Page #1
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ'
ઉજ્જયંતગિરિનાં મંદિરો અનુલક્ષે રચાયેલી ચૈત્યપરિપાટીઓમાં માહિતીની દૃષ્ટિએ આ એક બહુ જ કીમતી અને ૪૧ જેટલી કડીઓ આવરી લેતી મોટી ચૈત્યપરિપાટી છે. અગાઉ પ્રકાશિત થઈ ચૂકેલ, બૃહત્તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની, અને સોમસુંદરસૂરિના પરિવારના રત્નશેખરસૂરિશિષ્ય હેમહંસની ગિરનાર તીર્થમાળામાં અપાયેલી વાતોનું આમાં સમર્થન હોવા અતિરિક્ત કેટલુંક વિશેષ સ્પષ્ટીકરણ પણ છે, અને અન્ય કોઈ પરિપાટીકારે નહીં જણાવેલ એવી નવીન હકીકતો પણ છે. કર્તા પોતાનું નામ પ્રગટ કરતા નથી, પણ કોઈ “સંઘવી શવરાજ”ના સંઘમાં શામિલ મુનિની આ રચના હોઈ શકે તેવો તર્ક છેવટની એટલે કે ૪૧મી ગાથા પરથી થઈ શકે છે.
સંપ્રતિ રચના લા. દ. ભા. સં. વિ. મંડના મુનિપુણ્યવિજયજી સંગ્રહની પ્રતિ ક્રમાંક ૨૯૭૦ ઉપરથી ઉતારી છે. મૂળ પ્રતિમાં જો કે રચનાસંવત કે લિપિસંવત દર્શાવ્યો નથી; પણ ભાષા અને વસ્તુની દૃષ્ટિએ સાંપ્રત કૃતિ ૧૫મા શતકના ઉત્તરાર્ધની જણાય છે, જ્યારે પ્રતિની લિપિ ૧૭મા શતકના ઉત્તરાર્ધથી પુરાણી લાગતી નથી.
પ્રારંભમાં યાત્રી-કવિ દેવી “અંબિકા' અને ભગવતી “સરસ્વતીને સ્મરી, મિજિનને વંદના દઈ, “ઊજલિગિરિ (ઉજ્જયંતગિરિ)ના જિણવરને સાનંદ સ્તવવાનો નિર્ધાર જાહેર કરે છેઃ (૧). આ પછી ગિરનારની તળેટીમાં આવેલ વિશાળ એવા જૂનૂગઢ’ (જૂનાગઢ= જીર્ણદુર્ગsઉપરકોટ)નો ઉલ્લેખ કરી, ત્યાંના ‘સલષપ્રાસાદ(શ્રેષ્ઠી “સલક્ષ' કારિત જિનાલય)માં જુહાર કરી, ઉસવંસ (ઓસવાલ વંશ)માં જન્મેલ “સમરસિંહે ઉદ્ધારાવેલ, તિજલપુરિ (તેજપાલ સ્થાપિત “તેજલપુર શહેર)ના પાર્શ્વને નમસ્કાર, “સંઘવી ધુંધલના પ્રાસાદમાં “આદિ જિનવર'ને જુહારવાનું કહે છે : (૨-૩). તે પછી “ધરણિગ વસહી” (“જીર્ણદુર્ગમાં હતી)ના મહાવીરસ્વામીને વંદવાનું કહે છે. અને પ્રસ્તુત વસહીમાં ડાબી બાજુનો
ભદ્રપ્રાસાદ' શ્રેષ્ઠી ‘પૂનિગે કરાવ્યાની નોંધ કરે છે. (૪) આ પછી “લખરાજે ઉત્સાહથી કરાવેલ “ખમાણાવસહી'માં પિત્તળના જિનનાથ “રિસફેસર (ઋષભેશ્વર)ને પૂજીએ તેમ જણાવે છે. (૫).
હવે ગિરિવર (ગિરનાર) તરફ સંચરવાની વાત કરે છે. ત્યાં ‘વરસાપથક્ષેત્રમાં રહેલ) ‘દામોદર', “સોવરેખ” (સોનરેખ) નદી, અને “કાલમેઘ ક્ષેત્રપાલ'નો ઉલ્લેખ કરે છે. (૬). એ પછી આવતી નિસર્ગશોભાનું વર્ણન ગાથા ૭માં કહે છે. આ પછી (મંત્રીશ્વર) ઉદયન’ પુત્ર બાહડે (મંત્રી વાલ્મ) વિસલપુરી ત્રેસઠ લાખ ખરચીને “પાન કરાવ્યાનું કહે છે. (૮). “પાજે'
Page #2
--------------------------------------------------------------------------
________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
ચડતાં પહેલી ઊસવાલ (ઓસવાળ) સોની ‘પદમ'ની ‘પરવ' (પરબ), બીજી આવે ‘પોરવાડ’વાળાની, તે પછી ‘હાથી વાંક'માં ‘રાયણ વૃક્ષ’ નીચે વિશ્રામી, ત્રીજી ‘લિ પરવ’ તે ‘લોડ નાયક’ની, તે પછી ‘માંકડકુડી’ પાસે ‘માલીપરબ (માળી પરબ)' જવાનું. (૯૧૧). તે પછી સાપણની વાંકીચૂંકી વાટડીએ આગળ વધતાં ‘સિલખડકી' અને તે પછી બીજી ખડકી આવે : (૧૨), ને ત્યાર બાદ પાંચમી ‘સુવાવડી'ની પરબ, ને ત્યાંથી જમણા હાથ તરફ ‘સહવિંદ ગુફા’ હોવાનું કવિ-યાત્રી નોંધે છે. (૧૩). તે પછી આગળ ચાલતાં ડાબી જમણી બાજુ ‘તોરણો’ અને ‘આંચલીયા પ્રાસાદ’ (અંચલગચ્છીય જિનાલય) નજરે પડવા માંડે છે. આ પછી પહેલી ‘પોળ' અને બીજી ‘પોળ'નો ઉલ્લેખ કરે છે. (૧૪-૧૫).
૨૭૦
આ પછી યાત્રાકાર તીર્થનાયક ભગવાન નેમિનાથને દેરે પહોંચે છે. અને ત્યાં છત્ર સાથે ચામર ઢાળતાં પંચશબ્દ-વાદિત્ર વગાડતા સંઘવી પ્રવેશે છે અને ભુંગલ-ભેરિના ગગનભેદી નાદ, ઢોલ-દર્દરના હડહડાટ, ને ત્યાં વાગતા ‘નિસાણ’ અને કન્યાઓ દ્વારા ગવાતા ધવળમંગળનો કાવ્યમય ભાષામાં ઉલ્લેખ કરે છે : (૧૬).
સૌ પહેલાં ‘મેલાસા'ની દેહરીમાં ‘જિનધર્મનાથ'ને નમી, (પશ્ચિમ બાજુના) ‘મૂળદ્વાર’ની સામે રહેલ ‘સવાલાખી ચુકીધાર’—જેમાં ‘સ્તિગે' (‘વસ્તુપાળે’) સ્થાપેલ— ‘નેમીસર’ના બિંબને વાંદી, ‘પાર્શ્વનાથ'ની દેહરી (વસ્તુપાળ કારિત સ્તંભનપુરાવતાર)ને પ્રણમી (મૂળનાયકના મંદિરમાં પ્રવેશે છે) : (૧૭). ‘નેમિનાથ’ને નિહાળ્યા બાદ ‘તોરણ' વધાવી, દાન દઈ, ‘પાઉમંડપ’ (પાદુકા મંડપ) આવી, (ત્યાંથી) ‘નેમિનાથ’ને શિરસહ નમી, ત્રણ વાર બાર ધરાવતા (‘ગૂઢમંડપ'વાળા) પ્રાસાદને પ્રદક્ષિણા દઈ, (ફરીને) દાન દઈ, વિવિધ ફળફૂલ સાથે (ફરીને) ‘જિન'ને ભેટવાની વાત કરે છે : (૧૮). તે પછી અધુકળે પગે (‘નેમિનાથ’) દેવની પૂજા કરી જેથી માનવ જનમ સફળ થાય, પછી ‘ગજપદકુંડ’માં સ્નાન કરી ધોઈ કરી (ફરીને નેમિનાથના) પ્રાસાદે આવ્યા અને ન્હાવણ-મહોત્સવ કરી, કેસર-ચંદનની અર્ચના કરીએ તેમ કવિ કહે છે : (૧૯).
તે પછી ‘અગર’ની પૂજા રચી ‘રતન' (‘રત્ન શ્રાવક') દ્વારા સ્થાપિત ‘નેમીસર’ની સેવા કરી, ‘ભમતી’માં ચૈત્ય પરિપાટી કરી, ‘રંગમંડપ’(ગૂઢમંડપ)માં રહેલ જિણવરને પૂજી, ધરમશાળાના મંદિરમાં વંદના દઈ, પછી ‘અપાપામઢ' જઈએ તેમ યાત્રી-કવિ ઉમેરે છે : (૨૦).
(આ ‘અપાપામઢમાં) ગઈ ચોવિસી, (બીજા) સાત તીર્થંકરને પૂજી પાપક્ષય કરી, આઠમું (નેમિનાથનું) બિંબ બપ્પભટ્ટિસૂરિએ ત્રંબાવતી(ખંભાત)માં (મંત્ર બળે આકર્ષી) (અભિગ્રહ ધારણ કરેલ) આમરાજને વંદાવેલ (તે અહીં ગિરનાર ૫૨ લાવેલ બિંબને નમી),
Page #3
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ’
૨૭૧
(૨૧) પિત્તળના નેમિનાથના બિંબને પૂજી, પછી (મૂળપ્રાસાદને ફરતી રહેલ) મંત્રીશ્વર વસ્તુપાલે કરાવેલ ૭ર દેહરીઓમાં પૂજા કરી ત્યાંથી નીકળી વસ્તુપાળે કરાવેલ ત્રણ દેવળની રચનાવાળા લાખો રૂપિયા ખર્ચીને કરાવેલ શત્રુંજયાવતાર આદિનાથને જુહારીશું (૨૨). ત્યાં ડાબી-જમણી બાજુએ રહેલ બજારૂઢ વસ્તુપાલ-તેજપાલ તથા વસ્તુપાલ-પિતામહ) સોમ (મંત્રી) અને પિતા (મંત્રી) આસરાજ છે. (ત્યાં કોરસ) મનમોહક પૂતળીઓ જોતાં તૃપ્તિ થતી નથી; વળી ત્યાં (ડાબે પડખે) અષ્ટાપદમાં રહેલ ૨૪ જિનવર અને જમણી બાજુએ રહેલ સમેતશિખરમાં ૨૦ જિન જોઈશું (૨૪), તે પછી ગોવિંદ શ્રેષ્ઠીએ સ્થાપેલ જીરાપલ્લિ (પાર્શ્વનાથ) પૂજી કળીયુગને સંતાપીશું. ત્યારબાદ આગળ સંચરતાં (ખંભાતના) શ્રેષ્ઠી શાણ અને ભૂભવના પ્રાસાદે (મૂલનાયક) વિમલનાથ તથા પાર્શ્વનાથને સ્વવી તેનો રળિયામણો મુખમંડપ જોઈશું (૨૫). (આ મંદિરમાં) પિત્તળમય સરસ બિંબ છે અને મંદિર કંચનબલાનકની ઉપમાને લાયક છે. આ પછી સમરસિહ ઉદ્ધારાવેલ કલ્યાણત્રયના મંદિરમાં ત્રણ સ્વરૂપે વિરાજમાન નેમિકુમાર છે ને ખંભયુક્ત મેઘનાદ મંડપ (૨૬) તેમ જ જગતી પરની બાવન દેહરીઓ જોઈ હયડું હરખાય છે. (આ મંદિરના) (દક્ષિણ તરફનો) સુંદર ભદ્રમાસાદ માલદેવે કરાવેલો ને રત્નદેવે પિત્તળનું મોટું બિંબ કરાવેલું. પશ્ચિમનો નામી ભદ્રપ્રાસાદ હાજા શ્રેષ્ઠીએ કરાવેલો અને ઉત્તર બાજુનો (૨૭) શ્રેષ્ઠી સદા તથા શ્રેષ્ઠી વત્સરાજે) કરાવેલ.
હવે ખરતરવસહી તરફ આવીએ. આ વસહી) સાધુ નરપાલની સ્થાપેલી છે. તેમાં (જિન)વીરનું તોરણયુક્ત પિત્તળનું બિંબ છે. ને આજુબાજુ શાંતિજિન તેમ જ પાર્શ્વનાથના પિત્તળના વખાણવા લાયક કાઉસ્સગીયા છે (૨૮) : અહીં રંગમંડપની છતોમાં) નાગબંધ અને પંચાંગવીર જોતાં અને મંડપમાં પૂતળીઓ પેખી મન પ્રસન્ન થાય છે. મંડપ મૂળ “માલા ખાડ પર કરેલો છે. ત્યાં જમણી બાજુ ભણસાલી જોગે કરાવેલ અષ્ટાપદ (ભદ્રાસાદમાં) (૨૯) અને ડાબી બાજુ ધરણાશાહે કરાવેલ (ભદ્રપ્રાસાદમાં) સુપ્રસિદ્ધ સમેતશિખર (ની રચના) છે. (અહીંથી નીકળી આગળ જતાં) અભુત મૂર્તિ, ચંદ્રગુફા, પૂર્ણસિંહવસતી, સુમતિજિન, વ્રજ શ્રેષ્ઠીએ સ્થાપેલ સુંદર હોમસર (૩૦), સોમસિંહે-વરદ મુકાવેલ સારંગ-જિનવર, તે પછી ખરતરગચ્છીય શ્રેષ્ઠી જેઠા કારિત મનોહર વસતી, અને ચંદ્રપ્રભજિનને પૂજી, નાગઝરમોરઝરના બે કુંડ જોઈ, પૂર્ણસિંહ કોઠારીએ સ્થાપેલ ૭૨ જિનાલયયુક્ત શાંતિનાથ પ્રાસાદમાં નમી (૩૧), ઇન્દ્રમંડપે ઇન્દ્રમહોત્સવ કરી, ત્યાં પૂનિમ દેરીમાં દર્શન કરી, (૩૨), ગજપદકુંડ (પરના આઠબિંબ ?), સાંકળીયાળી પાજ, છત્રશિલા થઈ (૩૩) પ્રાતઃકાળે અંબિકાના શિખર) તરફ જવા રવાના થાય છે. રસ્તામાં ચંદ્રપ્રભ જિનવરની સ્તુતિ કરી, સિદ્ધરાજ (શ્રેષ્ઠીએ) ઉદ્ધારાવેલ (વસ્તુપાલ મંત્રીકારિત) કપર્દીયક્ષ તરફ જઈ, ત્યાંથી ચક્રી ભરતે કરાવેલ માતા મરુદેવીને આરાધી, રામ-ડુંગરની બે દેહરીએ થઈ, રાજીમતી તરફ વળે છે (૩૪);
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૭૨
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
રાજીમતીની ગુફામાં નેમિ-વિરહમાં કંકણ ભાંગી (સાધ્વી થયેલી) રામતીની પ્રતિમાના દર્શન કરી, ત્યાંથી નીચે દેખાતા શિવાદેવી પુત્ર(નેમિનાથ)ના ઉદયશેખર કલશયુક્ત મંદિરની વાત કરી (૩૫), હવે દિગંબર સંપ્રદાયના કોટડી-વિહાર તરફ જાય છે. ત્યાં શ્રેષ્ઠી પાતાએ કરાવેલ પિત્તળના આદિનાથને નમી, ભાવસાર ડાહાવિહાર(શ્વેતાંબર)માં અજિત જિનેશ્વરને નમી, શ્રેષ્ઠી લખપતિએ કરાવેલ ચતુર્મુખપ્રાસાદમાં જિનવરની પૂજા કરી (૩૬), ગંગાડે ગંગાના દેવળમાં ઇન્દ્ર સ્થાપેલ જિનવરનું ધ્યાન ધરી, તે પછી ગણપતિ અને રથનેમિની દેરીમાં નથી, ચિત્તર સાહે કરાવેલ અંબિકાની પાજ પર ચઢી (૩૭), ચીત્તડા પૂનાએ કરાવેલ અને સામેલ શાહે ઉદ્ધારાવેલ અંબિકાના પ્રાસાદમાં નમી, ત્યાં સંઘવિઘ્નવિનાશના ભગવતી અંબિકા (સમ્મતની) પંચમૂર્તિ સમક્ષ શ્રીફળ ધરાવી (૩૮) હવે અવલોકના શિખર પર ચડી ત્યાંથી સહસ્રામ્રવનનું નિરીક્ષણ કરી, અને ત્યાંથી નીચે દેખાતા લાખારામ તથા સામે શાંબ અને પ્રદ્યુમ્ન શિખરને દૂરથી નમી તેમ જ પ્રદ્યુમ્ન શિખર પર રહેલ સિદ્ધિવિનાયક તેમ જ અદષ્ટ રહેલ કંચન-બલાનકનો નિર્દેશ કરી (૩૯), નેમિનાથના મંદિર પર યાત્રી ફરીથી આવે છે. ત્યાં ઈન્દ્રમાલ પહેરી ઈન્દ્રમહોત્સવ કરી દાન દઈ, સુવર્ણના ઝળહળતા કલશવાળા એ સજનવિહારના (વાસ્તુશાસ્ત્રોક્ત) પૃથ્વીજયપ્રાસાદ પર ધ્વજા ચઢાવી (૪૦) યાત્રી-કવિ કહે છે કે જયસિંહ સિદ્ધરાજે ગરવા ગિરનારના તળ પરના પ્રાસાદ બનાવવા પાછળ ૫,૭૨,૦૦000 વીસલપુરી (દ્રમ્મ) ખર્ચીને પોતાની કીર્તિનો સંચય કર્યો. પ્રસિદ્ધ એવા સંઘવી શવરાજે નિમિનાથના ભવને કનકકળશ અને ધ્વજ સ્થાપી યશ લીધો. જે એકચિત્તથી જિનવરની (માલ ?) નિત્ય સાંભળે છે તેને તીર્થયાત્રાનું ઘણું ફળ મળે છે (૪૧).
આ ચૈત્યપરિપાટીમાં ૧પમા શતકમાં થયેલ બાંધકામો સંબંધમાં અન્ય ગિરનાર સંબદ્ધ પરિપાટીઓમાં નહીં દેખાતી ઘણી ઘણી નવી હકીકતો નોંધાયેલી જોવા મળે છે. જેમકે અંચલીયા પ્રાસાદ, (તારંગાતીર્થના ઉદ્ધારક) ગોવિંદ શ્રેષ્ઠીએ કરાવેલ જીરાપલ્લિ-પાર્શ્વનાથ, લખપતિ શ્રેષ્ઠીનો ચતુર્મુખ પ્રાસાદ, દિગંબર પાતાવહી, અને તેની બાજુની શ્વેતાંબર ડાહાવસહી, ચિત્તર સાહની કરાવેલી અંબાજીની પાજ, ઇત્યાદિ. તો બીજી બાજુ અહીં કરાવેલ બેએક વાતો, વધારે જૂના સ્રોતોમાં નોંધાયેલી હકીકતો સામે રાખતાં, તથ્યપૂર્ણ જણાતી નથી : જેમકે નેમિનાથના મંદિરને ફરતી દેવકુલિકાઓ વસ્તુપાલ મંત્રીની બનાવેલ નહોતી. મૂળ મંદિર ઈ. સ. ૧૧૨૯માં પૂર્ણ થયા બાદ આ દેવકુલિકાઓના છાઘ તથા સંવરણા ઈ. સ. ૧૧૫૯માં પૂર્ણ થયાનો શિલાલેખ ત્યાં છે; અને નેમિનાથના મંદિરના બાંધકામને લગતો ખર્ચ આત્યંતિક અતિશયોક્તિપૂર્ણ હોવા ઉપરાંત “વીસલપુરીય કોરી”નું સિદ્ધરાજના સમયમાં ચલણ હોવાનું કહેવું એ તો કાલાતિક્રમ જ છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેર પરિવાડિ
૨૭૩
શ્રી ગિરનાર ચૈત્ય પરિપાટી સમરીય અંબિકિ સરસતી, વદિય નેમિ જિદ ઊજલિગિરિ જિનવર-થર્અ, હઈઈ ધરી આણંદ. ૧ શ્રીગિરિનારહ તલહટીય, જૂનૂગઢ સવિશાલ સલખ-પ્રસાદિ જુહારીએ તિજલપુરિનું પાસ. ૨ સમરિસિંઘિ ઊધાર કીલ, ઉસવંસ અવયાર તુ સંઘવી ધુંધલ તણી એ, જિણહરિ આદિ જુહાર. ૩ ધરણિગવસહી વંદીઈ એ, સ્વામીશ્રી મહાવીર ડાબઈ ભદ્રપ્રસાદ તિહ પૂનિગ ગુણગંભીર. ખમાણાવિસણી કારવીય લખરાજ ધરીઅ ઊછાહ પીતલઈ પ્રભુ પૂજઈ એ, રિસહસર જિણના. ૫ હવિ ગિરિવરણી સાંચર્યા એ, દામોદર સવિલાસ સોવનરેખનદી-કન્ડઈ એ, કાલમેઘ ક્ષેત્રપાલ. રાયણિ આંબા આંબલીય, વનસઈ ભાર આઢાર મોર મધુર-સરિ સોહતી એ, ગિરિ પાખલી વન બાર,૭ પાજ કરાવી સોહલીય, બોહિથ ઉદયન સાખ બાહડ વીસલપુરીય તિહાં, વેચા ત્રિસઠિ લાખ. ૮ ઊસવાલ સોની પદમતણી, પાઈ પહિલી પરવ પરવ બીજી પોરવાડ તણી, વીસ ભીમ કરિસિ ગર્વ. ૯ હાથીવંકિ ઝીલિ દીસઈ, રાયણિ રુખ વિશ્રામ ત્રીજી ધુલીય પરવ લોડણાયગની અભિરામ. ૧૦ ત્રિÇ સલઉરી ચાહતાં એ લાગઈ સીઅલ વાઉ માંકડકૂડી-કન્ડિઈ ચઉથી, માલીપરવઈ જાઉ. ૧૧ વાંકી ચૂંકી વાટડી અલિઈલી સાપલ જેમ વરતિજ્ઞ સિલખડકી પરઈ એ, બીજી ખડકી તેમ. ૧૨ પાંચમી પરવ સૂઆવડીઅ વઉલી અંબર હેઠિ
જાતાં જિમણઈ સહસબિંદ ગુફા ભણી દિલ ટ્રેઠિ. ૧૩ નિ, ઐ, ભા. ૧-૩૫
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૭૪
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
ડાબા–જિમણા તોરણા એ, આ ગમ આંચલીયાપ્રાસાદ પહિલી પોલિ પા(૫)સતાં એ, સહીઅર કીંજઈ સાદ. ૧૪ સભકર નવલખ જિજ્ઞ એ, પઇસત બીજી પોલિ દેવલોક સામ્યું કરઈ એ, સંધવી બિઠા ઊલિ.
[વસ્તુ]
નેમિપ્રતિમા નેમિપ્રતિમા લેઈઅ આવૃતિ છત્રચામર સિરિ ઢાલીઈ, પંચશબ્દ-વાજિંત્ર વાજઈ, પઈસ સંઘવી હુઈ.
ભુંગલ-ભેર-ઝિણિ ગગન ગાજઈ, ઢોલ-દદામાં દડદડી
વાજઈ ગુહિર નીસાણ, ધવલમંગલ બાલા દેઈ, અરીયણ પડઈ પરાણ. ૧૬
૧૫
[ઢાલ] મેલાસાહ તણી દેહરીઈ, ધર્મનાથનઈ નમતાં જઈઈં.
મૂલ દૂવારિ થાણુ એ, સાહમી સવાલાખી ચુકીધર. વસ્તુગિ થાપિઉ તિહાં નેમીસર, પ્રણમુ પાસð દેહરીઅ
નેમિ નિહાલી તોરણિ વધાવું, દાન દેઈ પાઉ-મંડિપિ આવ નેમિનાથ સિર નાંમીઈ એ, ત્રિવારઈ પ્રાસાદ પ્રદક્ષીણે દાન દેઈ જે હુઈ વચક્ષણ, ફૂલફલે જિન ભેટીઈ એ. અધૂલક પાયે પૂજ્યા દેવ, માનવ-જનમ સફલ હુ હેવ ગજપદ-કુંડ સનાન કરું, ધોતિ કરી આવ્યા પ્રાસાદિ ન્હવણ-મહોવ કીઉ નવનાદિ, કેસર-ચંદન ચરીંઈ એ. ૧૯ પૂજ રચીનઈ અગર ઊખેવઉ
રતન-થાપિત નેમીસર સેવઉ
ભમતી ચેત્રપ્રવાડિ કરઉ રંગમંડપિ જિણવર પૂજઈ ધર્મશાલા ચૈઈત્ય વંદન કીંજઈ, અપાપામઢ જાઈઈ એ. અતીત ચઉવીસી સાત તીર્થંકર, તે પૂજી જઈ પાપક્ષયંકર આઠમૂ બિંબ ત્રંબાવતીય, આમરાયનઈ તે વંદાવિઉં બપભટસૂરિ તિહાં અણાવું, અરિઠનેમિનઈ દેહરઈ એ.
૧૭
૧૮
૨૦
૨૧
Page #7
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાતકક “શ્રી ગિરનાર ચેન્ન પરિવારિ
૨૭૫
હવઈ પીત્તલમઈ દિગંબર બિબ નિમિતણું પૂજઉ અવિલંબ બહુતિરિ દેહરી પૂજઈ એ ત્રિવિણ તોર વસ્તીગ ઇંહિ કીધી આદિલ ભોઅણિ ત્રણ પ્રસિધી, લાખ લાખ ધન વેચીફ એ. ૨૨ વસ્તીગ કીધુ સંતુજિ-અવતાર આદીસરનઈ કરુઅ જોહાર ગિરુઆં પીતલ બિંબ નમુ ડાબા-જિમણા ગયવર બિઉ વસ્તીગ તેજૂગ ઊરી તેઉ સોમ અનઈ આસરાજ અછઈ. ૨૩ રંગમંડપિ નવ-નાટક સોહાઈ પૂતલીએ અપછર મન મોહઈ જોતા તૃપતિ ન પામઈ એ, અષ્ટાપદિ જિણવર ચકવીસઈ જિમણાં સમેત સિહરિ જિણ વસઈ, વઈરા દેહરી જોઈઈ એ. ૨૪ જીરાઉલઉ ગોઈઆગરિ થાપિઉ, તે પૂજી કલિયુગ સંતાપ્ય ચેત્ર-પવાડિઈ સાંચર્યા એ, શાંણાગર ભૂંભવ પ્રાસાદૐ વિમલ પાસ થણી સરુઉ સાદિ, મુખમંડપ રુલીઅમણઉ એ. ૨૫ સાવ પીતલમઈ બિંબ વખાણું કંચણ બલાણા ઉપમ આખું કલ્યાણત્રય પેખીઈ એ, સમરસિંહ કીધુ ઉધાર ત્રિરૂપે છઈ નેમિકુમાર, મેઘનાદ મંડપ સધર. જગતિઇ બાવન દેહરી દીસઈ જિણવર જોતાં હઈડઉં હસઈ માલદેવ તણક ભદ્ર ભલઉં, રતનદેગુરુ પીત્તલસામિ પશ્ચિમ ભદ્ર હાજાનઈ નામિ, ઉત્તરદસિ ભદ્ર વર્ણવૂ એ. ૨૭ સદઈવછેરઈ તેઉ કરાવિક હવઈ ખરતરવસહભણી આવિલ નરપાલસાહની થાપના એ, સતોરણઉ પીત્તલમઈ વીર શાંતિ-પાસ છઈ સાચઉ શરીર, કાસગીઆ પીત્તલતણા એ. ૨૮
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૭૬
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
રંગમંડપિ નાગબંધ નિહાલઉં પૂતલીએ મંડપિ મન વાલ પંચાંગવીર વસેખીઈ એ, માલાખાડઈ મંડપ જાણુ જિમણઈ અષ્ટાપાદિવખાણ, ભણસાલી જોગઈ કીલ એ. ૨૯ ડાબઈ સમેત સહિર પ્રસીધુ તે પણિ ધરણઈ સાહિ કીધઉ અદબદ મૂરતિ ચંદ્રગફા, પૂનિમવસહી સાસુ)મત જિણેસર વયજાગરિ થાપિઉં અલસર, હોમસર રુલીઆણું. ૩૦ સોમસીવરદે સારંગ જિણવર ખરતર જેઠાવસહી મણહર ચંદ્રપ્રભજિન પૂજીઈ એ, નાગઝરિ મોરઝરિ બે કુંડ ચાહુ બહુત્તિરિ જિણાઈ શાંતિ આરાહુ, પુનઈ કોઠારી થાપીઉં એ. ૩૧ ઈદ્રમંડપિ હુઈ ઇંદ્ર-મહોછવ પૂનિમ દેહરી દીસઈ અભિનવ વવેક સં. નેમિ નમુ, માંસખમણ મનરંગિ કિધૂ ચિહું ચોલસે અણસણ સીધઉં, સહુડાદે ચઉકી-કઈ એ. ૩૨
ગજપદકુંડિ ઉરી છઈ અષ્ટ તેહ પરઈ છઈ કંડ વિશષ્ટ સંકલ પાઈ છત્રસિલ.
- [વસ્તુ હવઇ ચાલકે હવઈ ચાલઉ ભણીઅ અંબાવિ ભાણ મૂરતિ ગુરુ જિણહરઈ ચંદ્રપ્રભ જિણવર ઘુસી જઈ સીધરાજ ઉધ્ધાર કીલ, કવડજક્ષ દેઉલ ભણીજઈ મરુદેવ્યા મયત્રલ આહી ભરથુસર સંજત - રાડા? રામ) ડુંગર હો(દો?ોઈ દેહરી રાજમતી તુપત્ત.૩૪
ઢાલ રાજમતી પ્રાસાદ તલિ ગફ માહિ પડતી શંભમૂરતિ જોઉ નેમિ વિરહ-કંકણ મોહંતી
૩૩
Page #9
--------------------------------------------------------------------------
________________ અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ' 277. કુંકૂકાજલ-વન્ન તિહાં નઝરણ ઝરંતી. ઉદયશેખર વીર કલસ શિવાદેઉલ દીસંતી. હવઈ ચાલ્યા દિગંબરુ એ, કોટડીઅ વિહારો પાતાનઈ પીતલ તણઉ એ, આદિનાથ જોહારુ ભાવસાર ડાહા વિહાર નામુ અજિત જિણસર ચતુર્મુખ લખપતિ તણું એ, પૂજઈ જિણવર. ગંગાકુંડિ ગંગદેઉલ જોઈ નઈ જાઉ મહિતી આણ દેવરાજ તણી, જિણહર જિન ધ્યા ગણપતિ રહિનેમિ દેહરી એ, કોઈ અંબિક પાજ ચિત્તરસાહિ કરાવીઉ એ, કીધું અવિચલ કાજ. ચીલુડા પુનાતણઉણ અંબાઈ પ્રસાદ તે સાંમલસાહઈ ઉધરિઉ એ, ખેત્ર વસતા નાદ પંચમૂરતિ અંબિકતણી એ, નમતાં દુખે નાસઈ ફલ-નાલીઉરે ભેટીઈ એ, સંઘ વિઘન વિણાઈ. 38 હિવ અવલોણા સહિર(સિહર) ચડી સહિસાવન પેખું લાખારાની કણયરી એ સિદ્ધ દેહરી દેખું સામિનપજૂન નમેવિ બેઉં, સિધવણાયગ વખાણ કંચણબલાણઉં જિહાં છઈ એ, પણિ કામ ન જાણ. 39 નેમિ ભૂયણિ વલી આવીયા એ પરિઇ ઇન્દ્રમાલ, ઇન્દ્રમહોછવ દાન દઈ ધજ ચડઈ વિશાલ, હેમકલસ દંડ ઝલહલઈ એ લાખ બહુત્તિરિ પાંચ કોડિ વિસલપુરી વેચી સિદ્ધરાય જેસંગદેવી નિજ કરતિ સંચી વીરાદુર સંઘવી સજાણ શવરાજ પ્રસીધી કલક કલસ ધજ ઠવિય ભૂણિ જિણિ સ લીધઉં. એકમના નિ, સુણઈ એ એહ જિણહર-માલ તીરથ યાત્રા તPઆ ફલ હોઈ વિશાલ. 41 ઇતિ શ્રી ગિરનાર ચેત્ર પરવાડિ સંપૂર્ણ સમાપ્તઃ કલ્યાણં ચ |