Book Title: Ilachi kumara
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 1
________________ ઈલાચીકુમ્ભાર ૧૭. ઈલાચીકુમાર ઈલાવર્ધન શહેરમાં ધનદત્ત નામનો મોટો વેપારી રહેતો હતો. તેની પત્ની ઇલાચીએ ખૂબ સુંદર પુત્રને જન્મ આપ્યો. એકનો એક દીકરો હોવાથી જીવિત રહે તેવી માન્યતાથી તેનું નામ પાડ્યું ન હતું. પણ તે ઇલાચીનો દીકરો હોવાથી સહુ તેને ઇલાચી-પુત્ર કહીને બોલાવતા. એને ખૂબ જ લાડકોડથી ઉછેરવામાં આવતો. કોઈ વાતની કમી ન હતી. સુંદર નવયુવાન બન્યો એટલે સહુ તેને ઇલાચીકુમાર કહીને બોલાવતા. તેના માતા-પિતાએ તેના લગ્ન કરવાનું વિચાર્યું. ઇલાચીકુમારનું કુટુંબ ખૂબ જ સુખી અને ખાનદાન હતું. ઇલાચીકુમાર દેખાવે સુંદર હોવાને કારણે ઘણાં માતા-પિતા પોતાની દીકરી એની સાથે પરણાવવા ઉત્સુક હતા. સારી ખાનદાન છોકરીઓની યાદી બનાવીને પસંદગી માટે ઇલાચીકુમારને આપી, ઇલાચી માટે પસંદગીનું કામ અઘરું હતું. એક દિવસ ઇલાવર્ધનમાં નટનો ખેલ કરતી ટોળી આવી. તેઓ ખુલ્લી જગ્યામાં વાંસ ખોડીને દોરડા બાંધીને ખેલ બતાવતા. ઢોલ વગાડી પોતાના આવ્યાની અને ખેલ શરૂ થવાની જાહેરાત કરતા. આખું ગામ ખેલ જોવા ભેગું થતું. નટ વારાફરતી દોરડા પર ચઢીને ચાલતાં ચાલતાં નૃત્ય કરતાં કરતાં એક છેડેથી બીજા છેડે પહોંચતા. તેમની એ કળા જોઈને સહુ પ્રેક્ષકવર્ગ આફરીન પોકારી ઊઠતો. ઇલાચીકુમાર પણ આ ખેલ જોવા ગયો. નટના સરદારની ખૂબ જ સુંદર અને સરસ નૃત્ય કરતી છોકરી ઇલાચીકુમારને ખૂબ જ ગમી ગઈ. તેની નજર તેના પર જ ચોંટી ગઈ હતી. ખેલ પૂરો થયા પછી નટ દોરડા, વાંસ વગેરે સંકેલીને ત્યાં ભેગા થયેલા લોકો પાસેથી પૈસા ઉઘરાવતા. સારી એવી રકમ ભેગી કરીને તેઓ તેમના તંબુમાં રાત રોકાતા. ખેલ પૂરો થતાં સહુ પોતપોતાને ઘેર ગયા. ઇલાચીકુમાર પણ સ્વગૃહે પાછો ફર્યો. પણ તેના મગજમાંથી નટની સુંદર છોકરી ખસતી ન હતી. રાત્રે જમવાના સમયે પણ તે સૂનમૂન બેસી જ રહ્યો. પિતાએ ઘણું પૂછ્યું પણ તેણે કંઈ જ જવાબ ન આપ્યો. છેવટે રાત્રે તેની માતાએ ખૂબ જ પ્રેમપૂર્વક પૂછપરછ કરી ત્યારે તેણે નટની છોકરી સાથે લગ્ન કરવા છે તેવું જણાવ્યું. તેની માતાને આ સાંભળી આઘાત લાગ્યો. આપણા સમાજમાંથી ઉચ્ચ કોમની ખાનદાન ખૂબ જ સુંદર અને સુશીલ છોકરી સાથે તને પરણાવીશું. તે હલકા કુળની છોકરીને તું ભૂલી જા. પણ ઇલાચીકુમાર પોતાના વિચારોમાં મક્કમ હતો. જ્યારે ધનદત્તે આ વાત જાણી તો તેમને પણ આઘાત લાગ્યો. ધનદત્તે ખૂબ સમજાવ્યો પણ તે એકનો બે ન થયો. ધનદત્ત ખૂબ જ સમજુ હતા. પોતાની આબરૂના ભોગે પોતે દીકરાને ગુમાવવા તૈયાર ન હતા. તેથી નટના નાયકને બોલાવી ઇલાચીકુમાર માટે તેની દીકરીનો હાથ માંગ્યો. પોતાની જાતિની બહાર લગ્ન ન કરી શકાય એવો નિયમ હોવાથી નટે પોતાની દીકરીના લગ્ન ઇલાચીકુમાર સાથે કરવાની ના પાડી. ધનદત્તને લાગ્યું કે તેને દીકરીના બદલામાં પૈસા જોઈતા હશે એટલે માંગે તે આપવા તૈયાર થયા પણ નટ માન્યો નહિ. ધનદત્તે તેમની જાતિનો રિવાજ પૂળ્યો. નટે જણાવ્યું કે અમારી જાતિમાં છોકરો રાજાને પોતાની નટને લગતી અવનવી કળાથી પ્રસન્ન કરે અને રાજા પ્રસન્ન થઈ એને ઇનામ આપે તો જ અમે તેને અમારી દીકરી પરણાવી શકીએ. અને એ ઇનામના પૈસાથી જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3