Book Title: Gujarati Bhashani Utkrantio Dastaweji Alekh
Author(s): Jayant Kothari
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 2
________________ પર જયંત કાહારી અપભ્રંશને ગુજરાતીની માતા, વ્યાપક પ્રાકૃત ને મેાટી માસી ને સંસ્કૃતને નાની માસી તથા વૈદિક યુગના આદિમ પ્રાકૃતને માતામહી ગણાવી પડિતજી ગુજરાતીમાં એ માતામહીને વારસા પણુ શોધી મતાવે છે. આમાં ઘણે સ્થાને આકસ્મિકતાને આશ્રય લેવાઈ ગયા હૈાય એવું જણાય છે. - પંડિતજીની એક અત્યંત વિલક્ષણ ને વિવાદાસ્પદ સ્થાપના તે ગુજરાતી ભાષાના આરંભ વિશેની છે, એ હેમચંદ્રના અપભ્રંશમાં ઊગતી ગુજરાતીની પ્રક્રિયા જોવા આગળ અટકતા નથી, હેમચંદ્રને ગુજરાતીના પાણિનિ અને સાહિત્યિક ગુજરાતીના વાલ્મીકિ – આદ્ય કવિ કહેવા સુધી પહેાંચે છે અને પછીથી ૧૨મા સૈકાની ગુજરાતી ભાષાના અભ્યાસમાં અભયદેવ, વાદિદેવસૂરિ, હેમચંદ્ર વગેરેની કૃતિઓને સમાવી લે છે. ડૉ. હરિવલ્લભ ભાચાણી દર્શાવે છે. તેમ સંયુક્ત ચ્ંજનના ઋજુભાવના ભેદક લક્ષણને અવગણી ઉક્ત અપભ્રંશ કૃતિઓને ગુજરાતી કરાવી દેવાઈ છે, તે ઉપરાંત પંડિતજી પેાતાની કાઈ તાર્કિક કે સ્થિર ભૂમિકા ઊભી કરી શકવા નથી. અભયદેવસૂરિના સ્ટેાત્ર વિશે તે કહે છે કે “રચનાર ગુજરાતી, રચવાનું સ્થળ ગુજરાતનું એક ગામ એ જોતાં સ્તાત્રની ભાષા પણ સાપેક્ષ રીતે ગુજરાતી કહેવાય.” જાણે ભાષાકીય લાક્ષણિકતા અપ્રસ્તુત હાય! ઉક્ત કૃતિનાં જે વ્યાકરણગત લક્ષણા પ`ડિતજીએ તારવ્યાં છે એ બહુધા અપભ્રંશનાં જ છે અને પતિજી પોતે એમાં હેમચંદ્રે જે ( ઊગતી ગુજરાતીનું ! ) વ્યાકરણ લખ્યું છે તેના નિયમાથી, સાધારણ ઉચ્ચારભેદ સિવાય કાઈ ભેદ જોતા નથી. ૧૩મા સૈકાના ૬ જ”બૂચરિય'ની ભાષાને ઊગતી ગુજરાતી કહેવા કરતાં કુમાર ગુજરાતી કહેવી જોઈએ. એમ પડિતજી વાંધે છે. એને અથ એટલે જ કે એમાં અપભ્રશાત્તર ભૂમિકાની ભાષા જોવા મળે છે. ઉપસ'હાર'માં પંડિતજીનાં વાકયો વધારે દ્યોતક છે: “ બારમા સૈકાની ગુજરાતી ભાષાના શબ્દદેહ પ્રાકૃતની જેવા છે.” “ તેરમા સૈકાની ભાષામાં પ્રાકૃતપણું ઓછું દેખાય છે.” પંડિતજીએ આ વિધાને સંગત રહીને જ પેાતાનાં વ્યાખ્યાનામાં ભાષાવિકાસનું ચિત્ર આલેખ્યું હેત તા ? ખીજાથી પાંચમા વ્યાખ્યાનમાં પડિતજીએ ૧૨માથી ૧૮મા સૈકા સુધીનુ' ગુજરાતી ભાષાના વિકાસનું જે ચિત્ર આપ્યું છે તે એની પદ્ધતિની દૃષ્ટિએ ખૂબ ધ્યાનપાત્ર છે, એમણે દરેક સૈકાની નમૂનારૂપ કેટલીક કૃતિઓ કે કૃતિ-અશેા લીધા છે અને એમાંથી ભાષાસામગ્રી લઈ પેાતાનું વિશ્લેષ પ્રસ્તુત કર્યું છે – શબ્દભંડાળ માંધ્યુ છે, વ્યાકરણી રૂપોને પરિચય કરાવ્યા છે અને કેટલીક વ્યુત્પત્તિચર્ચા પણ કરી છે. ભાષાવિકાસના આ જાતનેા પ્રયાગમૂલક અભ્યાસ હજુ સુધી આપણે ત્યાં વિરલ છે, એ રીતે એનુ' વિશિષ્ટ મૂલ્ય છે. બધાં વ્યાખ્યાનામાં પ'ડિતજી અનેક શબ્દ અને શબ્દધકાનાં મૂળ દર્શાવતા રહ્યા છે. પંડિતજીએ પોતે એક વખત અક્ષરસામ્યથી દેરવાવા સામે ચેતવણી આપી છે (પૃ. ૨૫૧ ) છતાં તે એમાંથી સાવ ખચી શકયા છે એવુ' નથી. ધ્વનિશાસ્ત્રના સ્થાપિત થઈ ચૂકેલા સામાન્ય નિયમા અને ગુજરાતી ભાષાની વ્યુત્પત્તિના વિષયમાં એમની પૂર્વે` થયેલા કામના પંડિતજીએ સામાન્ય રીતે લાભ લીધેલેા જણાતા નથી, તેથી વ્યુત્પત્તિને નામે શબ્દોની સમાન્તરતાએ તેાંધવા જેવુ જ બહુધા થયુ છે. ઘણે ઠેકાણે તેા પડિતજી પે।તે અટકળની ભૂમિકાએ છે એ એમણે સૂચવેલી વૈકલ્પિક ૨, વાચ્યાપાર, ૧૯૫૪, પૃ. ૩૭૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3