________________ જ્ઞાનના ભંડારો અને સંઘ સંસ્થા 123 પક્ષનો વિચાર કરનારા હોય તેઓ શી રીતે આગેવાન થઈ શકે ? હિતોપદેશમાં લખ્યા પ્રમાણે તેઓ તો એમજ વિચારે કે - न गणस्याग्रतो गच्छेत् यथा लाभे समं फलं / यदि कार्यविपत्तिः स्यात् मुखरस्तत्र हन्यते / / ટોળાના આગેવાન થઈને જવું નહિ. જે લાભ થશે તો બધાને સમાન થશે, પણ જે કાર્ય ઉધું પડશે તે જે મોખરે હશે, તેને નાશ થશે. માટે આગેવાન થવું નહિ, એવી ભાવનાવાળાઓની સંખ્યાને પાર નથી. કેઈ આ કામ કરે તો ઘણું સારું, પણ મારે શું કરવા તે કરવું જોઈએ ? આવું કહેનારા ઘણું છે. પણ ઘણુ થોડા જ મનુષ્ય એમ કહેવા બહાર પડે છે કે “જે કેાઈએ આ કામ કરવું જોઈએ, તો પછી મારે તે કેમ ન કરવું ?" આવું કહેનારા અને તે પ્રમાણે વર્તનારા જ સાચા નાયકે થઈ શકે. કારણકે તેમનામાં આત્મશ્રદ્ધા છે, અને પિતે માથે લીધેલા કાર્ય વાતે ભોગ આપવાની શક્તિ છે. જ્યારે પ્રગતિશીલ વિચારમાંથી આવા નિસ્વાર્થી આત્મભોગી સાચા નાયકે બહાર પડશે, ત્યારે સંઘને ઉદય થશે. 26-8-30 મણિલાલ નથુભાઈ દેશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org