Book Title: Gersappana Jin Mandiro Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 4
________________ ગેરસપ્પાનાં જિનમંદિરો ૨૬૩ પાર્શ્વનાથ વસતીની ૧૭મા શતકના યાત્રી વિશ્વભૂષણે નરસુપ વામસુત ગ્રાનં 1 તું વર્ણન સંપત્તિ રાIધરા કહી નોંધ લીધી છે. સોળમા શતકમાં ગુજરાતના ભટ્ટારક જ્ઞાનસાગરે ગેરસપ્પા નગરનું થોડા વિસ્તારથી અને મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવું વિવરણ દીધું છે. જ્ઞાનસાગર ત્યાં ગયા ત્યારે આ શ્રાવકો અને મુનિવરોથી શોભતી નગરીમાં ભૈરવીદેવી નામની રાણીનું શાસન હતું. એના વિશે થોડી ચારણી કવિતના પ્રભાવવાળી ગુણગાથા કહી, ત્યાં જિન પાર્શ્વનાથનો ત્રણ ભૂમિયુક્ત પ્રાસાદ થયાનો એમણે ઉલ્લેખ કર્યો છે : યથા : નયર વિચિત્રા પવિત્રા ગિરસોપા ગુણવંત ! શ્રાવક ધરમ કરંત મુનિવર તિહાં અતિસંતહ II ભૈરવિદેવિ નામ રાણી રાજય કરંતહ | | શીલવંત વ્રતવંત દયાવંત અધહંતહ // પાર્ષદેવ જિનરાજકો ત્રણ્ય ભૂમિપ્રાસાદ-કિય T બ્રહ્મજ્ઞાન ગુરુ પય નમી માનવ ભવ ફૂલ તેન લિય ૪૨ી. “પાર્થ તીર્થેશ્વર”ના મંદિરને દાન અપાયાનો ઉલ્લેખ અહીંથી મળેલ શ. સં. ૧૩૪૩ ઈ. સ. ૧૪૨૧ના એક શિલાલેખમાં છે. ગોકર્ણના મહાબલેશ્વર મંદિરને લગતા ૧૫માં શતકના ત્યાંના લેખમાં દાનરક્ષામાં ગેરસીપ્ટની પિરિય-વસતિના “ચડોઝ પાર્શ્વનાથની સાખ દીધી છે, જે અહીં રજૂ કરેલ પાર્શ્વનાથ (ચિત્ર ૨) હોવા જોઈએ. પ્રસ્તુત જિનનું ગેરસપ્પામાં પ્રમાણમાં પ્રાચીન અને એ પંથકમાં સિદ્ધ મહિમા મંદિર હશે તેમ ઉપર્યુક્ત ઉલ્લેખ ઉપરથી જણાય છે. શ. સં. ૧૪૮૫ | ઈ. સ. ૧૫૬૩ના એક લેખમાં રાણી ચન્ન ભૈરોદેવીના શાસનનો ઉલ્લેખ છે, જે જ્ઞાનસાગરની પૂર્વકથિત નોંધનું સમર્થન કરી જાય છે. પ્રસ્તુત લેખમાં વિશેષમાં શાંતિનાથની વસતી બન્યાનો અને તેને દાન અપાયાનો પણ ઉલ્લેખ છે. 'ચતુર્મુખ જિનાલય સંબંધી તો કોઈ સીધો ઉલ્લેખ ઉપલબ્ધ શિલાલેખોમાં નથી પણ જ્ઞાનસાગર તેનું ખૂબ ઉલ્લાસથી વર્ણન કરે છે. તેને ચાર ભૂમિવાળો અને બસો થંભવાળો પ્રાસાદ હોવાનું પણ કહ્યું છે : યથા : જિનવર ચોમુખ ચૈત્ય નયર ગિરસોપા ચંગહ ! ભૂમિ ચાર ઉતંગ ખંભ શત દોઉ અમંગલ ll પ્રતિમા દેખત સદ્ય પાપ સાવિ દૂર પલાયો ! પૂજત પરમાનંદ સ્વર્ગ મુગતિ સુખ થાય ll અભિનવ જિનવર ચૈત્યગૃહ દેખત સુખસંપતિ મલે | બ્રહ્મ જ્ઞાનસાગર વદતિ ચિંતા દુખ દૂરે ટલે ll૪જી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6