________________
ઇતિહાસની અગત્યતા
[ ર૧૭ પણ એક ગણુ-ગચ્છની વાત કરતા નથી. આપણે એક એવા ઈતિહાસની વાત કરીએ છીએ કે જેમાં જૈન પરંપરામાં થઈ ગયેલા અને અસ્તિત્વ ધરાવતા કોઈ પણ ફિરકાની ઉપેક્ષા નહિ હૈય, તેમ જ કઈ એકને અનુચિત પ્રાધાન્ય આપી બીજની અઘટિત ઉપેક્ષા નહિ હેય. જે કાંઈ સત્યની દૃષ્ટિએ, સાધના પ્રમાણમાં, લખવાનું પ્રાપ્ત થાય તે જ લખાય. આથી દરેક ફિરકે પિતાની પ્રથમની સેવેલી ધારણુઓને એકાંત સંતોષી જ શકે, એમ ન બને પણ આવો ઇતિહાસ દરેક ફિરકાના સંકુચિત મનને ઉદાર બનાવે અને દરેક પરસ્પર સહાનુભૂતિથી વિચારતાં-વર્તતાં શીખે, એનું સાધન પણ પૂરું પાડે. તેથી ગૃહસ્થ કરતાં આ પ્રશ્ન પર હવે સાધુઓએ જ આગળ આવવું જોઈએ, એમ હું માનું છું.
અત્યારે જ્યાં જોઈએ છીએ ત્યાં સાધુશક્તિ તદન વેરવિખેર થયેલી દેખાય છે; સમય સાથે કામ કરતી ન હોવાથી વધારે અવગણનાપાત્ર પણ બનતી જાય છે. કઈ પણ સમાજ અને સંધ માટે જે સંભૂયકારિતા–પરસ્પર ભળીને સંવાદિતાથી કામ કરવાની આવડત–આવશ્યક છે તે નિર્માણ કર્યા સિવાય કદી ચાલે તેમ નથી. જ્યારે ઈતિહાસનું કામ વિચારીએ અને શરૂ કરવું હોય ત્યારે એમાં સાધુશક્તિને સાંકળી શકાય. તેઓ જુદા જુદા ગણગચ્છના હોય તે પણ એકબીજાના પ્રત્યક્ષ સંપર્કમાં આવે અને વિચારવિનિમય પણ કરે. આજે બધાં જ તંત્રો સહકારથી ચાલે છે, જ્યારે સહકાર વિના એક નિષ્ણભ જેવું અને કેટલેક અંશે અજાગલસ્તન જેવું કઈ તંત્ર હોય તો તે જૈન સમાજનું ગુતંત્ર લાગે છે. આ સ્થિતિ જીવતા સમાજ માટે નભાવવા જેવી નથી. એટલે આવું એક સર્વસાધારણ અને સર્વગમ્ય કામ કરવામાં વિચારવાન સાધુઓ આગળ આવે, પિતાપિતાનો ફાળો આપે. એ નિમિતે એકત્ર થાય તે એથી “સારા ” પદ સાર્થક બને.
હમણાં જ જૈન સાહિત્યના ઈતિહાસનો પ્રશ્ન કાશીમાં હાથમાં લેવામાં આવ્યો છે. એમાં જૈનેતર એવા પણ અસાધારણ રેગ્યતા ધરાવનાર ડો. વાસુદેવશરણ અગ્રવાલ અને એવા બીજા વિદ્વાનો કેવળ સાંસ્કૃતિક દૃષ્ટિએ પૂરતો સાથ જ નહિ પણ આગેવાનીભરેલ ભાગ પણ છે. આ એક મારી દષ્ટિએ જૈન સમાજ માટે, ખાસ કરી સાધુગણ માટે, મંગળપ્રભાત ઊઘડે છે. જે તેઓ આ વસ્તુ બરાબર સમજી લે તે તેમણે મેળવેલ જ્ઞાનસંપત્તિને સારામાં સારો ઉપયોગ થશે અને જે તેઓ નથી જાણતા, અને જાણવા જેવું છે જ, તે જાણતા થશે, અને પિતાનું સ્થાન છે તેથી વધારે ઉન્નતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org