Book Title: Gyanna Bhandaro ane Sangh Sanstha Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 2
________________ ૧૨૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન જે વારસો આપ્યો હોય તે સાચવ, અને તે વારસામાં ઉમેરે કરીને ભવિષ્યની પ્રજાને તે વારસે સપ. હવે વૃદ્ધિ કે ઉમેરે કરવાની વાત તો દૂર રહી. તેને સાચવવા જેટલી પણ શક્તિ આપણામાં નથી. સાચવવાના બે માર્ગ છે. એક તે જે જ્ઞાન પુસ્તકમાં લખેલું હોય તેને ભણવું અને સમજવું અને બીજો માર્ગ જે પુસ્તકમાં તે જ્ઞાન લખાયું હોય, તેને બરાબર સાચવવા, તેને અમુક પેટીએમાં ગોઠવવા, તેને ઉધઈ ન લાગે તેવી સંભાળ રાખવી કે જેથી તે પુસ્તકે વર્તમાન કાળના કે ભવિષ્યના જ્ઞાનીઓને ઉપયોગમાં આવે. પ્રથમ લહીઆએ પુસ્તકે લખતા, તેને બદલે હવે પુસ્તકના રૂપમાં છાપવામાં આવે છે, તેથી ઘણે લાભ છે. છાપેલાં પુસ્તકે શુદ્ધ હોય છે, અને ઘણું મનુષ્ય તેને સહેલાઈથી લાભ લઈ શકે છે. જ્ઞાનને આપણે એટલું મહત્ત્વનું માનીએ છીએ કે આપણે જ્ઞાનનું ઉદ્યાપન (ઊજમણું) કરીએ છીએ. તે પ્રસંગ જ્ઞાનની મહત્તા બતાવવાનો હોય છે, પણ તેને બદલે જ્ઞાનનાં સાધનો અને બીજા અનેક ભાભર્યા પદાર્થોની છાપ પ્રેક્ષક વર્ગ પર પડે છે. ૧૦૦૦૦ રૂ. નું એક મનુષ્ય ઉજમણું કરે, અને જ્ઞાનનાં પુસ્તકે ૨૫ રૂપીઆનાં મૂકે, આ તે શું જ્ઞાનનું ઉદ્યાપન ? જ્યારે જીવનની કિંમત ઘટે છે ત્યારે આકારની માન્યતા વધે છે, તેવી સ્થિતિ અહીં થઈ છે. આપણી પાસે સંખ્યાબંધ પુસ્તકે છે. અમારા ભંડારમાં ૨૦૦૦ વર્ષની જૂની તાડપત્ર પરની પ્રત છે. એમ કહેવાથી જ્ઞાનની મહત્તા વધતી નથી. જ્યારે કોઈ યુરોપીયન જળ, ઓક્ષીજન અને હાઈડ્રોજન નામના બે વાયુનું બનેલું છે, એમ વિજ્ઞાનથી પુરવાર કરે ત્યારે આપણે કહીશું કે અમારા શાસ્ત્રમાં જળને “વાતનિ” કહેલું છે. એટલે જલનું ઉદ્દભવસ્થાન વાયુ છે. હવાઈ વિમાનની કઈ વાત કરે તે કહે અમારા શાસ્ત્રમાં ક્યાં પવનપાવડી ન હતી? કઇ તોપની વાત કરે તે અમારે ત્યાં અન્યત્ર હતું. જ્યારે કોઈ નવી શોધ કરે, ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5