Book Title: Harivansh Dhal Sagar
Author(s): Gunsagar, Rameshchandra Muni
Publisher: Nagchandraswami Smarak Jain Gyan Bhandar

View full book text
Previous | Next

Page 5
________________ ( જ પ્ર સ્તા વ ના જ છે તે જ કke૯૮૮ ૯ न चोर चौर्य न च राज हार्य, न भावभाज्यं न च भारकारी । व्ययेकृते वर्धत हर नित्यं, विद्याधनं सर्व धनं प्रधानम् ॥ પરિવર્તનશીલ સંસારમાં અનાદિકાળથી નરકાદિ ચારે ગતિમાં જન્મમરણ કરતા આ આત્માએ મહાન પુણ્યોદયે માનવ જન્મ પ્રાપ્ત કર્યો અને કર્મોથી મુક્ત કરવા માટેના સર્વ સાધનો પણ પ્રાપ્ત કર્યા છતાં આ જીવ પ્રમાદી બનીને અમૂલ્ય સમયને જ્ઞાનધ્યાનની આરાધના કર્યા વિના વેડફી નાખે છે. જીવનમાં જ્ઞાનની બહુ જ આવશ્યકતા છે. જ્ઞાનથી સારઅસાર પદાર્થોનું જાણ પણું થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે – “વાળા કાળરૂ મ” જ્ઞાન દ્વારા સર્વે ભાવો જાણી શકાય છે. જાણપણું કરવા માટે જ જ્ઞાની પુરૂષોના જીવન ચરિત્ર છે. મહાન પુરૂષોના જીવન ચરિત્રમાંથી આપણને ઘણું ઘણું બધ મળે છે. આ ઢાળ સાગર (હરીવંશ) નામનું પુસ્તક છે. જેમાં ખાસ કરીને શ્રી કૃષ્ણ ચરિત્ર અને પાંડવ ચરિત્ર સવિસ્તર આપ્યું છે. હરિવંશી અસંખ્ય રાજાએ મોક્ષગામી બની ગયા છે. શ્રી કૃષ્ણ મહારાજાના પરિવારમાંથી ઘણા ઘણુ રાજાઓ, રાજકુમાર અને રાણુઓ ઉત્તમ ચારિત્ર અને તપધર્મની આરાધના કરીને સ્વર્ગ તથા મોક્ષગતિએ પામ્યા છે. શ્રી ભગવતી સૂત્ર, અંતગડસૂત્ર જ્ઞાતા વિગેરે સિદ્ધાંતોની શાખ છે. આ ઢાળસાગર અને ઢાલે રૂપે બનાવનાર વિજય ગચ્છના શ્રી પદ્મસાગરસૂરિના શિયરત્ન ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ છે. વિકમ સં. ૧૬૭૨ ના શ્રાવણ સુદ ત્રીજને સોમવારે કુક સ્વર નગરમાં આ ઢાલો પૂર્ણ કરી ગ્રંથનું નામ ઢાળસાગર ( હરિવંશ) આપ્યું. આ ઢાળસાગર નવરસથી ભરપુર છે. શ્રોતા અને

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 550