Book Title: Girnar Chetta Parivadi
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 1
________________ અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ' ઉજ્જયંતગિરિનાં મંદિરો અનુલક્ષે રચાયેલી ચૈત્યપરિપાટીઓમાં માહિતીની દૃષ્ટિએ આ એક બહુ જ કીમતી અને ૪૧ જેટલી કડીઓ આવરી લેતી મોટી ચૈત્યપરિપાટી છે. અગાઉ પ્રકાશિત થઈ ચૂકેલ, બૃહત્તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની, અને સોમસુંદરસૂરિના પરિવારના રત્નશેખરસૂરિશિષ્ય હેમહંસની ગિરનાર તીર્થમાળામાં અપાયેલી વાતોનું આમાં સમર્થન હોવા અતિરિક્ત કેટલુંક વિશેષ સ્પષ્ટીકરણ પણ છે, અને અન્ય કોઈ પરિપાટીકારે નહીં જણાવેલ એવી નવીન હકીકતો પણ છે. કર્તા પોતાનું નામ પ્રગટ કરતા નથી, પણ કોઈ “સંઘવી શવરાજ”ના સંઘમાં શામિલ મુનિની આ રચના હોઈ શકે તેવો તર્ક છેવટની એટલે કે ૪૧મી ગાથા પરથી થઈ શકે છે. સંપ્રતિ રચના લા. દ. ભા. સં. વિ. મંડના મુનિપુણ્યવિજયજી સંગ્રહની પ્રતિ ક્રમાંક ૨૯૭૦ ઉપરથી ઉતારી છે. મૂળ પ્રતિમાં જો કે રચનાસંવત કે લિપિસંવત દર્શાવ્યો નથી; પણ ભાષા અને વસ્તુની દૃષ્ટિએ સાંપ્રત કૃતિ ૧૫મા શતકના ઉત્તરાર્ધની જણાય છે, જ્યારે પ્રતિની લિપિ ૧૭મા શતકના ઉત્તરાર્ધથી પુરાણી લાગતી નથી. પ્રારંભમાં યાત્રી-કવિ દેવી “અંબિકા' અને ભગવતી “સરસ્વતીને સ્મરી, મિજિનને વંદના દઈ, “ઊજલિગિરિ (ઉજ્જયંતગિરિ)ના જિણવરને સાનંદ સ્તવવાનો નિર્ધાર જાહેર કરે છેઃ (૧). આ પછી ગિરનારની તળેટીમાં આવેલ વિશાળ એવા જૂનૂગઢ’ (જૂનાગઢ= જીર્ણદુર્ગsઉપરકોટ)નો ઉલ્લેખ કરી, ત્યાંના ‘સલષપ્રાસાદ(શ્રેષ્ઠી “સલક્ષ' કારિત જિનાલય)માં જુહાર કરી, ઉસવંસ (ઓસવાલ વંશ)માં જન્મેલ “સમરસિંહે ઉદ્ધારાવેલ, તિજલપુરિ (તેજપાલ સ્થાપિત “તેજલપુર શહેર)ના પાર્શ્વને નમસ્કાર, “સંઘવી ધુંધલના પ્રાસાદમાં “આદિ જિનવર'ને જુહારવાનું કહે છે : (૨-૩). તે પછી “ધરણિગ વસહી” (“જીર્ણદુર્ગમાં હતી)ના મહાવીરસ્વામીને વંદવાનું કહે છે. અને પ્રસ્તુત વસહીમાં ડાબી બાજુનો ભદ્રપ્રાસાદ' શ્રેષ્ઠી ‘પૂનિગે કરાવ્યાની નોંધ કરે છે. (૪) આ પછી “લખરાજે ઉત્સાહથી કરાવેલ “ખમાણાવસહી'માં પિત્તળના જિનનાથ “રિસફેસર (ઋષભેશ્વર)ને પૂજીએ તેમ જણાવે છે. (૫). હવે ગિરિવર (ગિરનાર) તરફ સંચરવાની વાત કરે છે. ત્યાં ‘વરસાપથક્ષેત્રમાં રહેલ) ‘દામોદર', “સોવરેખ” (સોનરેખ) નદી, અને “કાલમેઘ ક્ષેત્રપાલ'નો ઉલ્લેખ કરે છે. (૬). એ પછી આવતી નિસર્ગશોભાનું વર્ણન ગાથા ૭માં કહે છે. આ પછી (મંત્રીશ્વર) ઉદયન’ પુત્ર બાહડે (મંત્રી વાલ્મ) વિસલપુરી ત્રેસઠ લાખ ખરચીને “પાન કરાવ્યાનું કહે છે. (૮). “પાજે' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9