Book Title: Gyansara Author(s): Ramanlal C Shah Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 6
________________ પ્રકાશકનું નિવેદન શ્રી સદ્ગુરુદેવાય નમઃ વિરક્ત માનવોનું ભીતર બદલાયેલું હોય છે. જે દેખાઈ રહ્યું છે એ બધું સ્વપ્નવત્ છે, મૃગતૃષ્ણાના જળની પેઠે છે, પણ જેનાથી દેખાઈ રહ્યું છે તે આત્મા જ સત્ય છે. આત્મયોગ પામવો એટલે તે સત્યમાં વિશ્રાન્તિ પામવી. પોતાના આત્મામાં વિરામ પામેલા, આત્મસ્વભાવમાં જાગેલા પ. પૂ. બાપુજી સદગુરુદેવ શ્રી લાડકચંદ માણેકચંદ વોરાની જન્મશતાબ્દી વર્ષની ઉજવણીના અંતરગત આ શ્રેષ્ઠ અધ્યાત્મગ્રંથ “જ્ઞાનસાર પ્રકાશિત કરવાનો આનંદ તથા સંતોષ અનુભવીએ છીએ.' - પ. પૂ. બાપુજીના અધ્યાત્મ વારસદાર, આત્મલીન પૂ.ભાઈશ્રી નલીનભાઈ કોઠારીની નિશ્રામાં સમ્યગુજ્ઞાન પ્રચારનો અપૂર્વ લાભ શ્રી રાજ-સોભાગ આશ્રમને મળ્યો તેનો અપાર હર્ષ છે. જન્મશતાબ્દીના આરંભે ન્યાયાચાર્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે રચેલા અધ્યાત્મસાર' ગ્રંથનું મંગલ પ્રકાશન થયું અને વર્ષની પૂર્ણાહુતિએ “જ્ઞાનસાર'-આમ આ બન્ને મહાગ્રંથોના પ્રકાશનથી આ યોગાશ્રમ સમગ્ર જૈન સમાજ સાથે ઐક્ય થઈ શ્રુતઉપાસકોની અધ્યાત્મપિપાસાને તૃપ્ત કરવા સહભાગી થયો છે. જ્ઞાનસાર' નામના આ દળદાર ગ્રંથ દ્વારા જ્ઞાનસાગર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું વૈચારિક ધર્મસાન્નિધ્ય પ્રાપ્ત થયું છે. જ્ઞાની ગુરુની આજ્ઞા સહિત આ ગ્રંથનું ચિત્તની એકાગ્રતાપૂર્વક વાંચન આપણી ચેતનાને સ્વરૂપાનુયાયી બનાવવા ચોક્કસ મદદરૂપ થશે. શ્રદ્ધાભક્તિ સાથે વિચારવાથી મોક્ષમાર્ગનાં તાત્ત્વિક રહસ્યો પ્રત્યક્ષપણે જણાઈ આવશે. પ.પૂ. બાપુજીએ આચાર્ય ભગવંત શ્રી માણિક્યસાગરસૂરિશ્વરજીની વિશિષ્ટપ્રજ્ઞાના સહારે ગુરુવર્ય પ.પૂ. છોટાભાઈ દેસાઈની સાથે સાયલા ગામના ઉપાશ્રયમાં “જ્ઞાનસાર' તથા અધ્યાત્મસાર' ગ્રંથોનું સૂક્ષ્મ તલસ્પર્શી અધ્યયન કર્યું. ન્યાયવિશારદ મહોપાધ્યાયજીના આત્માનુભવની પ્રસાદીસ્વરૂપ આ શાસ્ત્રગ્રંથના આધારથી પ. પૂ. બાપુજીના અધ્યાત્મ પુરુષાર્થને વેગ મળ્યો હતો. - પ.પૂ. બાપુજી આશ્રમના સ્વાધ્યાય ક્રમમાં નિત્યમેવ પ્રથમ “જ્ઞાનસારનું વાંચન કરતા હતા. ચક્રવર્તીનું ભોજન જો સાધારણ માનવી ખાય તો અજીર્ણના રોગથી પીડાય માટે પ.પૂ. બાપુજીએ મુમુક્ષુઓની યોગ્યતા અર્થે પોતાના ઉત્તરાધિકારી આત્મનિષ્ઠ ડૉ. શ્રીમતી સદ્ગુણાબેન સી. યુ. શાહના સૂચનથી જ્ઞાનસારની સાથોસાથ અધ્યાત્મસારનું વાંચન શરૂ કરાવ્યું. પ.પૂ. બાપુજી “જ્ઞાનસાર” તથા “અધ્યાત્મસાર'ના વાંચનની શરૂઆત પૂર્વે હમેશાં ઉપાધ્યાયજી પ્રત્યેનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 514