________________
૧૮ ૨
જ્ઞાનસાર
વ્યાખ્યા આપવામાં આવી છે.
વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે જે ગૃહસ્થ શ્રાવક દીક્ષા લઈ પંચ મહાવ્રત અંગીકાર કરે અને સાધુનો વેશ ધારણ કરે તે મુનિ મહારાજ. આ દ્રવ્ય મુનિપણું છે. તે દ્રવ્યમુનિપણું સાચવીને હવે તેમણે ભાવમુનિ બનવાનું છે. દીક્ષા લેતાં જ મુનિ છઠ્ઠા ગુણસ્થાનકે આવે છે. ચોથા ગુણસ્થાનકે પ્રાપ્ત થયેલ સમ્યગુદર્શન(સમકિત) આ ગુણસ્થાનકે ચાલુ રહે છે. હવે ભાવથી પણ મુનિપણું પ્રગટ કરવા સાથે સમકિતને પણ એટલું નિર્મળ કરવાનું હોય છે. એટલે જ અહીં કહ્યું કે જગતના તત્ત્વને જે જાણે છે તે મુનિ છે. જગતના તત્ત્વને જાણવું એટલે સમ્યકત્વ પ્રાપ્ત કરવું. આથી જ અનન્યોક્તિથી કહ્યું છે કે “સમ્યકત્વ એ જ મૌન (મુનિપણું) છે અને મોન (મુનિપણું) એ જ સમ્યકત્વ છે. એટલે મુનિના ધર્મને મૌન કહીએ કે સમ્યકત્વ કહીએ એ બંને એક જ છે.
અહીં એવંભૂત નયથી કથન કરવામાં આવ્યું છે. આ નય પ્રમાણે શબ્દો ક્રિયાવાચી હોવા જોઈએ. એટલે કે જે સમયે જે ક્રિયા થતી હોય તે પ્રમાણે શબ્દ પ્રયોજવો જોઈએ. રાજસિંહાસન પર રાજા જ્યારે બેસે ત્યારે તે રાજા, અન્યથા નહિ; વેપાર કરે ત્યારે તે વેપારી; મજૂરી કરે તેટલો વખત જ તે મજૂર કહેવાય. એ રીતે એવંભૂત નય પ્રમાણે તે જ જ્ઞાન જ્ઞાન કહેવાય કે જે તેને અનુરૂપ શ્રદ્ધા પ્રગટાવે. અને તે જ શ્રદ્ધા શ્રદ્ધા કહેવાય કે જે તે પ્રમાણે આચરણ (ચારિત્ર) કરાવે. આમ જ્ઞાનદર્શન, અને આત્મરણતારૂપ ચારિત્રનો યોગ હોય તો જ એ સમ્યકત્વ કહેવાય. એવું સમ્યકત્વ મુનિમાં હોવું જોઇએ. આવું મુનિપણું હોય તો જ તે સાચું મૌન કહેવાય. આથી સમ્યકત્વ અને મુનિપણા વચ્ચે કોઈ ભેદ નથી. બંને અભેદરૂપ છે.
વ્યવહારમાં કેટલાક મુનિઓમાં માત્ર દ્રવ્યમુનિપણું જ હોય છે. આરંભદશાના મુનિઓમાં પણ એ પ્રમાણે હોય એમ સંભવી શકે છે. સાચી દ્રવ્ય દીક્ષા લેવી તે પણ બહુ કઠિન છે. એટલા માટે “આચારાંગસૂત્ર'માં કહ્યું છે કે “તે મુનિપણાનું આચરણ શિથિલ, આર્ટ (રાગી), શબ્દાદિ વિષયોમાં આસક્ત, વક્ર આચારવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org