Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 5
________________ શ્રી દેવચંદ્રજી મહારાજની “જ્ઞાનમંજરી' નામની ટીકા, પંડિત ભગવાનદાસ હરખચંદ દોશી, પ.પૂ. શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજ તથા પ.પૂ. શ્રી ભદ્રંકરસૂરિજી મહારાજના “જ્ઞાનસાર' વિશેના ગ્રંથોનો આધાર લીધો છે. એ માટે તેઓ સર્વનો હું અત્યંત ઋણી છું. આ ગ્રંથ મુખ્યત્વે આશ્રમના મુમુક્ષુઓને લક્ષમાં રાખીને લખાયો છે. આ “જ્ઞાનસાર' ગ્રંથનું મારું લખાણ જોઈ આપી ઉપયોગી સૂચન કરવા બદલ આશ્રમના પૂ.ભાઈશ્રી, શ્રી રસિકભાઈ, શ્રી વિક્રમભાઈ, શ્રી મીનળબહેન તથા અન્ય બ્રહ્મનિષ્ઠો તેમજ મારા વડીલ મિત્ર ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા, પ્રૉ. ચંદ્રિકાબહેન પંચાલી, આચાર્ય ડૉ. ઉપેન્દ્રભાઈ દવે, શ્રી નરેશચંદ્ર ડાહ્યાભાઈ શાહ અને મારાં ધર્મપત્ની પ્રૉ. તારાબહેન શાહ–આ સર્વનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારી વિનંતીને માન આપી પ.પૂ. શ્રી ઓમકારસૂરિજીના સમુદાયના પ.પૂ. શ્રી મુનિચંદ્રસૂરિજીએ પણ સમય કાઢીને આ લખાણ જોઈ આપ્યું છે એ બદલ એમનો ઋણી છું અને કૃતજ્ઞભાવે એમને વંદન કરું છું. | અમારા મિત્ર લંડનનિવાસી શ્રી અભયભાઈ સુખલાલ મહેતા અને એમનાં ધર્મપત્ની સૌ. મંગળાબહેને તથા એમના પરિવારે આ “જ્ઞાનસાર' ગ્રંથના પ્રકાશનખર્ચની તમામ જવાબદારી ઉપાડી લીધી છે. એ માટે એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને એમના ઉદારતાભર્યા સતત સહયોગની સરાહના કરું છું. એમની સદ્ભાવશીલ ઉત્સુકતા અને ચીવટભરી તત્પરતા વગર આ ગ્રંથનું લેખન પ્રકાશન શક્ય ન બન્યું હોત ! “મુદ્રાંકન'ના શ્રી જવાહરભાઈ તથા શ્લોકસૂચી તૈયાર કરી આપવામાં અમારા શ્રી અશોક પલસમકરે ઘણી મદદ કરી છે એ માટે તેઓનો પણ આભારી છું. “જ્ઞાનસાર'ના લેખનકાર્ય માટે મુંબઈથી સાયલા આશ્રમમાં જવા-આવવા માટે દરેક વખતે ચીવટપૂર્વક વ્યવસ્થા કરી આપનાર બહેન શ્રી મીનળબહેનને કેમ ભુલાય? આશ્રમના અમારા નિવાસ દરમિયાન જેમના તરફથી વિવિધ પ્રકારનો સહકાર સાંપડ્યો છે તે લંડનનિવાસી શ્રી વિનુભાઈ તથા સૌ. સુધાબહેનને યાદ કરીએ છીએ. આશ્રમનાં અન્ય મુમુક્ષુ ભાઈ-બહેનોનું સ્મરણ તાજું થાય છે. આશ્રમમાં અમારી વ્યવસ્થા માટે દેખરેખ રાખનાર શ્રી દિલીપભાઈ વોરા (પૂ. બાપુજીના સુપુત્ર), મેનેજર શ્રી માવજીભાઈ તથા અન્ય કર્મચારીગણ વગેરે સર્વ પ્રત્યે પ્રેમ આભારની લાગણી દર્શાવું છું. “જ્ઞાનસાર” જેવા તત્ત્વસભર, ગહનગંભીર, શાસ્ત્રીય ગ્રંથના શબ્દાર્થ, અનુવાદ, વિશેષાર્થના લેખનકાર્યમાં મારી મતિમંદતા કે અનવધાનદોષને કારણે કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય, અર્થફેર થયો હોય, મુદ્રણદોષ રહી ગયા હોય અથવા કર્તાને અભિપ્રેત ન હોય એવું કંઈ લખાયું હોય અથવા જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો તે માટે ક્ષમાપ્રાર્થી છું. આ ગ્રંથ મુમુક્ષુઓના કલ્યાણનું નિમિત્ત બની રહો એ જ અભ્યર્થના ! સદ્ગુરુદેવશ્રી પ.પૂ.બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા)નું જન્મ શતાબ્દી વર્ષ – પૂર્ણાહુતિ. ફાગણ સુદ ૨, વિ. સં. ૨૦૬૧, તા. ૧૨મી માર્ચ, ૨૦૦૫ – રમણલાલ ચી. શાહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 514