Book Title: Gyansanstha ane Sanghsanstha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ દર્શન અને ચિંતન વગર ભણે એમ સમજવા મંડી ગયો કે કરડે ભવનાં પાપ એક જ પદના કે એક જ અક્ષરના જ્ઞાનથી બળી શકે છે.” આ જ્ઞાનની ભક્તિ અને મહિનામાંથી, જે એકવારના વ્યક્તિગત અને જાતે ઉપાડી શકાય એટલા જ સાધુઓના બંને અને પીઠે ભંડારે લટકતા, તે બીજું કારણ ઉપસ્થિત થતાં મોટા બન્યા અને ગામ તથા શહેરમાં દૃશ્યમાન થયા. એક બાજુ શાસ્ત્રસંગ્રહ અને લખાણને વધતે જ મહિમા. અને બીજી બાજુ સંપ્રદાયની જ્ઞાન વિશેની હરીફાઈઓ--આ બે કારણોને લીધે પહેલાંની એકવારની મેળે ચાલી આવતી જ્ઞાનસંસ્થા આખી જ ફેરવાઈ ગઈ અને મોટા મોટા ભંડારરૂપમાં દેખા દેવા લાગી. દરેક ગામ અને શહેરની સંઘને એમ લાગે જ છે અમારે ત્યાં જ્ઞાન ભંડાર હોવો જ જોઈએ. દરેક ત્યાગી સાધુ પણ જ્ઞાનભંડારની રક્ષા અને વૃદ્ધિમાં જ ધર્મની રક્ષા માનતે થઈ ગયો. પરિણામે આખા દેશમાં, એક છેડેથી બીજા છેડા સુધી, જૈન જ્ઞાનસંસ્થા ભંડારરૂપે વ્યવસ્થિત થઈ ગઈ. ભંડારે પુસ્તકેથી ઊભરાતા ચાલ્યા. પુસ્તકોમાં પણ વિવિધ વિષયનું અને વિવિધ સંપ્રદાયનું જ્ઞાન સંધરાતું ગયું. સંધના ભંડારે, સાધુના ભંડારો અને વ્યક્તિગત માલિકીના પણ ભંડાર––એમ ભગવાનના શાસનમાં ભંડાર, ભંડાર અને ભંડાર જ થઈ ગયા ! એની સાથે જ મેટ લેખકવર્ગ ઊભો થયો, લેખનકળા વિકાસ પામી અને અભ્યાસી વર્ગ પણ ભારે વ. છાપવાની કળા અહીં આવી ન હતી ત્યારે પણ કોઈ એક નવો ગ્રંથ રચાયો કે તરત જ તેની સેંકડો નકલે થઈ જતી અને દેશના બધે ખૂણે વિદ્વાનોમાં વહેંચાઈ જતી. આ રીતે જૈન સંપ્રદાયમાં જ્ઞાન સંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. વંદા, ઊધઈ અને ઉંદરો તેમ જ ભેજ, શરદી અને બીજાં કુદરતી વિધિ જ નહિ, પણ ધર્માધ યવને સુધ્ધાંએ આ ભંડારે ઉપર પિતાને નાશકારક પંજો ફેરવ્યો, હજારે ગ્રંથે તદ્દન નાશ પામ્યા, હજારે ખવાઈ ગયા હજારે રક્ષકની અને બીજાઓની બેપરવાઈથી નષ્ટભ્રષ્ટ થઈ ગયા, છતાં જ્ઞાન તરફની જીવતી જૈનભક્તિને પરિણામે આજે પણ એ ભંડારે એટલા બધા છે અને એમાં એટલું બધું વિવિધ તેમ જ જૂનું સાહિત્ય છે કે તેનો અભ્યાસ કરવા માટે સેંકડે વિદ્વાને પણ ઓછા જ છે. પરદેશના અને આ દેશના કડીબંધ શકે અને વિદ્વાનોએ આ ભંડારોની પાછળ વર્ષો ગાળ્યાં છે અને એમાંની વસ્તુ તથા એને પ્રાચીન રક્ષાપ્રબંધ જોઈ તેઓ ચકિત થયા છે. વર્ષો થયાં કેડીબંધ છાપખાનાંઓને જૈન ભંડારે પૂર રાક આપી રહ્યા છે, અને હજી પણ વર્ષો સુધી તેથી વધારે ખોરાક પૂરો પાડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7