Book Title: Gujarati Bhashani Utkrantio Dastaweji Alekh
Author(s): Jayant Kothari
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 3
________________ R ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિને દસ્તાવેજી આલેખ વ્યુત્પત્તિઓ પરથી સમજાય છે. એ પોતે ચોક્કસ વ્યુત્પત્તિ આપે છે કે અમુક વ્યુત્પત્તિ તરફ પક્ષપાત બતાવે છે ત્યારે એને માટે સ્વનિશાસ્ત્રના સ્વીકૃત નિયમોને કે વ્યાકરણી હકીકતોને ભાગ્યે જ આધાર હોય છે. થોડા ઉદાહરણ જેવાથી આ વાતની પ્રતીતિ થશે: કરવાનુની વ્યુત્પત્તિ પંડિતજી “તવ્યતીય’ અને ‘તણને આધારે સૂચવે છે અને પહેલી યુતિને સંગત ગણે છે પણ કરવાનું' એ “કરવુંનું --' પ્રત્યય લાગીને થયેલું વિસ્તરણ છે એ તરફ એમનું લક્ષ ગયું નથી. | ગુજરાતીને ભાવવાચક “આઈ પ્રત્યય વૈદિક “તાતિમાંથી અને ગુજરાતીને પરિમાણવાચક " (“રૂપિયાને પગાર' વગેરેમાં) વૈદિક “ઈન' માંથી હવાને તક પંડિતજી કરે છે, જે સ્વીકારવા માટે ભાગ્યે જ કશા આધાર છે. ગુજરાતીના -ન-” પ્રત્યયની વ્યાપકતા પંડિતજીએ બરાબર વિચાર હોત તે એને “ઈન માંથી ઘટાવવાનો વિચાર એ ન જ કરત. ગુજરાતીમાં વૈદિકનો વારસ બતાવવાને ઉત્સાહ એમને આવી કેટલીક વ્યુત્પત્તિઓ તરફ ખેંચી ગય લાગે છે. નાતરું' ની વ્યુત્પત્તિ જ્ઞાતિ ઉપરથી સૂચવી પાદટીપમાં પંડિતજી એની “જ્ઞાત્યન્તરમ' સાથેની સમાનતા નિદેશે છે અને પાછા “જ્ઞાતિ-ઇતરને સંભવ પણ સેંધે છે! પંડિતજી પાસે સાર્વત્રિક ધ્વનિનિયમોની ભૂમિકા હોત તો એ સહેલાઈથી સીધા “જ્ઞાત્યન્તરમ' પર જ સ્થિર થઈ શકયા હેત. ગમાર' શબ્દ ફારસી ગુમરાહ”નું રૂપાંતર લાગે છે એમ કહ્યા પછી પંડિતજી હેમચન્દ્ર નંધેલા “ગુમ ધાતુ અને ગ્રામ્યાચાર' પરથી પણ એની વ્યુત્પત્તિ સૂચવે છે વારે વારે પ્રગટ થતી આ જાતની અનિર્ણયાત્મકતા ભાષાવિકાસના ધોરી માર્ગોને પ્રકાશિત કરવાનું કામ ભાગ્યે જ કરી શકે. છતાં વ્યુત્પત્તિ નિમિત્તે જુદી જુદી ભૂમિકાની ઘણી ભાષાસામગ્રીનું અહીં સંનિધાન થયું છે. ભાષાસંશોધકો એને કાચી સામગ્રી તરીકે જરૂર ઉપયોગમાં લઈ શકે. પંડિતજીએ ઘણું અભ્યાસપૂર્વક આ વ્યાખ્યાનો તૈયાર કર્યા છે અને પોતાની સર્વ જાણકારી કામે લગાડી છે. એમના નિરૂપણમાં ઘણી વિશદતા અને સદ્યોગમ્યતા છે, વૈદિકથી માંડી ગુજરાતી સુધીની પ્રચુર ભાષાસામગ્રી એમણે કામમાં લીધી છ અને પ્રયોગમૂલક અભ્યાસની એક વૈજ્ઞાનિક પદ્ધતિને એમણે આશ્રય લીધો છે. આમ છતાં વિષય પર જોઈએ તે પ્રકાશ પડતો ન લાગતો હેય તે એનાં કેટલાક કારણ છે. એમણે, ડે. ભાયાણીએ કહ્યું છે, તેમ આધુનિક મૌલિક પૂર્વકાર્યથી લગભગ નિરપેક્ષ રહીને વિષયનું નિરૂપણ કર્યું છે, પિતે જેમને આધાર લીધે છે તે થાક, નિરક્ત, હેમચન્દ્રાદિની સામગ્રીને ચકાસવાને પ્રયત્ન કર્યો નથી તથા માહિતી નાંધવાને અને સમાન્તરતાઓ નિર્દેશવાને શ્રમ લીધો છે એટલે નિયમ કે વલણે તારવવાને લીધો નથી. એથી જ ઉપસંહારના પ્રકરણમાં થેડા વ્યાપક પ્રકારનાં તારણે ઉપરાંત કંઈ નક્કર એ આપી શકયા નથી. આમ છતાં પંડિતજીએ ગુજરાતી ભાષાના વિકાસના અભ્યાસની એક દિશા ખોલી આપી છે. જે હજ ઝાઝી ખેડાયેલી નથી. પંડિતજીનું આ પ્રદાન નોંધપાત્ર ગણશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3