Book Title: Gyannay ane Kriyanayni Vaktavyata Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 1
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૫ જ્ઞાનનય અને ક્રિયાનયની વક્તવ્યતા જ્ઞાનનય-આ નય કહે છે કે-સમ્યગદર્શનચારિત્રાદિ ગ્રાહ્ય છે, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ વિગેરે અગ્રાહ્ય છે અને સ્વર્ગવિભૂતિ વિગેરે ઉપેક્ષા કરવા ગ્ય છે. ઉપરોક્ત ગ્રાહ્ય, અગ્રાહ્ય અને ઉપેક્ષા કરવા યોગ્ય પદાર્થ જાણ્યા છતાં, તેના પ્રાપ્તિ, પરિહાર અને ઉપેક્ષા કરવાની ઈચ્છાવાળાએ તેમાં પ્રવૃત્તિરૂપ યત્ન કરે જોઈએ. એ પ્રમાણે સર્વ વ્યવહારનું કારણ જ્ઞાન છે. ઐહિક કે પારલૌકિક ફળના અથએ સારી રીતે જાણેલા અર્થમાં જ પ્રવૃત્તિ કરવી જોઈએ, અન્યથા પ્રવૃત્તિ કરવામાં ફળને વિસંવાદ જણાય છે. પાપથી નિવૃત્તિ, કુશળપક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ-એ ત્રણેય જ્ઞાન આપે છે તથા દીક્ષા પ્રાપ્ત કરેલા, ઉત્કૃષ્ટ તપ અને ચારિત્રવાળા સાધુ છતાં પણ તેઓને જ્યાં સુધી સમસ્ત જીવાદિ વસ્તુસમૂહને સાક્ષાત્કાર કરાવનારું કેવળજ્ઞાન ઉત્પન્ન નથી થતું, ત્યાં સુધી તેમને મોક્ષપ્રાપ્તિ નથી થતી. “જે જેના વિના ન બને તે તેનું કારણ છે.” અર્થાત ક્રિયા જ્ઞાન વિના ન હોય તેથી કિયા એ જ્ઞાનનું કારણ છે. જેમ બીજાદિ વિના અંકુર નથી થતાં તેથી તે તેનું કારણ છે, તેમ સલ પુરુષાર્થની સિદ્ધિ પણ જ્ઞાન વિના થતી નથી માટે તે તેનું મુખ્ય કારણ છે. આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યત્વસામાયિક અને શ્રુતસામાયિક-એ બેને જ માને છે, કેમકે–તે બન્ને જ્ઞાનાત્મક હોવાથી તે જ મુખ્યત્વે કરીને મેક્ષના કારણ છે. દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક આ નય નથી માનતે, કેમકે તે જ્ઞાનનું કાર્ય હોવાથી ગૌણભૂત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4