Book Title: Gyannay ane Kriyanayni Vaktavyata
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249593/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૫ જ્ઞાનનય અને ક્રિયાનયની વક્તવ્યતા જ્ઞાનનય-આ નય કહે છે કે-સમ્યગદર્શનચારિત્રાદિ ગ્રાહ્ય છે, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ વિગેરે અગ્રાહ્ય છે અને સ્વર્ગવિભૂતિ વિગેરે ઉપેક્ષા કરવા ગ્ય છે. ઉપરોક્ત ગ્રાહ્ય, અગ્રાહ્ય અને ઉપેક્ષા કરવા યોગ્ય પદાર્થ જાણ્યા છતાં, તેના પ્રાપ્તિ, પરિહાર અને ઉપેક્ષા કરવાની ઈચ્છાવાળાએ તેમાં પ્રવૃત્તિરૂપ યત્ન કરે જોઈએ. એ પ્રમાણે સર્વ વ્યવહારનું કારણ જ્ઞાન છે. ઐહિક કે પારલૌકિક ફળના અથએ સારી રીતે જાણેલા અર્થમાં જ પ્રવૃત્તિ કરવી જોઈએ, અન્યથા પ્રવૃત્તિ કરવામાં ફળને વિસંવાદ જણાય છે. પાપથી નિવૃત્તિ, કુશળપક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ-એ ત્રણેય જ્ઞાન આપે છે તથા દીક્ષા પ્રાપ્ત કરેલા, ઉત્કૃષ્ટ તપ અને ચારિત્રવાળા સાધુ છતાં પણ તેઓને જ્યાં સુધી સમસ્ત જીવાદિ વસ્તુસમૂહને સાક્ષાત્કાર કરાવનારું કેવળજ્ઞાન ઉત્પન્ન નથી થતું, ત્યાં સુધી તેમને મોક્ષપ્રાપ્તિ નથી થતી. “જે જેના વિના ન બને તે તેનું કારણ છે.” અર્થાત ક્રિયા જ્ઞાન વિના ન હોય તેથી કિયા એ જ્ઞાનનું કારણ છે. જેમ બીજાદિ વિના અંકુર નથી થતાં તેથી તે તેનું કારણ છે, તેમ સલ પુરુષાર્થની સિદ્ધિ પણ જ્ઞાન વિના થતી નથી માટે તે તેનું મુખ્ય કારણ છે. આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યત્વસામાયિક અને શ્રુતસામાયિક-એ બેને જ માને છે, કેમકે–તે બન્ને જ્ઞાનાત્મક હોવાથી તે જ મુખ્યત્વે કરીને મેક્ષના કારણ છે. દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક આ નય નથી માનતે, કેમકે તે જ્ઞાનનું કાર્ય હોવાથી ગૌણભૂત છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ક્રિયાનય–આ નય કહે છે કે-ગ્રાહ્ય, અગ્રાહ્યાદિ અર્થ જાણ્યા છતાં પુરુષાની સિદ્ધિ ઇચ્છનારાએ પ્રવ્રુત્યાદિ રૂપ ક્રિયા કરવી જોઈએ. મતલમ કે-પદાર્થ જાણ્યા છતાં પણ ક્રિયા જ સાધ્ય-સાધક છે. જ્ઞાન તા ક્રિયાનું ઉપકરણ હાવાથી ગૌણ છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા છતાં પણુ, ભગવંત શ્રી અરિહંતદેવને જ્યાં સુધી સ`ક રૂપ ઈન્ધનને બાળી નાંખવાને અગ્નિની જ્વાળાના સમૂહ સમાન શૈલેશી અવસ્થારૂપ ક્રિયા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત નથી થતી. “ જે જેની પછી તરત જ થનારું હાય તે તેનું કારણુ છે. ” જેમ અન્ય અવસ્થા પામેલ પૃથ્વી આદિ સામગ્રી પછી તરત જ થનાર અંકુર તેનું કારણ છે, તેમ સર્વ પુરૂષાર્થ સિદ્ધિ પણ ક્રિયાની અનંતર જ થાય છે; માટે ક્રિયા જ સ પુરુષાÖસિદ્ધિનું પ્રધાન કારણ છે. આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી દેશવરતિ અને સવિરતિને જ માને છે, કેમકે-ક્રિયારૂપે તે મુક્તિનું પ્રધાન કારણ છે. સમ્યક્ત્વ અને શ્રુત સામાયિક તે તેના ઉપકારી માત્ર હાવાથી ગૌણભૂત હાવાને લીધે નથી માનતા. ૧૦૬ ] શિષ્ય-ભગવન્ ! આ અન્ને પક્ષમાં યુક્તિ જણાય છે, તેા પછી એમાંથી સત્ય તત્ત્વ કર્યું ? ગુરુ-સ્વતંત્ર સામાન્ય-વિશેષવાદી ધાએ નયાની પરસ્પર વિરુદ્ધ વક્તવ્યતા સાંભળીને સર્વ નયાને સંમત જે તત્ત્વરૂપે ગ્રાહ્ય હોય તે મુક્તિનું સાધન છે, અર્થાત્ ચારિત્રરૂપ ક્રિયા અને જ્ઞાનાદિ ગુણુ એ ઉભય (જ્ઞાન–ક્રિયા) વડે જે સાધ્ય હોય તે મેાક્ષસાધક છે, પણ એમાંથી એકલે કોઈ પક્ષ માક્ષસાધક નથી. જ્ઞાનનયવાદી કહે છે કે- જે Page #3 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૦૭ જેના વિના ન થાય તે તેનું કારણ છે.” આમાં તદવિનાભાવિત્વરૂપ હેતુ અસિદ્ધ છે, કેમકે જ્ઞાન માત્રથી જ પુરુષાર્થસિદ્ધિ નથી એવું ક્યાં પણ જણાતું નથી. જો કે દાહ-પાક આદિ કરવાના અથને દહનાદિના જ્ઞાન માત્રથી જ દાહાદિક કાર્યસિદ્ધિ થતી નથી, પરંતુ અગ્નિ લાવ, તેને કુંક, સળગાવો વિગેરે કિયા પણ કરવામાં આવે તે જ તે દાહાદિ કાર્યની સિદ્ધિ થાય છે. શ્રી તીર્થકર ભગવત પણ માત્ર કેવળજ્ઞાનથી જ મોક્ષ સાધે છે એમ નહિ, સાથે યથા ખ્યાતચારિત્રરૂપ ક્રિયા પણ હોય છે. માટે સર્વત્ર પુરુષાર્થ સિદ્ધિનું કારણ જેમ જ્ઞાનસિદ્ધ થાય છે, તેમ ક્રિયા પણ તેનું કારણ સિદ્ધ થાય છે, કેમકે–તેના વિના પુરુષાર્થસિદ્ધિ થતી નથી, માટે એ હેતુ અનેકાન્તિક છે. એ જ પ્રમાણે ક્રિયાનયવાદીએ જે જેના પછી થનારું હોય તે તેનું કારણ છે, ઈત્યાદિ પ્રયોગમાં “જે જેના પછી થનાર” રૂપ હેતુ કહેલ છે, તે પણ અસિદ્ધ અને એકાન્તિક છે; કારણ કે સ્ત્રી-ભક્ષ્ય-ભેગ આદિના ક્રિયાકાળમાં જ્ઞાન હોય છે. તેના જ્ઞાન સિવાય તેમાં પ્રવૃત્તિ જ થઈ શકે નહિ. એ જ પ્રમાણે શેલેશી અવસ્થામાં સર્વ સંવરરૂપ ક્રિયાકાળે પણ કેવલજ્ઞાન હોય છે. તેના સિવાય તેની પ્રાપ્તિ નથી હોતી માટે એ હેતુ અસિદ્ધ છે. વળી જેમ ઉપરક્ત હેતુ મુક્તિ આદિ પુરુષાર્થના કારણરૂપે ક્રિયાને સિદ્ધ કરે છે તેમ જ્ઞાનને પણ કારણરૂપે સિદ્ધ કરે છે, કારણ કે-તેના વિના પુરુષાર્થની સિદ્ધિ ક્યાંઈ થતી નથી, માટે એ હેતુ અનેકાતિક છે. વસ્તુતઃ “જ્ઞાન-કિયા” ઉભયથી જ મુક્તિસાધ્ય છે, પણ ભિન્ન ભિન્ન એક એકથી સાધ્ય નથી. Page #4 -------------------------------------------------------------------------- ________________ 108 ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા “કિયા બિના જ્ઞાન નહિ કબહ, ક્રિયા જ્ઞાન બિનુ નાહિ; ક્રિયા પાન દેઉ મિલત રહેતુ હે, જ્યે જલસ જલમાંહિ.” શિષ્ય-ભગવન્! જે જ્ઞાન–કિયા પ્રત્યેકમાં પ્રાપ્ત કરાવવાની શક્તિ નથી, તે તેના સમુદાયમાં ક્યાંથી હોય? જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી હોતું તેમ તેના સમુદાયમાં પણ નથી હોતું, તેવી રીતે અહીં પણ પ્રત્યેક જ્ઞાન ને ક્રિયામાં પણ મુક્તિપ્રાપક શક્તિ જે નથી, તે બન્નેના સમુદાયમાં પણ ન હોવી જોઈએ. ગુરુ-જે સર્વથા પ્રકારે એ પ્રત્યેકની મુક્તિમાં અનુપકારિતા કહેવામાં આવે તે તું કહે છે તેમ થાય, પરન્તુ તેમ નથી. અહીં પ્રત્યેકની મુક્તિમાં દેશપકારિતા છે અને સમુદાય થતાં સંપૂર્ણ ઉપકારિતા થાય છે, માટે સમુદિત જ્ઞાનક્રિયા જ મુક્તિનું કારણ છે. વિવેક ધર્મ શું છે અને અધર્મ શું છે, પુણ્ય શું છે અને પાપ શું છે, નિત્ય શું છે અને અનિત્ય શું છે, સત્ય શું છે અને અસત્ય શું છે, પવિત્ર શું છે અને અપવિત્ર શું છે, સુખ શું છે અને દુઃખ શું છેઆ વસ્તુઓના મૂળ સ્વરૂપને જ્યારે બુદ્ધિ સંપૂર્ણ પૃથક્કરણ બાદ યથાર્થ અનુભવ કરાવે, ત્યારે સમજવું કે વિવેક જાગ્યો છે. સંક્ષેપમાં જડ-ચેતનનું ભેદજ્ઞાન તે વિવેક. આ બે વસ્તુમાં ઉપરની બધી વસ્તુ આવી જાય છે.