________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૦૭ જેના વિના ન થાય તે તેનું કારણ છે.” આમાં તદવિનાભાવિત્વરૂપ હેતુ અસિદ્ધ છે, કેમકે જ્ઞાન માત્રથી જ પુરુષાર્થસિદ્ધિ નથી એવું ક્યાં પણ જણાતું નથી. જો કે દાહ-પાક આદિ કરવાના અથને દહનાદિના જ્ઞાન માત્રથી જ દાહાદિક કાર્યસિદ્ધિ થતી નથી, પરંતુ અગ્નિ લાવ, તેને કુંક, સળગાવો વિગેરે કિયા પણ કરવામાં આવે તે જ તે દાહાદિ કાર્યની સિદ્ધિ થાય છે. શ્રી તીર્થકર ભગવત પણ માત્ર કેવળજ્ઞાનથી જ મોક્ષ સાધે છે એમ નહિ, સાથે યથા
ખ્યાતચારિત્રરૂપ ક્રિયા પણ હોય છે. માટે સર્વત્ર પુરુષાર્થ સિદ્ધિનું કારણ જેમ જ્ઞાનસિદ્ધ થાય છે, તેમ ક્રિયા પણ તેનું કારણ સિદ્ધ થાય છે, કેમકે–તેના વિના પુરુષાર્થસિદ્ધિ થતી નથી, માટે એ હેતુ અનેકાન્તિક છે.
એ જ પ્રમાણે ક્રિયાનયવાદીએ જે જેના પછી થનારું હોય તે તેનું કારણ છે, ઈત્યાદિ પ્રયોગમાં “જે જેના પછી થનાર” રૂપ હેતુ કહેલ છે, તે પણ અસિદ્ધ અને એકાન્તિક છે; કારણ કે સ્ત્રી-ભક્ષ્ય-ભેગ આદિના ક્રિયાકાળમાં જ્ઞાન હોય છે. તેના જ્ઞાન સિવાય તેમાં પ્રવૃત્તિ જ થઈ શકે નહિ. એ જ પ્રમાણે શેલેશી અવસ્થામાં સર્વ સંવરરૂપ ક્રિયાકાળે પણ કેવલજ્ઞાન હોય છે. તેના સિવાય તેની પ્રાપ્તિ નથી હોતી માટે એ હેતુ અસિદ્ધ છે. વળી જેમ ઉપરક્ત હેતુ મુક્તિ આદિ પુરુષાર્થના કારણરૂપે ક્રિયાને સિદ્ધ કરે છે તેમ જ્ઞાનને પણ કારણરૂપે સિદ્ધ કરે છે, કારણ કે-તેના વિના પુરુષાર્થની સિદ્ધિ ક્યાંઈ થતી નથી, માટે એ હેતુ અનેકાતિક છે. વસ્તુતઃ “જ્ઞાન-કિયા” ઉભયથી જ મુક્તિસાધ્ય છે, પણ ભિન્ન ભિન્ન એક એકથી સાધ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org