Book Title: Gyannay ane Kriyanayni Vaktavyata Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 4
________________ 108 ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા “કિયા બિના જ્ઞાન નહિ કબહ, ક્રિયા જ્ઞાન બિનુ નાહિ; ક્રિયા પાન દેઉ મિલત રહેતુ હે, જ્યે જલસ જલમાંહિ.” શિષ્ય-ભગવન્! જે જ્ઞાન–કિયા પ્રત્યેકમાં પ્રાપ્ત કરાવવાની શક્તિ નથી, તે તેના સમુદાયમાં ક્યાંથી હોય? જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી હોતું તેમ તેના સમુદાયમાં પણ નથી હોતું, તેવી રીતે અહીં પણ પ્રત્યેક જ્ઞાન ને ક્રિયામાં પણ મુક્તિપ્રાપક શક્તિ જે નથી, તે બન્નેના સમુદાયમાં પણ ન હોવી જોઈએ. ગુરુ-જે સર્વથા પ્રકારે એ પ્રત્યેકની મુક્તિમાં અનુપકારિતા કહેવામાં આવે તે તું કહે છે તેમ થાય, પરન્તુ તેમ નથી. અહીં પ્રત્યેકની મુક્તિમાં દેશપકારિતા છે અને સમુદાય થતાં સંપૂર્ણ ઉપકારિતા થાય છે, માટે સમુદિત જ્ઞાનક્રિયા જ મુક્તિનું કારણ છે. વિવેક ધર્મ શું છે અને અધર્મ શું છે, પુણ્ય શું છે અને પાપ શું છે, નિત્ય શું છે અને અનિત્ય શું છે, સત્ય શું છે અને અસત્ય શું છે, પવિત્ર શું છે અને અપવિત્ર શું છે, સુખ શું છે અને દુઃખ શું છેઆ વસ્તુઓના મૂળ સ્વરૂપને જ્યારે બુદ્ધિ સંપૂર્ણ પૃથક્કરણ બાદ યથાર્થ અનુભવ કરાવે, ત્યારે સમજવું કે વિવેક જાગ્યો છે. સંક્ષેપમાં જડ-ચેતનનું ભેદજ્ઞાન તે વિવેક. આ બે વસ્તુમાં ઉપરની બધી વસ્તુ આવી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4