, એ જ દિવસે માં જૈન સાહિત્યના ઇતિહાસની રૂપરેખા વિચારવા અને એ અંગેના ખીજા ઘણા પ્રશ્નો ઉપર ચર્ચા કરવા એક ખેટક ભરવામાં આવનાર છે.
એ બેડ ફ્રાન્સના દિવસોથી સ્વત ંત્ર હશે. તે માટે બે કે ત્રણ દિવસ ખાસ રાખવા ધાર્યા છે. આ અંગે જૈન સાહિત્યના ઇતિહાસમાં રસ ધરાવનાર અને તન્ન એવા કેટલાક વિશિષ્ટ વિદ્વાનને પણ આમંત્રણ અપાશે. એટલે જેને કેવળ આ વિષયમાં રસ હાય તેને માટે પણ પૂરતી સામગ્રી છે જ. ડૉ. વાસુદેવશરણુ અગ્રવાલ, જેમને નિર્દેશ ઉપર કરવામાં આવ્યા છે, તેને ન જાણુતા હોય તેમને માટે આ સ્થાને સૂચવવાનુ એટલું જ છે કે શ્રમ' માસિકના આ વખતના અંકમાં પ્રગટ થયેલ તેમને પ્રાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org