Book Title: Hemchandra Acharya Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 1
________________ 58 ગણઘરો અને આચાર્યો ૧૨. આચાર્ય હેમચંદ્ર ગુજરાતમાં અમદાવાદથી ૬૦ માઈલ દૂર આવેલા ધંધુકામાં ઈ. સ. ૧૦૮૮ માં મોઢ વણિક જ્ઞાતિમાં આચાર્ય હેમચંદ્રનો જન્મ થયેલો. ચાચીંગ અને પાહિની તેમના માતા-પિતા હતા. જ્યારે પાહિની ગર્ભવતી હતાં ત્યારે તેમને એક સુંદર સપનું જોયું હતું. તે સપનાનું વર્ણન તેમણે તે સમયે ધંધુકા સ્થિત આચાર્ય દેવસૂરિને કર્યું હતું. સપનાંને આધારે આચાર્યએ અનુમાન બાંધ્યું હતું કે પાહિની આધ્યાત્મિક દુનિયામાં નામ કાઢે તેવા પુત્રને જન્મ આપશે. પાહિનીએ પુત્રને જન્મ આપ્યો. જેનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું. 11 આચાર્ય હેમચંદ્ર અને રાજા કુમારપાલના જીવનના વિવિધ પ્રસંનો જૈન ક્થા સંગ્રહPage Navigation
1 2 3