Book Title: Ilachi kumara
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 3
________________ ઈલાચીકુમાર કરવાનું કહે છે? ચોક્કસ રાજા આ સુંદર છોકરીથી આકર્ષાયો છે, અને હું દોરડા પરથી પડી જાઉં તેની જ રાહ જુએ છે. “હું દોરડા પરથી પડી જાઉં તો હું ખૂબ જ ઘવાઈ જાઉં અને ફરી આવા ખેલ કરવા શક્તિમાન ન રહ્યું અને એ સંજોગોમાં હું આ સુંદર છોકરીનેજેના ખાતર મેં મારા માતાપિતા તથા સમાજધર્મને છોડ્યા-પરણી ન શકું.” એ સમજી ગયો કે તે જેને સુખ માને છે તે એક ભ્રમણા છે. એને પોતે આચરેલા ધર્મના સિદ્ધાંતો યાદ આવ્યા. શરીરમાં રહેલો આત્મા અને તેની અનંત શક્તિની વાત એ સારી રીતે સમજતો હતો. નટ તરીકેની કુશળતા અને આંતરિક શક્તિને કારણે જ પ્રાપ્ત થઈ હતી. સાધુ આ બધાથી પર રહી શક્યા કારણ કે તેઓ ખૂબ જ જાગ્રત અને સાવધ હતા. નટ તરીકે પણ દોરડા પર ચાલતા મારે ખૂબ સાવધ રહેવું પડે છે નહિ તો ઊંચેથી પડી જવાય અને કદાચ મૃત્યુ પણ આવે. તો શા માટે આવી જાગૃતિ રાખીને આધ્યાત્મિક વિકાસ માટે પ્રાણ ન આપું? આ ભવ પહેલાંની જિંદગીમાં તેણે ઘણો આધ્યાત્મિક વિકાસ સાધ્યો હતો. તે સંસ્કાર ઊંડે ઊંડે આત્મામાં સંઘરાયેલા હતા. સાધુએ ઉદ્દીપકનું કામ કર્યું. તે સાધુના હાવભાવ જોઈન માયાનું મિથ્યાપણું સમજી જતા ઈલાચીકુમાર સંપૂર્ણ જાગ્રત થઈ ગયા. અને આત્માને ઉદ્ધારે તે જ સાચું બાકી બધું ભ્રામક છે એમ સમજાઈ ગયું. દોરડા પર ચાલતાં ચાલતાં જ તે પોતાના આત્મામાં ઊંડા ઊતરી ગયા અને ત્યાં જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. થાંભલા પરથી નીચે ઊતરી સહુની વિદાય લઈને તે સ્થાન છોડી ચાલ્યા ગયા. આ વાત વૈરાગ્યના સિદ્ધાંતને કેંદિત કરૅ છે. ભૌતિક ચીજો, માણસો અથવા તેમના પ્રત્યેના રાગનું આકર્ષણ જ આપણા માટે કે બીજા માટે દુઃખનું કારણ બને છે. બાહ્ય દુનિયા પ્રત્યેનું આપણું આકર્ષણ ઓછું કરવાના પ્રયત્ન કરવા જોઈએ અને આપણા આત્મા પ્રત્યે માખણું ધ્યાન કેંદ્રિત કરવું. આભ સાક્ષાત્કારના માગૅમાં મોહ-માયા નડતર છે. સાધુનું સુંદર સ્ત્રી સામેં નજર સુદ્ધાં ન કી એ ઈલાચીકુમા૨ને સાચા રસ્તે દોરૅ છે. 79 જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3