Book Title: Ek Bija Mistri Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ [157. એક બીજા મિસ્ત્રી વાડાનાં પ્રસિદ્ધ મંદિર બનાવનાર કારીગરની “અનુપમાદેવી'એ સવારે શીરે ખવડાવવાની અને તાપણી તપાવવાની સેવા ઇતિહાસમાં વાંચેલી. ઉક્ત શેઠને ત્યાં આ મિસ્ત્રીની એવી જ સેવા નજરે જોઈ છે. મિસ્ત્રીની આટલી વૃદ્ધ ઉંમરે જે કાર્યતત્પરતા છે તે અ પમાડે. તેવી છે. રાતના બાર બાર વાગ્યા સુધી અને ઘણી વાર તે જ્યારે ઊંધ. ઊડે ત્યારે નકશા જ ચીતરતા હોય. આગળ કરવાના નમૂનાઓ વિચારી. કાગળ ઉપર ગોઠવતા હોય. સવારે શેઠને બતાવે અને મન મળે કે વળી આખે દિવસ એ ભયરામાં પિતાનાં જીવનસાથી કીમતી ઓજાર સાથે કારીગરીને વેગ સાધવા મંડી જાય. મેં ઘણી વાર જોયું કે એ કામની ઝંખનામાં મિસ્ત્રી દૂધ અને ભોજન સુદ્ધને વખત ભૂલી જાય. તેઓનું મંદિર લગભગ પૂરું થવા આવ્યું છે. બધી કુશળતા એમાં. જ રેડવાને મિસ્ત્રીને ઈરાદો મેં ઘણીવાર તેઓને મોઢેથી સાંભળ્યો છે, પણ એ વ્યવહારકુશળ શેઠ ઘણીવાર કહે છે કે બહુ જ ઊંડાણમાં ઊતરવા જતાં રખે આ છેલ્લી કૃતિ જેવું મંદિર મિસ્ત્રીના વૃદ્ધત્વને લીધે અધૂરું રહી જાય. મિસ્ત્રી મને કહેતા કે કઈ શીખતું જ નથી, નહીં તે જે ઈચછે તેને શીખવાડું છું. જે આવે છે તે ચેડા દિવસમાં જ ધીરજ છોડી ચાલતો થાય છે. ખરેખર આવી કારીગરી શીખવા ઈચ્છનારમાં સ્થિરતા અને સેવાપરાયણતા હેવાં જ જોઈએ, નહિ તે આ યુગ સાધી શકાય નહીં. મિસ્ત્રીની કારીગરીના ફોટાઓ લેવા જોઈએ અને પ્રસ્થાનના પાકને ભેટ ધરવા જોઈએ. એ કામ હજી બાકી જ છે. મિસ્ત્રીની અનેક નાની-મેટી કૃતિઓ જે જે મંદિરમાં, રાજમહેલમાં અને ગૃહસ્થને ત્યાં રહી હશે તે જોવાલાયક છે. જે માણસ આ કલાને ખર શેખી હેય તે એકતરફી પથાંની માથાફોડમાંથી મુક્તિ મેળવી આવા મિસ્ત્રીની ઉપાસના કરે તે હજીયે ખરી પ્રાચીન વસ્તુ સાચવી શકાય તેમ છે. અત્યારે જામસાહેબ અને અન્ય રાજાઓ બહુમૂલ્ય નમૂનાઓથી જ પિતાનાં ભવને શણગારે છે. પોતાના દેશનો જા, કીમતી અને સસ્તે વાર આમ નષ્ટ થાય છે એ જાગૃત કલાભક્તોને માટે દુઃખદ બીના છે. -પ્રસ્થાન, ફાગણ 1982 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3