Page #1
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનના ભંડારો અને સંઘસંસ્થા
સાત ક્ષેત્રમાંથી ગઈ કાલે ચૈત્ય અને મૂર્તિના સંબંધમાં વ્યાખ્યાન થઈ ગયાં છે, હવે જે પાંચે ક્ષેત્ર રહ્યાં, તેમાંથી આપણે જ્ઞાનને અને સંઘને વિચાર કરીએ. કારણ કે સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે અંગ સમાઈ જાય છે.
સંઘના ઉદ્ધારાર્થે મુખ્ય સાધન જ્ઞાન છે. અંધારા ઓરડામાં જતાં આપણે સ્તંભ સાથે અફળાઈએ, અથવા તો ખુરસી સાથે ઠાકર વાગે કે રસ્તામાં પડેલા ખડીઆને ઉધે વાળીએ, પણ તે ઓરડામાં દીપકનો પ્રકાશ આવતાં વસ્તુસ્થિતિ ખરી રીતે સમજાય છે. તેવી રીતે જ્ઞાનથી વસ્તુઓને ખરું સ્વરૂપ સમજાય છે, અને પછી આપણે હેય અને ઉપાદેયનો વિવેક કરી શકીએ છીએ. પ્રથમ મહાવીર સ્વામીએ ત્રિપદી કહી. તેમાંથી ગણધરોએ શા ગુંચ્યાં. જ્યારે લોકો મૂળ સૂત્રો સમજવાને અસમર્થ હોય–અથવા પૂરતા સમર્થ ન હોય ત્યારે તે સૂત્રો પર ભાષ્ય રચાયાં, ભાષ્યો પર ટીકાઓ થઈ. આમ ખરા–જાત અનુભવી જ્ઞાનીઓના અભાવે તેમણે લખેલાં પુસ્તકે અને તેની ટીકાઓ આધારભૂત બને છે. જ્યારે સાચા જ્ઞાનીઓ જીવતા હોય, વિદ્યમાન હોય, ત્યારે તેમના હદયના ઉદ્દગારો એ જ શાસ્ત્રો બને છે. પણ જ્યારે પિતાનામાંથી નવું જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ હેય નહિ તેવા શિષ્ય હોય છે, ત્યારે તેઓ ભાળે, ટીકાઓ, અવચૂરિઓ લખે છે, અને પછી જીવનપ્રવાહ વહેતો અટકે છે અને અમુક સ્થાયી વિચારે પુસ્તકરૂપે દઢ થાય છે. તેવા પુસ્તકાના ભંડારને જ્ઞાનના ભંડારો કહે છે. જ્ઞાનનાં પુસ્તકે આપણને તત્ત્વજ્ઞાન, મહાન પુરુષનાં ચરિત્રો અને તત્ત્વજ્ઞાનને જીવનમાં ઉતારવાને માર્ગ–આચારો પૂરા પાડે છે. દરેક જમાનાનું મુખ્ય કામ એ છે કે ભૂતકાળના મહાપુરુષોએ આપણને
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન જે વારસો આપ્યો હોય તે સાચવ, અને તે વારસામાં ઉમેરે કરીને ભવિષ્યની પ્રજાને તે વારસે સપ. હવે વૃદ્ધિ કે ઉમેરે કરવાની વાત તો દૂર રહી. તેને સાચવવા જેટલી પણ શક્તિ આપણામાં નથી. સાચવવાના બે માર્ગ છે. એક તે જે જ્ઞાન પુસ્તકમાં લખેલું હોય તેને ભણવું અને સમજવું અને બીજો માર્ગ જે પુસ્તકમાં તે જ્ઞાન લખાયું હોય, તેને બરાબર સાચવવા, તેને અમુક પેટીએમાં ગોઠવવા, તેને ઉધઈ ન લાગે તેવી સંભાળ રાખવી કે જેથી તે પુસ્તકે વર્તમાન કાળના કે ભવિષ્યના જ્ઞાનીઓને ઉપયોગમાં આવે. પ્રથમ લહીઆએ પુસ્તકે લખતા, તેને બદલે હવે પુસ્તકના રૂપમાં છાપવામાં આવે છે, તેથી ઘણે લાભ છે. છાપેલાં પુસ્તકે શુદ્ધ હોય છે, અને ઘણું મનુષ્ય તેને સહેલાઈથી લાભ લઈ શકે છે.
જ્ઞાનને આપણે એટલું મહત્ત્વનું માનીએ છીએ કે આપણે જ્ઞાનનું ઉદ્યાપન (ઊજમણું) કરીએ છીએ. તે પ્રસંગ જ્ઞાનની મહત્તા બતાવવાનો હોય છે, પણ તેને બદલે જ્ઞાનનાં સાધનો અને બીજા અનેક
ભાભર્યા પદાર્થોની છાપ પ્રેક્ષક વર્ગ પર પડે છે. ૧૦૦૦૦ રૂ. નું એક મનુષ્ય ઉજમણું કરે, અને જ્ઞાનનાં પુસ્તકે ૨૫ રૂપીઆનાં મૂકે, આ તે શું જ્ઞાનનું ઉદ્યાપન ? જ્યારે જીવનની કિંમત ઘટે છે ત્યારે આકારની માન્યતા વધે છે, તેવી સ્થિતિ અહીં થઈ છે.
આપણી પાસે સંખ્યાબંધ પુસ્તકે છે. અમારા ભંડારમાં ૨૦૦૦ વર્ષની જૂની તાડપત્ર પરની પ્રત છે. એમ કહેવાથી જ્ઞાનની મહત્તા વધતી નથી. જ્યારે કોઈ યુરોપીયન જળ, ઓક્ષીજન અને હાઈડ્રોજન નામના બે વાયુનું બનેલું છે, એમ વિજ્ઞાનથી પુરવાર કરે ત્યારે આપણે કહીશું કે અમારા શાસ્ત્રમાં જળને “વાતનિ” કહેલું છે. એટલે જલનું ઉદ્દભવસ્થાન વાયુ છે. હવાઈ વિમાનની કઈ વાત કરે તે કહે અમારા શાસ્ત્રમાં ક્યાં પવનપાવડી ન હતી? કઇ તોપની વાત કરે તે અમારે ત્યાં અન્યત્ર હતું. જ્યારે કોઈ નવી શોધ કરે, ત્યારે
Page #3
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનના ભંડાર અને સંઘ સંસ્થા
૧૨૧ આપણે કહી છીએ કે એ તે અમારા શાસ્ત્રમાં લખેલું છે. પણ શાસ્ત્ર વાંચીને આપણે નવું શું શોધી કાઢયું ?
જ્યાં સુધી જ્ઞાનદ્વારા મનુષ્યને સાચી સમજ ન પેદા થાય ત્યાં સુધી મનુષ્ય બાહ્ય વસ્તુઓમાં સુખને શોધવા બહુ ફાંફાં મારે છે. પણ અંતે તે કંટાળે છે. કારણ કે સાચું સુખ બહારના પદાર્થોમાં નહિ પણ પોતાની અંદર રહેલું છે. પુસ્તકે એ સાધન છે, અને સાધ્ય સદ્દજ્ઞાનની પ્રાપ્તિ છે. હવે આ સદ્દજ્ઞાન મનુષ્ય પુસ્તકોઠારા મેળવી શકે, તેમજ પોતાના અનુભવોઠારા પણ પ્રાપ્ત કરી શકે. હજારે શાસ્ત્રો કરતાં પણ એક મનુષ્યનો જાત અનુભવ ચઢી જાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ કઈ વસ્તુની પ્રાચીનતાથી કે અર્વાચીનતાથી તેનું માપ કાઢવાનું નથી. કવિ કાલિદાસે માલવિકાગ્નિમિત્રમાં લખ્યું છે કે. “પ્રાચીન એટલું બધું સારું નહિ. તેમ જ નવું એટલું બધું ખોટું નહિ. જ્ઞાનીઓ-વિચારવંત પ્રાચીન તેમ જ અર્વાચીન–એ બનેની પરીક્ષા કરીને બેમાંથી એકનો સ્વીકાર કરે છે. ત્યારે મૂઢ–મૂર્ખ મનુષ્યો બીજાની બુદ્ધિ પર વિશ્વાસ રાખી દેરાઈ જાય છે. માટે પ્રાચીન કે અર્વાચીનના ઝઘડામાં નહિ ઉતરતાં મનુષ્ય દરેક વસ્તુની તેની પોતાની મહત્તા ઉપર કિંમત આંકવી અને જે પિતાના આત્મવિકાસને મદદગાર થાય તેને સ્વીકાર કરવો. મહાન પુરુષો તો કહેતા આવ્યા છે કે અમે કહીએ છીએ માટે અમુક વસ્તુને સ્વીકારતા ને, પણ સોનાને જેમ કષ, છેદ અને તાપ લગાડે છે, તેમ તમારા હૃદય, મન અને અનુભવની કસોટી લગાડે અને વાત સ્વીકારવા ચોગ્ય લાગે તે સ્વીકારે, અને તે પ્રમાણે જીવન જીવો. તમારે અનુભવ તેની સત્યતા કે અસત્યતા પુરવાર કરી આપશે. જેમને કાંઈ પણ વસ્તુ જીવનમાં ઉતારવી નથી, અને તે વસ્તુની સત્યતાને અનુભવ કરવો નથી, તેઓ તો પ્રાચીન સૂત્રોને ટાંકયાં કરશે, પણ જેઓ સત્યજીવન જીવવા માગે છે, તેઓ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચાર કરી સત્ય જ્ઞાનને વ્યવહારમાં ઉતારશે.
Page #4
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને
હવે આપણે સંઘના વિચાર કરીએ. ઉમાસ્વાતિ સ્વા પ્રશમરતિમાં લખે છે કે પરસ્પરોપગ્રહો નીવાનામ્ જીવાપરસ્યું ઉપકારી છે. શ્રાવકે! સાધુઓને સંયમ નિર્વાહનાં સાધને પુરાં પાડે અને સાધુએ શ્રાવક્રને જ્ઞાનપ્રાપ્તિમાં મદદ કરે, આ રીતે ચતુર્વિ સંધનાં ચારે અંગેા એકબીજાને સહાયક છે. પણુ જ્યાં અજ્ઞાન વધે અને મીન મહત્ત્વની ખબતાને પ્રધાનપદ આપવામાં આવે, ત્ય પક્ષાપક્ષી થાય અને ઝધડા વધે, અને જ્યાં ધર્મના હેતુ એકત સંપ, અને શાંતિ હાવા જોઈએ, ત્યાં જ ધર્મનિમિત્તે વેર વિરાધ થા એ નહિ ઇચ્છવા યોગ્ય ઘટના છે. જ્યારે જ્ઞાનપ્રવાહ જીવંત હાય લેાકા મુખ્ય સિદ્ધાંતાને લક્ષમાં રાખી દેશ કાળ પ્રમાણે સુધારા કરતા રહેતા હેાય ત્યાં પ્રગતિ સારી રીતે થાય છે, પણ જ્યાં સત્યને અમુક વ્યવસ્થિત રૂપ આપવામાં આવે છે, અને સ્થિતિચુસ્તતા જ ધર્મ મનાય છે, ત્યાં પ્રગતિ અટકી પડે છે, અને સંધમાં કુસંપ વ્યાપે છે. જેમ અત્યારે દેશની પ્રગતિ ખાતર નાના નાના મતભેદા દૂર કરવામાં આવે છે, તેમ સંઘની પ્રગતિ ખાતર સંધના વિવિધ અંગાએ ખીન મહત્ત્વની બાબતેા સબંધી કલહ કંકાસથી દૂર રહેવું જોઇએ.
૧૨૨
હાલમાં જો પક્ષાપક્ષી કે કલહુ દેખાતા હાય, તેા તેનું એક કારણ સ્થિતિચુસ્ત અને પ્રગતિશીલ વિચારા વચ્ચેના વિરાધ છે. જ્યાં જ્યાં સ્થિતિચુસ્ત વિચારકા અને પ્રગતિશીલ વિચારાનું સંમેલન થાય, ત્યાં એક બીજાને સમજવાને બદલે પેાતાને કક્કા ખરા કરાવવાના આગ્રહ હાય ત્યાં ઝઘડા સિવાય શું ખીજાં પરિણામ આવે
ખીજું મારું, કારણ ખરા નાયકે—આગેવાનાની ખામી છે. જેએ નિઃસ્વાર્થી, કૃતકૃત્ય, પરાપકારી, મુદ્ધિશાળી, પ્રેમાળ, સત્યવચની, કાર્યદક્ષ અને કુનેહ બુદ્ધિવાળા હાય, અને જેમના હૃદયમાં સધનું હિત કેમ કરવું એ જ પ્રધાન લક્ષ હાય, તેવા આગેવાને ક્યાં છે? Calculating ગણત્રી કરનારા હાય, પેાતાના કે પેાતાના
જે
Page #5
--------------------------------------------------------------------------
________________ જ્ઞાનના ભંડારો અને સંઘ સંસ્થા 123 પક્ષનો વિચાર કરનારા હોય તેઓ શી રીતે આગેવાન થઈ શકે ? હિતોપદેશમાં લખ્યા પ્રમાણે તેઓ તો એમજ વિચારે કે - न गणस्याग्रतो गच्छेत् यथा लाभे समं फलं / यदि कार्यविपत्तिः स्यात् मुखरस्तत्र हन्यते / / ટોળાના આગેવાન થઈને જવું નહિ. જે લાભ થશે તો બધાને સમાન થશે, પણ જે કાર્ય ઉધું પડશે તે જે મોખરે હશે, તેને નાશ થશે. માટે આગેવાન થવું નહિ, એવી ભાવનાવાળાઓની સંખ્યાને પાર નથી. કેઈ આ કામ કરે તો ઘણું સારું, પણ મારે શું કરવા તે કરવું જોઈએ ? આવું કહેનારા ઘણું છે. પણ ઘણુ થોડા જ મનુષ્ય એમ કહેવા બહાર પડે છે કે “જે કેાઈએ આ કામ કરવું જોઈએ, તો પછી મારે તે કેમ ન કરવું ?" આવું કહેનારા અને તે પ્રમાણે વર્તનારા જ સાચા નાયકે થઈ શકે. કારણકે તેમનામાં આત્મશ્રદ્ધા છે, અને પિતે માથે લીધેલા કાર્ય વાતે ભોગ આપવાની શક્તિ છે. જ્યારે પ્રગતિશીલ વિચારમાંથી આવા નિસ્વાર્થી આત્મભોગી સાચા નાયકે બહાર પડશે, ત્યારે સંઘને ઉદય થશે. 26-8-30 મણિલાલ નથુભાઈ દેશી