Book Title: Girnar Chaitya Pravadi Vinati
Author(s): Vidhatri Vora
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ગિરનાર ચૈત્ય પ્રવાડિ વિનતિ સં, વિધાત્રી વોરા કર્તાના નામનિર્દેશ વગરની આ ચૈત્ય પરિપાટી આ પહેલાં જે “ગિરનાર ચેર પ્રવાડી' જોઈ ગયા એને કેટલેક અંશ મળતી આવે છે, તેમજ ઐતિહાસિક માહિતી પણ ઘટાડે છે. પરંતુ વિશેષમાં પ્રસ્તુત રચના એક સુંદર કાવ્યકૃતિ પણ છે. કવિનું અનુભાવન-સંવેદન આગળની કૃતિ કરતાં ગાઢ લાગે છે. અને અભિવ્યક્તિ પણ તદનુરૂપ રોચક અને ભાવવાહી છે. આ પહેલાં ચચી એ કૃતિ માત્ર પ્રાસંગિક તથ્યલક્ષી જ છે. આ મૂળગત ભેદ, બને કૃતિઓ એક પછી એક જોઈ જતાં સહજ રીતે વરતાય છે. બંનેને કાવ્ય ઢાંચે જ એવી રીતને છે. પહેલી પરિપાટીને આરંભ સીધેસીધો યાત્રાવર્ણન રૂપે જ છે, જ્યારે આ તીર્થ વંદનામાં તે કવિ સખીને ઉબધી ચૈત્યપ્રવાડી ગાઈ સંભળાવે છે. અને ખરેખર સારીએ રચના ગેય અને રક્તિપૂર્ણ હોવાને અનુભવ થાય છે. ગિરનાર પરના અને નીચે જૂનાગઢ અને અન્ય યાત્રાનુષગિક સ્થાનોને માટે બને કાવ્યોમાં લગભગ સમાન કહી શકાય એવા ઉલ્લેખ છે. જો કે એકમાં એક વાત વિશેષ છે, બીજામાં બીજી આખરે એક જ તય વિષે કહેવાનું હોઈ, વિષય એક જ હેઈ, સમાનતા સામાન્ય રીતે સંભવી શકે છે. આ વાત કાવ્યનું કથાવસ્તુ તપાસતાં સ્પષ્ટ બની રહેશે. આરંભમાં સરસ્વતીની સ્તુતિ કરીને કવિ ગિરનારમંડન, યાદવવંશવિભૂષણ નેમિનાથનાં ગુણ ગાય છે. કવિ સખીને સંબોધીને કહે છે, “સખિ, ગિરનાર ઉપર જઈએ અને જન્મનું સાફલ્ય લઈએ, (વળા) ત્યા ચતુર્વિધ સંધના મેળાપ થતાં બેવડે લાભ મળે.' એમ તીર્થમાળાનું પ્રવેશ પદ ઉચ્ચારે છે. યાત્રા “મંગલપુર” (માંગરોળ)થી શરૂ કરે છે, ત્યાં પાર્શ્વનાથને પ્રણમી, “વણથલી (વંથળી)માં સોળમા તીર્થંકરના દર્શને આવે છે. આ કવિ સ્થૂળ દષ્ટિ રાખી યાત્રાએ નથી નીકળ્યા, પણ ક૯પનાવિહાર કરતા હોય એમ લાગે છે. વ થળીથી “તેજલપુર' (ઉપરકોટની નીચ)માં પાર્શ્વનાથને નમે છે. ત્યાં કોઈ તળાવના ઉલ્લેખ કરે છે, જે તેજપાળ કારિત 'કેમરસર' જ હોવું જોઈએ.– હવે જુનાગઢમાં (ઉપરકેટમા) પ્રવેશ કરી ત્યાં મહાવીર અને આદિનાથનું પૂજન કરે છે. તે પછી સોવનરેખ સોનરેખ) નદીને ઉલલેખ કરી, “દામોદર વાટ પકડે છે; ત્યા ડાબી બાજ “કાલમેધ ક્ષેત્રપાલના મંદિરનું નિર્દેશ કરી, નજીકમાં રહેલા દાદરના ઘાટ વસ્તુપાળ મંત્રાએ બ વાવ્યાનું જણાવે છે. દામોદરથી ગિરનારની પાજ સુધીના માર્ગનું રોચક વર્ણન કરે છે. ત્યાં દેખાતા નિસર્ગનાં દશ્યોના સો દર્યનું વર્ણન કરતાં કવિ રસપ્રવણ બની, સખીને કહે છે કે કોઈ પ્રણયી યુગલ એ માર્ગે જતાં જરા વિશ્રામ લેવાને વિચાર કરે છે, પણ પ્રેયસ માનતો નથી. એમ સાંસારિક ભાદ્રકમાં બેડું આવી જઈ, ગિરનારની પાજ સુધી આવી રહેતાં, કવિ પાકના ઉલ્લેખ સાથે જ એના બનાવનાર બાહડદે (વાગભટ મંત્રી)ને ધન્યવાદ આપી દે છે. પર્વતનાં ચઢાણ સાથે સાથે કર્મો ખપતાં જાય છે, એમ કહી સીધા જ કેટ સુધી આવી પહોંચે છે. પરંતુ એ પહેલાં માર્ગની પ્રાકૃતિક અદ્દભુતતાનું સંવેદના કવિ અનુભવે છે તેનું મને હર વર્ણન કરે છે. કેટના દરવાજાથી ખડકી બંધ માર્ગ વટાવતાં (મિજિનના) મૂળ ગભારે પ્રવેશતાં જ મંદિરમાંથી આવતી સુવાસિત દ્રવ્યની દિવ્ય સુગંધને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5