Book Title: Haim yakaran Parampara ma Sarvam Vyakam Savdharanam Nyayani Samiksha Author(s): Vasant M Bhatt Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 4
________________ ૧૩૦ વસન્તકુમાર મ. ભટ્ટ Nirgrantha આધુનિક ભાષાવિજ્ઞાનની પારિભાષિક શબ્દાવલી વાપરીને કહીએ તો હેમચંદ્રનું આ વ્યાકરણ descriptive grammar (વર્ણનાત્મક વ્યાકરણ) ગણવું કે prescriptive (આદેશાત્મક વ્યાકરણ) ગણવું ? - તો હેમચંદ્ર જયારે બૃહદ્રવૃત્તિની વૃત્તિમાં Vબૂ ધાતુના વર્તમાનકાલિક ક્રિયાપદો (પતિ-ધવત:મન્ત) વાપર્યા છે તે ખૂબ સૂચક છે. આ બૃહદ્રવૃત્તિ જ્યારે એમના હાથે લખાઈ રહી છે ત્યારે, તે તબક્કે, તેમને માટે આ વ્યાકરણ સંસ્કૃત ભાષાનું descriptive grammar (વર્ણનાત્મક વ્યાકરણ) બની રહે એવું અભિપ્રેત છે. અમુક વર્ણની પાછળ અમુક વર્ણ આવે તો ભાષામાં અમુક પ્રકારનો ધ્વનિવિકાર આવે છે, અને આવી સંધિ થાય છે (પતિ) એમ જોવા મળે છે – એમ તેઓ કહેવા માંગે (વર્ણવવા માંગે છે. વ્યાકરણના પ્રૌઢ અભ્યાસીઓને માટે બૃહદ્રવ્રુત્તિ લખ્યા પછી, જયારે તેઓ લઘુવૃત્તિની પણ રચના કરી રહ્યા છે ત્યારે તેમને મન એમનું વ્યાકરણ પ્રારંભિક કક્ષાના છાત્રો માટે prescriptive (આદેશાત્મક) પ્રકારનું બની રહે તે અભીષ્ટ છે. આથી તેમણે તે લઘુવૃત્તિમાં સૂત્રાર્થ લખતી વખતે થાતા -હ્યુઃ | જેવા “સપ્તમી'નાં ક્રિયાપદો વિધ્યર્થમાં – આદેશાત્મક રૂપે – વાપર્યા છે એમ સમજવાનું છે, ત્યાં (લઘુવૃત્તિમાં) તે “કામચાર' અર્થમાં પ્રયોજાયાં નથી. નવી ભાષાનો અભ્યાસ કરનારને માટે વ્યાકરણનાં સૂત્રો પ્રારંભે આદેશાત્મક જ હોય તે અનિવાર્ય છે. આથી ત્યાં ચહ્નો અર્થ કદાપિ “કામચાર' લઈ શકાય જ નહીં, અને એ સંજોગોમાં સર્વ વાક્ય વધારન્ ! જેવા ન્યાયને પ્રસ્તુત કરવાનું રહેતું જ નથી. અલબત્ત, હૈમ પરંપરામાં હેમહંસગણિનું આ બૃહવૃત્તિ અને લઘુવૃત્તિના સૂત્રાર્થ-નિરૂપણમાં જે શાબ્દિક ભેદ વપરાયો છે તે તરફ ધ્યાન અચૂક ગયું છે; પણ આવા ભેદયુક્ત પ્રયોગમાં કશું અનૌચિત્ય નથી એમ કહીને (એવો બચાવ કરીને) ઉમેર્યું છે કે વ્યાકરણનાં બધાં જ સૂત્રો વિધ્યર્થક જ હોય છે, અને વિધ્યર્થમાં “સપ્તમીવાળા (વિધિલિવાળા) ક્રિયાપદનો પ્રયોગ જ ઉચિત ગણાય છે. પણ ઔચિત્ય-અનૌચિત્યનો અહીં પ્રશ્ન હતો જ નહીં. મૂળ વ્યાકરણકાર આ. હેમચંદ્રસૂરિને જ એ અભીષ્ટ હતું કે તેમની બૃહદુવૃત્તિ ભણનારો પ્રૌઢ અભ્યાસી એ વાત સમજે કે ભાષા પહેલી છે અને વ્યાકરણ તેની પછી છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ વ્યાકરણકાર નવી ભાષાનું ઘડતર કરતો નથી, તે તો તેના સમયમાં વપરાતી ભાષાનું કેવળ વર્ણન જ કરે છે, અને આથી તેનાં સૂત્રોની વૃત્તિમાં પતિ-પવત-ભક્તિ | જેવો પ્રયોગ જ હોવો ઘટે. જ્યારે પ્રારંભિક અવસ્થામાં રહેલા નવા શિષ્યોને તો પહેલાં ભાષા શીખવવાની હોવાથી તેમને સ્વેચ્છાચાર કરવા જ ન દેવાય. તેમને તો આદેશાત્મક નિયમોથી જ ભાષા શીખવવાની રહે છે, અને તે તબક્કે સુત્રાર્થનું નિરૂપણ ...એવાં વિધ્યર્થનાં ક્રિયાપદોથી થાય (એટલે કે નવા છાત્રોને માટે વ્યાકરણ prescriptive પ્રકારનું બની રહે તે તેના હિતમાં છે. ઉપસંહાર : શ્રી વિજય લાવણ્યસૂરિ કહે છે તે મુજબ નો ‘સમક્વે' એવો અવધારણાર્થ પણ અભીષ્ટ છે - એ પ્રકટ કરવા સર્વ વાવયે સાવધારી | ન્યાયની જરૂર છે. અથવા બીજી રીતે વિચારીએ તો - સારમાં થાત્ અલ્પેવ એવો ભંગ પણ કરવામાં આવ્યો છે' - એ મુદો જેની જાણમાં નથી, તેવા છાત્રને મન ચારથી વ્યાકરણની સર્વ વિધિઓમાં વિકલ્પની પ્રાપ્તિ રોકવા માટે સર્વ વાવયં સાવધારાન્ ! ની જરૂર છે. અથવા, ત્રીજી રીતે કહીએ તો - હા માન્યા પછી તેનો અર્થ વિધ્યર્થ જ લઈએ, અને પ્રારંભિક છાત્રોને માટે વ્યાકરણને આદેશાત્મક સ્વરૂપનું (Prescriptive grammar) ગણીએ તો સર્વ વાર્થ સાવધારીમ્ | ન્યાયની જરૂર ન રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5