Book Title: Gautam Gatha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh Parivar View full book textPage 5
________________ શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરીભ્યો નમઃ શ્રી ધર્મજિ-જયશેખર-જગવલ્લભસૂરીભ્યો નમઃ ગૌતમ નામે નવે નિશાની કેરળના પદ્મનાભ મંદિરના રત્ન-ખજાનાને ક્યાંય ટપી જાય તેવો સુસમૃદ્ધ છે રત્નભંડાર એટલે ગુરુ ગૌતમસ્વામી. તે સ્વર્ય તો રત્નભંડાર હતા, તેમનું નામ પણ રત્નનિધાન છે. ગૌતમ નામે નવે નિધાન. ભૌતિક નવ નિધાન તો ચક્રવર્તી નામ કર્મના ઉદયથી પણ સંપજી શકે. નિજની અંદર દટાયેલા અલૌકિક ગુણ-નિધાનોને પ્રગટ કરવાનું પરમ સામર્થ્ય આ પ્રભાવશાળી નામમાં છે. એ પ્રભાવને પામવાનો સમર્થ આયાસ એટલે પ્રાર્થના. અહીં પાને પાને પ્રભુ ગૌતમના ચરણે પ્રાર્થનાઓ પાથરી છે. પ્રાર્થનાના માધ્યમથી ગૌતમસ્વામીની ગાથા કરી છે. ગાથા એટલે સ્તવના, ગાથા એટલે ગુણોત્કીર્તન. “જિન ઉત્તમ ગુણ ગાવતા, ગુણ આવે નિજ અંગ.” આ યુક્તિ કામયાબ નીવડે એવી આશા અને અપેક્ષા. મુક્તિવલ્લભ વિજય અષાઢ સુદ-૧૦ ઘાટકોપર 0 2 ""ી ' / ડી-/ Aી . www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 146