Book Title: Hindu Society of North Carolina
Author(s): Hindu Society of North Carolina
Publisher: Hindu Society of North Carolina
View full book text
________________
56 Page
શ્રી અંબાજીની આરતી
જય આદ્યા શકિત મા, જય આદ્યા શકિતઃ (ર) અખંડ બ્રહ્માંડ નીપાવ્યાં (૨) પડવે પ્રગટ્યાં મા. જયો જયો .. દિતિયા બેય સ્વરૂપ, શિવ શકિત જાણુ મા શિવ (૨) ભૂકા ગણપતિ ગાયે (૨) હર ગાયે હર માં. જયો જયો .. તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠો. મા. ત્રિભુવન. (૨) ગયા થકી તરવેણી (ર) તું તરવેણી મા. જયો જયો ... ચોથે ચતુરા મહાલક્ષ્મી. મા સચરાચર વ્યાપ્યો મા. (૨) ચાર ભુજા ચૌદ દિશા (ર) પ્રગટયાં દક્ષિણ મા. જયો જયો ... પંચમી પંચ ઋષિ, પંચમગુણ પદમા મા. પંચમ. (૨) પંચ તત્વ ત્યાં સોહિએ (૨) પંચે તત્વો મા. જયો જયો ... ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો મા મહિષાસુર (૨) નર નારીનાં રૂપે (ર) વ્યાપ્યાં સગરે મા: જયો જયો ... સપ્તમી સાત પાતાળ, સંધ્યા સાવિત્રી મા સંધ્યા (ર) ગૌ ગંગા ગાયત્રી (ર) ગૌરી ગીતા મા જયો જયો ... અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા મા આઈ (ર) સુરનર મુનિવર જનમ્યા, (ર) દેવો દૈત્યો મા, જયો જયો ... નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા મા. સે. (ર) નવરાત્રીના પૂજન. શિવરાત્રીના અર્ચન, કીધા હર બહામાં જયો જયો ... દશમી દશ અવતાર. જય વિજયા દશમી મા જય (૨) રામે રામ રમાડયા (ર) રાવણ રોડ્યો મા. જયો જયો ... એકાદશી અગિયારશ, કાત્યાયની કામા મા કાત્યાયની (૨) કામ દુર્ગા કાલિકા (૨) શ્યામા ને રામા, જયો જયો ..
બારશે બાળા રૂપ બહુચરી અંબા મા બહુચરી (૨) બટુક ભૈરવ સોહિએ. કાળ ભૈરવ સોહિએ. તારા ચાચરમાં જયો જયો .. તેરશે તુળજા રૂપ. તું તારૂણી માતા, મા તું (૨) બ્રહ્મા વિષણુ સદાશિવ (૨) ગુણ તારા ગાતા, જયો જયો ... ચૌદશે ચૌદા રૂપ ચંડી ચમુંડા મા ચંડી (2) ભકિતલાવ કંઈ આપો, પોતાનો કરી આપો, સિંહવાહિની માતા જયો જયો ... પૂનમે કુંભ ભયો. સાંભળજો કરૂણા: મા સાંભળજો ૨)
વસિષ્ટ ગુરુએ વખાણ્યાં (૨) ગાઈ શુભ કવિતા. સંવત સોળ સતાવન સોળસે બાવીસ મા (૨) સંવત સોળે પ્રગટયા (૨) રેવાને તીરે જયો જયો ... ત્રંબાવટી નગરી આઇ. રૂપાવટી નગરી; મા ત્રંબાવટી નગરી (૨) સોળ સહસ્ત્ર ત્યાં સોહિએ (૨) ક્ષમા કરો ગૈરી જયો જયો. શિવશકિતની આરતી, જે કોઈ ગાશે, મા જે કોઈ ગાશે (ર) ભણે શિવાનંદ સ્વામી (ર) સુખ સંપતિ થાશે. કૈલાસે જયો જયો જયો.
9 0 0 ૮
છે | tt છે તે છે તે
HINDU SOCIETY OF NORTH CAROLINA CELEBERATION AND APPRICIATION (1976-2006)

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84