Book Title: Ilachi kumara Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201017/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમ્ભાર ૧૭. ઈલાચીકુમાર ઈલાવર્ધન શહેરમાં ધનદત્ત નામનો મોટો વેપારી રહેતો હતો. તેની પત્ની ઇલાચીએ ખૂબ સુંદર પુત્રને જન્મ આપ્યો. એકનો એક દીકરો હોવાથી જીવિત રહે તેવી માન્યતાથી તેનું નામ પાડ્યું ન હતું. પણ તે ઇલાચીનો દીકરો હોવાથી સહુ તેને ઇલાચી-પુત્ર કહીને બોલાવતા. એને ખૂબ જ લાડકોડથી ઉછેરવામાં આવતો. કોઈ વાતની કમી ન હતી. સુંદર નવયુવાન બન્યો એટલે સહુ તેને ઇલાચીકુમાર કહીને બોલાવતા. તેના માતા-પિતાએ તેના લગ્ન કરવાનું વિચાર્યું. ઇલાચીકુમારનું કુટુંબ ખૂબ જ સુખી અને ખાનદાન હતું. ઇલાચીકુમાર દેખાવે સુંદર હોવાને કારણે ઘણાં માતા-પિતા પોતાની દીકરી એની સાથે પરણાવવા ઉત્સુક હતા. સારી ખાનદાન છોકરીઓની યાદી બનાવીને પસંદગી માટે ઇલાચીકુમારને આપી, ઇલાચી માટે પસંદગીનું કામ અઘરું હતું. એક દિવસ ઇલાવર્ધનમાં નટનો ખેલ કરતી ટોળી આવી. તેઓ ખુલ્લી જગ્યામાં વાંસ ખોડીને દોરડા બાંધીને ખેલ બતાવતા. ઢોલ વગાડી પોતાના આવ્યાની અને ખેલ શરૂ થવાની જાહેરાત કરતા. આખું ગામ ખેલ જોવા ભેગું થતું. નટ વારાફરતી દોરડા પર ચઢીને ચાલતાં ચાલતાં નૃત્ય કરતાં કરતાં એક છેડેથી બીજા છેડે પહોંચતા. તેમની એ કળા જોઈને સહુ પ્રેક્ષકવર્ગ આફરીન પોકારી ઊઠતો. ઇલાચીકુમાર પણ આ ખેલ જોવા ગયો. નટના સરદારની ખૂબ જ સુંદર અને સરસ નૃત્ય કરતી છોકરી ઇલાચીકુમારને ખૂબ જ ગમી ગઈ. તેની નજર તેના પર જ ચોંટી ગઈ હતી. ખેલ પૂરો થયા પછી નટ દોરડા, વાંસ વગેરે સંકેલીને ત્યાં ભેગા થયેલા લોકો પાસેથી પૈસા ઉઘરાવતા. સારી એવી રકમ ભેગી કરીને તેઓ તેમના તંબુમાં રાત રોકાતા. ખેલ પૂરો થતાં સહુ પોતપોતાને ઘેર ગયા. ઇલાચીકુમાર પણ સ્વગૃહે પાછો ફર્યો. પણ તેના મગજમાંથી નટની સુંદર છોકરી ખસતી ન હતી. રાત્રે જમવાના સમયે પણ તે સૂનમૂન બેસી જ રહ્યો. પિતાએ ઘણું પૂછ્યું પણ તેણે કંઈ જ જવાબ ન આપ્યો. છેવટે રાત્રે તેની માતાએ ખૂબ જ પ્રેમપૂર્વક પૂછપરછ કરી ત્યારે તેણે નટની છોકરી સાથે લગ્ન કરવા છે તેવું જણાવ્યું. તેની માતાને આ સાંભળી આઘાત લાગ્યો. આપણા સમાજમાંથી ઉચ્ચ કોમની ખાનદાન ખૂબ જ સુંદર અને સુશીલ છોકરી સાથે તને પરણાવીશું. તે હલકા કુળની છોકરીને તું ભૂલી જા. પણ ઇલાચીકુમાર પોતાના વિચારોમાં મક્કમ હતો. જ્યારે ધનદત્તે આ વાત જાણી તો તેમને પણ આઘાત લાગ્યો. ધનદત્તે ખૂબ સમજાવ્યો પણ તે એકનો બે ન થયો. ધનદત્ત ખૂબ જ સમજુ હતા. પોતાની આબરૂના ભોગે પોતે દીકરાને ગુમાવવા તૈયાર ન હતા. તેથી નટના નાયકને બોલાવી ઇલાચીકુમાર માટે તેની દીકરીનો હાથ માંગ્યો. પોતાની જાતિની બહાર લગ્ન ન કરી શકાય એવો નિયમ હોવાથી નટે પોતાની દીકરીના લગ્ન ઇલાચીકુમાર સાથે કરવાની ના પાડી. ધનદત્તને લાગ્યું કે તેને દીકરીના બદલામાં પૈસા જોઈતા હશે એટલે માંગે તે આપવા તૈયાર થયા પણ નટ માન્યો નહિ. ધનદત્તે તેમની જાતિનો રિવાજ પૂળ્યો. નટે જણાવ્યું કે અમારી જાતિમાં છોકરો રાજાને પોતાની નટને લગતી અવનવી કળાથી પ્રસન્ન કરે અને રાજા પ્રસન્ન થઈ એને ઇનામ આપે તો જ અમે તેને અમારી દીકરી પરણાવી શકીએ. અને એ ઇનામના પૈસાથી જૈન કથા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ અમે નાત જમાડીયે. ધનદત્ત નિરાશ થઈ ગયા કારણ કે પોતાનો દીકરો એવી કોઈ કળા જાણતો જ નથી. ધનદત્તે પત્નીને બધી વિગતવાર વાત કરી. તેમણે દીકરાને સમજાવ્યું કે પારંગત નટ જ એ છોકરીને પરણી શકે માટે તું એને ભૂલી જા . ઇલાચીકુમાર ઉપરથી શાંત હતો પણ તેના મગજમાં તો વિચારના ઘોડા દોડતા હતા. એ છોકરી વિના પોતે સુખી નહિ જ થઈ શકે માટે જે ભોગ આપવો પડે તે આપવા તે તૈયાર થયો. તેના મૌનનો માતા-પિતાએ ખોટો અર્થ ઘટાવ્યો. લાગ્યું કે સમય જતાં તે ભૂલી જશે. તેઓ તેનું મન બીજે વાળવા પ્રયત્ન કરવા લાગ્યા. ઇલાચીકુમારે ઉપર ઉપરથી તેમને સહકાર આપતો હોય તેવો દેખાવ કર્યો પણ મનથી તે મક્કમ હતો. નટની મંડળીએ જ્યારે ઇલાવર્ધન છોડીને જવાનું નક્કી કર્યું ત્યારે ઇલાચીકુમારે માતાપિતાથી છાનામાના ઘર છોડી દીધું અને નટની ટુકડીમાં ભળી ગયો. એણે નટનો પહેરવેશ અપનાવી લીધો. નટવિદ્યા શીખવાની શરૂ કરી. નટની છોકરી પણ ઇલાચીકુમારના પ્રેમમાં ગળાડૂબ હતી તેથી તે પણ ઇલાચીકુમારને મદદ કરવા લાગી. અંતે તે કુશળ નટ બની ગયો. જયારે તેઓ બેનાતટ નગરમાં ગયા ત્યારે ઈલાચીકુમારે છોકરીના પિતાને કહ્યું કે મને તમારા રાજા પાસે હાજર કરો. હું મારી કળાથી તેમને ખુશ કરીશ. નટના નાયકે રાજાને વિનંતી કરી કે જુવાન નટના ખેલ જોઈને તેને શિરપાવ આપો. રાજા કબૂલ થયા અને યોગ્ય સમયે આવીને પોતાની જગ્યાએ બેસી ગયા. તેમને નમસ્કાર કરી ઇલાચીકુમાર દોરડા પર ચઢી ગયો. કૂદકા ભરતો નૃત્ય કરતો તે દોરડા પર ખૂબ જ સિફતથી સરકી રહ્યો હતો. જોખમી ખેલ દ્વારા પ્રેક્ષકોનું મન જીતી લીધું. ઇલાચીકુમારને લાગ્યું કે એણે યોગ્ય મહેનત દ્વારા પોતાની કળા સારી રીતે રજૂ કરી છે. નીચે ઊતરી રાજાને નમસ્કાર કરી યોગ્ય ઇનામની જાહેરાત કરવા વિનંતી કરી. આ સમય દરમિયાન રાજાનું ધ્યાન ઇલાચીકુમારના જોખમી ખેલ કરતાં તે સુંદર છોકરી તરફ વધારે હતું. તે ઇલાચીકુમારને પ્રેમથી પ્રોત્સાહન આપ્યા કરતો હતો. નટના નાયકે રાજાને ઇલાચીકુમારની કલાથી આનંદ આવ્યો કે કેમ તે પૂછ્યું. રાજાએ ઢોંગ કરી ખોટેખોટું કહ્યું કે રાજ્યના અનેક પ્રશ્નોમાં મારું મન એટલું વ્યગ્ર હતું કે મેં બરાબર ખેલ જોયો જ નથી. તેણે ઇલાચીકુમારને ફરીવાર ખેલ કરવા જણાવ્યું, ઈલાચીકુમારે ફરીવાર બમણા ઉત્સાહથી અવનવા ખેલ કરી રાજાને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યા. ફરીવાર પણ રાજાએ ખોટું બહાનું કાઢી ફરી ખેલ કરવા કહ્યું. ઇલાચીકુમારને ગળે રાજાની વાત ન ઊતરી. તેને ખ્યાલ આવ્યો કે કંઈક ખોટું થઈ રહ્યું છે, છતાં તે સુંદર છોકરીને પામવાની ઇચ્છાથી તે ફરી પોતાના ખેલ બતાવવા તૈયાર થયો. જ્યારે તે ફરી ખેલ કરવા દોરડા પર ચડ્યો ત્યારે તેણે ચારેબાજુ નજર દોડાવી. તેણે જોયું કે સામેના મકાનમાં એક સુંદર યુવાન સ્ત્રી યુવાન સાધુને ગોચરીમાં મીઠાઈ વ્હોરાવી રહી છે. આશ્ચર્ય વચ્ચે ઇલાચીકુમારે નોંધ્યું કે તે સાધુ નીચી નજરે ઊભા છે અને તે સ્ત્રીની સુંદરતા સામે નજર પણ કરતા નથી. તેનાથી પોતાની જાતની સરખામણી થઈ ગઈ. એક સુંદર છોકરી ખાતર તેણે પોતાની આખી જિંદગી બદલી નાંખી અને આ સાધુ આવી સુંદર સ્ત્રી સામે હોવા છતાં વિચલિત થતા નથી, જોતાં પણ નથી. સાધુનો આત્મસંયમ અને તે સ્ત્રી તરફની ઉપેક્ષાવૃત્તિ તે જોઈ જ રહ્યો. સાધુના મોં પર પરમ શાંતિ હતી. સાધુની આવી વૃત્તિ ઇલાચીકુમારના મનને સ્પર્શી ગઈ. “શા માટે હું આ સુંદર છોકરીની ઉપેક્ષા નથી કરી શકતો?” વળી વિચારવા લાગ્યો કે રાજા શા માટે વારંવાર ખેલ જૈન કથા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમાર કરવાનું કહે છે? ચોક્કસ રાજા આ સુંદર છોકરીથી આકર્ષાયો છે, અને હું દોરડા પરથી પડી જાઉં તેની જ રાહ જુએ છે. “હું દોરડા પરથી પડી જાઉં તો હું ખૂબ જ ઘવાઈ જાઉં અને ફરી આવા ખેલ કરવા શક્તિમાન ન રહ્યું અને એ સંજોગોમાં હું આ સુંદર છોકરીનેજેના ખાતર મેં મારા માતાપિતા તથા સમાજધર્મને છોડ્યા-પરણી ન શકું.” એ સમજી ગયો કે તે જેને સુખ માને છે તે એક ભ્રમણા છે. એને પોતે આચરેલા ધર્મના સિદ્ધાંતો યાદ આવ્યા. શરીરમાં રહેલો આત્મા અને તેની અનંત શક્તિની વાત એ સારી રીતે સમજતો હતો. નટ તરીકેની કુશળતા અને આંતરિક શક્તિને કારણે જ પ્રાપ્ત થઈ હતી. સાધુ આ બધાથી પર રહી શક્યા કારણ કે તેઓ ખૂબ જ જાગ્રત અને સાવધ હતા. નટ તરીકે પણ દોરડા પર ચાલતા મારે ખૂબ સાવધ રહેવું પડે છે નહિ તો ઊંચેથી પડી જવાય અને કદાચ મૃત્યુ પણ આવે. તો શા માટે આવી જાગૃતિ રાખીને આધ્યાત્મિક વિકાસ માટે પ્રાણ ન આપું? આ ભવ પહેલાંની જિંદગીમાં તેણે ઘણો આધ્યાત્મિક વિકાસ સાધ્યો હતો. તે સંસ્કાર ઊંડે ઊંડે આત્મામાં સંઘરાયેલા હતા. સાધુએ ઉદ્દીપકનું કામ કર્યું. તે સાધુના હાવભાવ જોઈન માયાનું મિથ્યાપણું સમજી જતા ઈલાચીકુમાર સંપૂર્ણ જાગ્રત થઈ ગયા. અને આત્માને ઉદ્ધારે તે જ સાચું બાકી બધું ભ્રામક છે એમ સમજાઈ ગયું. દોરડા પર ચાલતાં ચાલતાં જ તે પોતાના આત્મામાં ઊંડા ઊતરી ગયા અને ત્યાં જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. થાંભલા પરથી નીચે ઊતરી સહુની વિદાય લઈને તે સ્થાન છોડી ચાલ્યા ગયા. આ વાત વૈરાગ્યના સિદ્ધાંતને કેંદિત કરૅ છે. ભૌતિક ચીજો, માણસો અથવા તેમના પ્રત્યેના રાગનું આકર્ષણ જ આપણા માટે કે બીજા માટે દુઃખનું કારણ બને છે. બાહ્ય દુનિયા પ્રત્યેનું આપણું આકર્ષણ ઓછું કરવાના પ્રયત્ન કરવા જોઈએ અને આપણા આત્મા પ્રત્યે માખણું ધ્યાન કેંદ્રિત કરવું. આભ સાક્ષાત્કારના માગૅમાં મોહ-માયા નડતર છે. સાધુનું સુંદર સ્ત્રી સામેં નજર સુદ્ધાં ન કી એ ઈલાચીકુમા૨ને સાચા રસ્તે દોરૅ છે. 79 જૈન કથા સંગ્રહ