Page #1
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિને દસ્તાવેજી આલેખ
જયંત કોઠારી મુંબઈ યુનિવર્સિટીના ઈ. સ. ૧૯૩૮-૩૯નાં ઠક્કર વિસનજી માધવજી વ્યાખ્યાને પંડિત બેચરદાસ દેશીએ “ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ ” એ વિષય પર ૧૯૪૦માં આપ્યાં અને એ વ્યાખ્યાને પુસ્તક રૂપે ૧૯૪૩માં પ્રસિદ્ધ થયાં.' આ વ્યાખ્યાનો એની પદ્ધતિ અને એનાં કેટલાંક પ્રતિપાદનને કારણે નેધપાત્ર બને છે.
કુલ પાંચ વ્યાખ્યામાંથી, મુખ્ય વિષયના “આમુખ' તરીકે યોજાયેલું પહેલું વ્યાખ્યાન ૨૧૮ પાનાં સુધી વિસ્તરે છે અને ગુજરાતી ભાષાની પૂર્વ પરંપરાને વીગતે પરિચય આપવા તકે છે. બાકીનાં ચાર વ્યાખ્યામાં અનુક્રમે ૧૨મા-૧૩મા, ૧૪મા-૧૫મા, ૧૬મા-૧૭મા અને ૧૮માં સૈકાની ગુજરાતી ભાષાના સ્વરૂપનું વિશ્લેષણ ૪૪૬ પાનાંમાં રજુ થયું છે.
પહેલા વ્યાખ્યાનમાં સૌ પ્રથમ શબ્દસ્વરૂપ, ધ્વનિઓ, ભાષાસવરૂપ, ભાષાભેદ વગેરે વિષયેનું પ્રાચીન મતાનુસારી નિરૂપણ થયું છે. પ્રાચીન પરંપરાના દેહન તરીકે એ અવશ્ય ઉપયોગી છે પણ આધુનિક ભાષાવિજ્ઞાને આ વિષયોમાં જે કેટલીક મૂળગામી વિચાર કરી છે એનાથી સાવ અસ્કૃષ્ટ રહીને થયેલું નિરૂપણ આજે એકાંગી લાગે અને એ દષ્ટિએ થયેલા ભાષાવિશ્લેષણને કેટલીક ગંભીર મર્યાદાઓ નડે એમાં નવાઈ નથી.
આ પછી પંડિતજીએ વૈદિક, લૌકિક સંસકૃત, પ્રાકૃત, પ્રાતભેદે, અપભ્રંશ – આ બધાંનું સ્વરૂ૫ ફટ કર્યું છે અને એમના પરસ્પરના સંબંધ અંગે કેટલોક ઉહાપોહ કર્યો છે. એમાં એમની એક મહત્તવની સ્થાપના તે વૈદિક સાથે પ્રાકૃતને ગાઢ સંબંધ હોવા વિશેની છે, જે એમણે ખૂબ વિગતે ચચી છે. સંસ્કૃત (એટલે લૌકિક સંસ્કૃત)ને એ નાની બહેન અને પ્રાકૃતને મોટી બહેન ગણાવે છે અને સંસ્કૃત પર પડેલા પ્રાકૃતના પ્રભાવનું વર્ણન કરે છે. એથી જ એ તદ્દભવ' અને “સંસ્કૃતનિ' એ શબ્દોનું અનૌચિત્ય પણ દર્શાવે છે. પંડિતજી, અલબત્ત, પ્રાકૃત ભાષામાંથી સંસ્કૃત આવી છે એવા રાજશેખરને મતનો પણ વિરોધ કરે છે. સંસ્કૃત અને પ્રાકૃતને બહેનો ગણાવનાર આ મત પણ ન સ્વીકારી શકે એ સ્વાભાવિક છે. પંડિતજીનું આ ભાષાદશન અત્યંત
સ્પષ્ટ છે અને ભારપૂર્વક મુકાયેલું છે પણ એ સાધાર છે અને એકાંગી થઈ જવાના જોખમમાંથી ઊગરી ગયેલું છે. પંડિતજીએ પ્રાકૃત ભાષાના અભ્યાસને આગ્રહ વ્યક્ત કર્યો છે તે ભારતીય-આર્ય ભાષાના વિકાસમાં પ્રાકૃતનું જે મહાવભર્યું સ્થાન એમણે દર્શાવ્યું છે તે જોતાં પૂરેપૂરો ઉચિત લાગે છે.
પંડિતજીએ અપભ્રંશને સંબંધ પણ આદિમ પ્રાકૃત સાથે જોડો છે તથા સંસ્કૃત અને પ્રાકૃતની સાથે અપભ્રંશને પણ ત્રીજી બહેન ગણાવી છે. પ્રાકૃતની જેમ અપભ્રંશના મૂળને છેક પ્રાચીનકાળમાં લઈ જવાનું કેટલુંક ઉચિત ગણાય એ પ્રશ્ન છે, પણ એ દ્વારા લોકભાષાનું સાતત્ય તો સચવાય છે. પંડિતજી “અપભ્રંશ' શબ્દના સામાન્ય અર્થ અને વિશેષ અર્થને ભેદ કરે છે તથા પ્રાદેશિક અપભ્રંશે હેવાનું સ્વીકારે છે પણ એમની વચ્ચે નજીવો ફરક હોવાનું જણાવે છે. ૧. “ગુજરાતી ભાષાની ઉત્કાન્તિ' (બારમા સૈકાથી અઢારમા સૈકા સુધી), અધ્યાપક બેચરદાસ જીવરાજ દોશી
મુંબઈ યુનિવર્સિટી, ૧૯૪૩.
Page #2
--------------------------------------------------------------------------
________________
પર
જયંત કાહારી
અપભ્રંશને ગુજરાતીની માતા, વ્યાપક પ્રાકૃત ને મેાટી માસી ને સંસ્કૃતને નાની માસી તથા વૈદિક યુગના આદિમ પ્રાકૃતને માતામહી ગણાવી પડિતજી ગુજરાતીમાં એ માતામહીને વારસા પણુ શોધી મતાવે છે. આમાં ઘણે સ્થાને આકસ્મિકતાને આશ્રય લેવાઈ ગયા હૈાય એવું જણાય છે.
-
પંડિતજીની એક અત્યંત વિલક્ષણ ને વિવાદાસ્પદ સ્થાપના તે ગુજરાતી ભાષાના આરંભ વિશેની છે, એ હેમચંદ્રના અપભ્રંશમાં ઊગતી ગુજરાતીની પ્રક્રિયા જોવા આગળ અટકતા નથી, હેમચંદ્રને ગુજરાતીના પાણિનિ અને સાહિત્યિક ગુજરાતીના વાલ્મીકિ – આદ્ય કવિ કહેવા સુધી પહેાંચે છે અને પછીથી ૧૨મા સૈકાની ગુજરાતી ભાષાના અભ્યાસમાં અભયદેવ, વાદિદેવસૂરિ, હેમચંદ્ર વગેરેની કૃતિઓને સમાવી લે છે. ડૉ. હરિવલ્લભ ભાચાણી દર્શાવે છે. તેમ સંયુક્ત ચ્ંજનના ઋજુભાવના ભેદક લક્ષણને અવગણી ઉક્ત અપભ્રંશ કૃતિઓને ગુજરાતી કરાવી દેવાઈ છે, તે ઉપરાંત પંડિતજી પેાતાની કાઈ તાર્કિક કે સ્થિર ભૂમિકા ઊભી કરી શકવા નથી. અભયદેવસૂરિના સ્ટેાત્ર વિશે તે કહે છે કે “રચનાર ગુજરાતી, રચવાનું સ્થળ ગુજરાતનું એક ગામ એ જોતાં સ્તાત્રની ભાષા પણ સાપેક્ષ રીતે ગુજરાતી કહેવાય.” જાણે ભાષાકીય લાક્ષણિકતા અપ્રસ્તુત હાય! ઉક્ત કૃતિનાં જે વ્યાકરણગત લક્ષણા પ`ડિતજીએ તારવ્યાં છે એ બહુધા અપભ્રંશનાં જ છે અને પતિજી પોતે એમાં હેમચંદ્રે જે ( ઊગતી ગુજરાતીનું ! ) વ્યાકરણ લખ્યું છે તેના નિયમાથી, સાધારણ ઉચ્ચારભેદ સિવાય કાઈ ભેદ જોતા નથી.
૧૩મા સૈકાના ૬ જ”બૂચરિય'ની ભાષાને ઊગતી ગુજરાતી કહેવા કરતાં કુમાર ગુજરાતી કહેવી જોઈએ. એમ પડિતજી વાંધે છે. એને અથ એટલે જ કે એમાં અપભ્રશાત્તર ભૂમિકાની ભાષા જોવા મળે છે. ઉપસ'હાર'માં પંડિતજીનાં વાકયો વધારે દ્યોતક છે:
“ બારમા સૈકાની ગુજરાતી ભાષાના શબ્દદેહ પ્રાકૃતની જેવા છે.”
“ તેરમા સૈકાની ભાષામાં પ્રાકૃતપણું ઓછું દેખાય છે.” પંડિતજીએ આ વિધાને સંગત રહીને જ પેાતાનાં વ્યાખ્યાનામાં ભાષાવિકાસનું ચિત્ર આલેખ્યું હેત તા ?
ખીજાથી પાંચમા વ્યાખ્યાનમાં પડિતજીએ ૧૨માથી ૧૮મા સૈકા સુધીનુ' ગુજરાતી ભાષાના વિકાસનું જે ચિત્ર આપ્યું છે તે એની પદ્ધતિની દૃષ્ટિએ ખૂબ ધ્યાનપાત્ર છે, એમણે દરેક સૈકાની નમૂનારૂપ કેટલીક કૃતિઓ કે કૃતિ-અશેા લીધા છે અને એમાંથી ભાષાસામગ્રી લઈ પેાતાનું વિશ્લેષ પ્રસ્તુત કર્યું છે – શબ્દભંડાળ માંધ્યુ છે, વ્યાકરણી રૂપોને પરિચય કરાવ્યા છે અને કેટલીક વ્યુત્પત્તિચર્ચા પણ કરી છે. ભાષાવિકાસના આ જાતનેા પ્રયાગમૂલક અભ્યાસ હજુ સુધી આપણે ત્યાં વિરલ છે, એ રીતે એનુ' વિશિષ્ટ મૂલ્ય છે.
બધાં વ્યાખ્યાનામાં પ'ડિતજી અનેક શબ્દ અને શબ્દધકાનાં મૂળ દર્શાવતા રહ્યા છે. પંડિતજીએ પોતે એક વખત અક્ષરસામ્યથી દેરવાવા સામે ચેતવણી આપી છે (પૃ. ૨૫૧ ) છતાં તે એમાંથી સાવ ખચી શકયા છે એવુ' નથી. ધ્વનિશાસ્ત્રના સ્થાપિત થઈ ચૂકેલા સામાન્ય નિયમા અને ગુજરાતી ભાષાની વ્યુત્પત્તિના વિષયમાં એમની પૂર્વે` થયેલા કામના પંડિતજીએ સામાન્ય રીતે લાભ લીધેલેા જણાતા નથી, તેથી વ્યુત્પત્તિને નામે શબ્દોની સમાન્તરતાએ તેાંધવા જેવુ જ બહુધા થયુ છે. ઘણે ઠેકાણે તેા પડિતજી પે।તે અટકળની ભૂમિકાએ છે એ એમણે સૂચવેલી વૈકલ્પિક
૨, વાચ્યાપાર, ૧૯૫૪, પૃ. ૩૭૯,
Page #3
--------------------------------------------------------------------------
________________ R ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિને દસ્તાવેજી આલેખ વ્યુત્પત્તિઓ પરથી સમજાય છે. એ પોતે ચોક્કસ વ્યુત્પત્તિ આપે છે કે અમુક વ્યુત્પત્તિ તરફ પક્ષપાત બતાવે છે ત્યારે એને માટે સ્વનિશાસ્ત્રના સ્વીકૃત નિયમોને કે વ્યાકરણી હકીકતોને ભાગ્યે જ આધાર હોય છે. થોડા ઉદાહરણ જેવાથી આ વાતની પ્રતીતિ થશે: કરવાનુની વ્યુત્પત્તિ પંડિતજી “તવ્યતીય’ અને ‘તણને આધારે સૂચવે છે અને પહેલી યુતિને સંગત ગણે છે પણ કરવાનું' એ “કરવુંનું --' પ્રત્યય લાગીને થયેલું વિસ્તરણ છે એ તરફ એમનું લક્ષ ગયું નથી. | ગુજરાતીને ભાવવાચક “આઈ પ્રત્યય વૈદિક “તાતિમાંથી અને ગુજરાતીને પરિમાણવાચક " (“રૂપિયાને પગાર' વગેરેમાં) વૈદિક “ઈન' માંથી હવાને તક પંડિતજી કરે છે, જે સ્વીકારવા માટે ભાગ્યે જ કશા આધાર છે. ગુજરાતીના -ન-” પ્રત્યયની વ્યાપકતા પંડિતજીએ બરાબર વિચાર હોત તે એને “ઈન માંથી ઘટાવવાનો વિચાર એ ન જ કરત. ગુજરાતીમાં વૈદિકનો વારસ બતાવવાને ઉત્સાહ એમને આવી કેટલીક વ્યુત્પત્તિઓ તરફ ખેંચી ગય લાગે છે. નાતરું' ની વ્યુત્પત્તિ જ્ઞાતિ ઉપરથી સૂચવી પાદટીપમાં પંડિતજી એની “જ્ઞાત્યન્તરમ' સાથેની સમાનતા નિદેશે છે અને પાછા “જ્ઞાતિ-ઇતરને સંભવ પણ સેંધે છે! પંડિતજી પાસે સાર્વત્રિક ધ્વનિનિયમોની ભૂમિકા હોત તો એ સહેલાઈથી સીધા “જ્ઞાત્યન્તરમ' પર જ સ્થિર થઈ શકયા હેત. ગમાર' શબ્દ ફારસી ગુમરાહ”નું રૂપાંતર લાગે છે એમ કહ્યા પછી પંડિતજી હેમચન્દ્ર નંધેલા “ગુમ ધાતુ અને ગ્રામ્યાચાર' પરથી પણ એની વ્યુત્પત્તિ સૂચવે છે વારે વારે પ્રગટ થતી આ જાતની અનિર્ણયાત્મકતા ભાષાવિકાસના ધોરી માર્ગોને પ્રકાશિત કરવાનું કામ ભાગ્યે જ કરી શકે. છતાં વ્યુત્પત્તિ નિમિત્તે જુદી જુદી ભૂમિકાની ઘણી ભાષાસામગ્રીનું અહીં સંનિધાન થયું છે. ભાષાસંશોધકો એને કાચી સામગ્રી તરીકે જરૂર ઉપયોગમાં લઈ શકે. પંડિતજીએ ઘણું અભ્યાસપૂર્વક આ વ્યાખ્યાનો તૈયાર કર્યા છે અને પોતાની સર્વ જાણકારી કામે લગાડી છે. એમના નિરૂપણમાં ઘણી વિશદતા અને સદ્યોગમ્યતા છે, વૈદિકથી માંડી ગુજરાતી સુધીની પ્રચુર ભાષાસામગ્રી એમણે કામમાં લીધી છ અને પ્રયોગમૂલક અભ્યાસની એક વૈજ્ઞાનિક પદ્ધતિને એમણે આશ્રય લીધો છે. આમ છતાં વિષય પર જોઈએ તે પ્રકાશ પડતો ન લાગતો હેય તે એનાં કેટલાક કારણ છે. એમણે, ડે. ભાયાણીએ કહ્યું છે, તેમ આધુનિક મૌલિક પૂર્વકાર્યથી લગભગ નિરપેક્ષ રહીને વિષયનું નિરૂપણ કર્યું છે, પિતે જેમને આધાર લીધે છે તે થાક, નિરક્ત, હેમચન્દ્રાદિની સામગ્રીને ચકાસવાને પ્રયત્ન કર્યો નથી તથા માહિતી નાંધવાને અને સમાન્તરતાઓ નિર્દેશવાને શ્રમ લીધો છે એટલે નિયમ કે વલણે તારવવાને લીધો નથી. એથી જ ઉપસંહારના પ્રકરણમાં થેડા વ્યાપક પ્રકારનાં તારણે ઉપરાંત કંઈ નક્કર એ આપી શકયા નથી. આમ છતાં પંડિતજીએ ગુજરાતી ભાષાના વિકાસના અભ્યાસની એક દિશા ખોલી આપી છે. જે હજ ઝાઝી ખેડાયેલી નથી. પંડિતજીનું આ પ્રદાન નોંધપાત્ર ગણશે.