Book Title: Gujarati Path Samiksha Pravrutti Gai kal ane Aavti Kal
Author(s): Ratilal Borisagar
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિ : ગઈકાલ અને આવતી કાલ રતિલાલ બોરીસાગર ગુજરાતી સાહિત્યમાં અનેક ક્ષેત્રે પ્રારંભ કરી દેખાડનાર નર્મદ દયારામકૃત કાવ્યસંગ્રહનું સંપાદન કરી, ઈ.સ.૧૮૬૦માં ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિના શ્રીગણેશ માંડ્યા. આ પછી ઈ.સ.૧૮૭૧માં નવલરામે પાઠસમીક્ષાના સિદ્ધાંતોનો વિનિયોગ કરી, “મામેરું'નું શાસ્ત્રીય ઢબે સંપાદન કર્યું. “મામેરુની પ્રસ્તાવનામાં નવલરામે લખ્યું : મુંબઈ ઈલાકામાં છાપખાનાં નીકળ્યાં ત્યારથી જૂના ગ્રંથ છપાવા માંડ્યા છે ખરા, પણ આજપર્યત સારોદ્ધાર કરવાની જે રીતે આપણામાં ચાલી આવી છે, તે ઘણી જ અપૂર્ણ છે. ઘણાએ તો જેવી પ્રત મળી તેવી જ છપાવી દીધી છે, અને એનું પરિણામ એ થયું છે કે આપણા મહાકવિઓનાં ઘણાં કાવ્ય છપાયાં છે, પણ તે નહિ જેવાં જ ગણાય છે - કેમકે તે બિલકુલ અશુદ્ધ છે. થોડાએક તો જૂના ગ્રંથના ગુરુ થઈ બેઠા અને પોતાની નજરમાં જે સારું લાગ્યું તે પ્રમાણે ફેરફાર કરીને પ્રગટ કરવા મંડી ગયા. એના કરતાં તો હોય તેમજ છપાવી દેવું એ વધારે સારું કે તેથી બધા લોકોના હાથમાં અશુદ્ધ તો અશુદ્ધ પણ જૂની પ્રતની એક ખરી નકલ તો આવે. પણ પ્રગટ કરનારે જ્યાં સ્વચ્છેદે ફેરફાર કરી દીધો હોય છે ત્યાં તો અસલનું કર્યું અને પેલાએ પોતાનું ઘોંચી ઘાલ્યું છે તે કર્યું એ જાણવું બિલકુલ અશક્ય થઈ પડે છે અને તેથી તે પ્રતના સાચાપણા ઉપર કાંઈ પણ ભરોસો રાખી શકાતો નથી." આ પછી લગભગ સો વરસ બાદ ડૉ. હરિવલ્લભ ભાયાણી લખે છે : “...આજ સુધીમાં સેંકડો પ્રાચીન મધ્યકાલીન ગુજરાતી (તેમજ ઓછે અંશે સંસ્કૃત, પ્રાકૃત વગેરે) કૃતિઓનું સંપાદન થયું છે. પણ આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતી કૃતિઓનાં સંપાદનની સમસ્યાઓની તથા ફાસ્ત્રીય પદ્ધતિ અને ધોરણોની વ્યવસ્થિત ચર્ચા કે વિવરણ કરવાનું આપણને આવશ્યક લાગ્યું. નથી. સંપાદન શાસ્ત્રનું એક પણ પુસ્તક ગુજરાતીમાં નથી. ". ગ્રંથસંપાદનનું લક્ષ્ય બધી ઉપલબ્ધ સામગ્રીને આધારે કૃતિના મૂળ પાઠ સુધી પહોંચવાનું હોય છે. જાયેઅજાયે પ્રવેશેલા ફેરફારોનો પરિહાર સાધીને શબ્દસ્વરૂપ, શબ્દયોજના, છંદ વગેરે પરત્વે મૂળ કૃતિનો સાંગોપાંગ ૧, નવલરામ. મામેરું, પ્રસ્તાવન, પૃ. ૯-૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4