Book Title: Gujarati Path Samiksha Pravrutti Gai kal ane Aavti Kal Author(s): Ratilal Borisagar Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf View full book textPage 4
________________ 62 એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ વધારાની યોગ્યતા રૂપે સ્વીકાર કરવામાં આવે. (4) એમ. ફિલ. કક્ષાએ મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ અને સંપાદનની વ્યવસ્થા ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં હોવી જોઈએ. જે રીતે ભાષાવિજ્ઞાનમાં અનુસ્નાતક અભ્યાસ પછીના ડિપ્લોમા અભ્યાસક્રમની વ્યવસ્થા છે તે રીતે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ અને સંપાદનના ડિપ્લોમા અભ્યાસક્રમની વ્યવસ્થા પણ થવી જોઈએ. મધ્યકાલીન સાહિત્ય ભણાવવા માટેની અધ્યાપકની યોગ્યતામાં સ્નાતક કક્ષાએ ભણાવવા માટે ડિપ્લોમા કક્ષાનો અને અનુસ્નાતક કક્ષાએ ભણાવવા માટે એમ.ફિલ. કક્ષાનો આ પ્રકારનો અભ્યાસ અનિવાર્ય ગણાવો જોઈએ. (પ) પાઠસમીક્ષપ્રવૃત્તિ માટે કમ્યુટરનો વિનિયોગ થવો જોઈએ. આ માટેની તાલીમની વ્યવસ્થા મધ્યવર્તી સંસ્થા દ્વારા કરવી જોઈએ. આપણી તમામ હસ્તપ્રતોને ફૂલોપીઓમાં સંગૃહીત કરી લેવાનું સૂચન આજે થોડું અવાસ્તવિક અને અવ્યવહારુ લાગશે. પણ એકવીસમી સદીની પહેલી પચ્ચીસીમાં એ એટલું અઘરું નહિ લાગે. આ તો માત્ર દિશાસૂચન છે. મુખ્ય વાત તો મધ્યકાલીન સાહિત્યવારસાને સાચવવાની ચિંતા કરનારાનું સંકલ્પબળ એકત્રિત થાય તે જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4