Book Title: Ek Bija Mistri
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249294/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ એક બીજા મિસ્ત્રી [૨૨] ત્રીજા અંકમાં ડૉ. હરિપ્રસાદે મિત્રી સેમિનાથ ભૂધર વિષે માહિતી આપી છે. આજે તેવા જ એક બીજા મિસ્ત્રીની માહિતી પ્રસ્થાનના વાચકેને ભેટ કરવામાં આવે છે. આ ઉપરથી આપણા દેશ અને જાતિનો પ્રાચીન વારસે તેમ જ એક વિષયની સતત લગની અને ઊંડાણ જે દરેકના જીવનમાં આવશ્યક છે, તે જોવામાં આવશે. છેલ્લાં બે વર્ષ થયાં આ મિસ્ત્રીને પરિચય મને થયો અને તે અનેકવાર. વિશેષતા એ હતી કે એ મિસ્ત્રી જ્યાં અત્યારે રહે છે, અને કામ કરે છે ત્યાં જ હું રહેતે હતો. આખા દિવસમાં ઘણીયે વાર સાથે બેસું અને તેઓની કારીગરી તથા પ્રાચીન અનુભવો વિષે પૂછું, પણ તે વખતે આ પરિચય લખવાની કલ્પના ન હતી તેથી કેટલીક બાબત રહી ગયેલી છે. હમણાં એક મિત્ર મારફત પુછાવી જાણું લીધી. તે ઉપરથી આ ટૂંક પરિચય લખું છું. મિસ્ત્રીનું નામ નારાયણદાસ. તેમના બાપનું નામ ઘેલાભાઈ. તે જાતે વાંઝા સુતાર અને અસલથી જામનગરના રહેવાસી છે. નારાયણદાસની ઉંમર હમણાં ૭૦ વર્ષની છે. પરિવારમાં તેઓને ફક્ત એક પુત્રી છે. જે જુનાગઢ તરફ રહે છે. એટલે અત્યારે તો વૃદ્ધ મિસ્ત્રી એકલા જ છે. તેઓને ઇંફ હોય તો ફક્ત પિતાની કારીગરીની જ. મેં વાતચીતમાં ક્યારેય તેઓની બીજા પુત્રઘેલા લેકેની પેઠે છોકરે ન હોવાની ફરિયાદ સાંભળી નથી. જ્યારે બેસે ત્યારે તેઓ પાસેથી કારીગરીની પ્રસન્ન વાતો સાંભળે. આઠ વર્ષની ઉંમરે નારાયણદાસે પિતાના બાપ પાસે વાંસલે, કરવત અને સારડીને પાઠ શરૂ કરેલું. ૧૩ વર્ષની ઉંમર થતાં તેઓએ એક બીજા મિસ્ત્રીને ગુરુ બનાવ્યા. એ મિસ્ત્રી જાતે ગુજર સુતાર-અને નામે કેશવજી કાનજી, જામનગરના જ રહેવાસી. આ મિસ્ત્રી પાસે નારાયણદાસે નકશીનું કામ શીખવા માંડયું. આ કામ તેઓ ૨૩ વર્ષની ઉમર સુધી શીખતા રહ્યા. અને પાંચ વર્ષની પૂર્વ તૈયારી તેમ જ દશ વર્ષને સતત વેગ, કુલ પંદર વર્ષના અભ્યાસને અંતે તેઓ નકશીમાં નિષ્ણાત થયા; અને જીવનક્ષેત્રમાં પગ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬] દર્શન અને ચિંતન મૂક્યો. તેઓએ પિતાની પ્રથમ કૃતિ જામનગરમાં વ્રજનાથ મહારાજની હવેલીમાં બનાવી. એ કૃતિ તે રૂપાને હિંડોળા, અને સેનાનું પારણું. આ કામ કરવામાં તેઓને માસિક ૧૫ રૂપિયા પગાર મળતો. ત્યાર બાદ રાજકોટ દરબાર માટે ૬ રૂપાની ખુરશીઓ, ૧ રૂપાનો કોચ અને એક રૂપાને છત્રપલંગ માસિક રૂા. ૩રના પગારે બનાવ્યા. ત્યાર બાદ જામનગરમાં જ પુરષોત્તમ જસરાજ લઠેટવાળાના મંદિરમાં રૂપાનાં કમાડે, રૂપાનાં સિંહાસન અને ઠાકુરજીના બે લાકડાના ઘેડા અને બે હાથી બનાવ્યા. ત્યાર પછી જુનાગઢ દરબારમાં, જસા જામના દરબારમાં, કિસનગઢ દરબારમાં, સોના રૂપા અને લાકડાના નકશીવાળ અનેક નમૂના તેઓએ બનાવ્યા. હાથીદાંત ઉપર પણ તેઓએ ઘણું કામ કર્યું છે. કદાચ આજે આમાંના ઘણા નમૂનાઓ વિલાયતમાં અમીરના મહેલે શોભાવતા હશે. મિસ્ત્રીના લાકડા - ઉપરના નકશીકામના નમૂના તરીકે અમદાવાદ સ્વામીનારાયણ મંદિરમાં ગણપતિની મૂર્તિ છે. જેનમંદિરે પણ તેઓની કૃતિથી ભૂષિત છે. આજે જિંદગીના છેવટના ભાગમાં સમગ્ર અનુભવના પરિપાક રૂપે પિતાની કારીગરી એ-મિસ્ત્રી એક જૈન મંદિરમાં દાખલ કરે છે. આ મંદિર લાકડાનું અને તેનું ખોખું રૂપાનું છે. મંદિર કરાવનાર જામનગરના જાણીતા ગૃહસ્થ શેઠ કેશવજી માણેક છે. એ શેઠ જેવા અર્થરક્ષક મેં બહુ ઓછા જોયા છે, છતાં તેઓ મને વારંવાર કહેતા કે આવા વૃદ્ધ અનુભવી મિસ્ત્રીની કારીગરી ગમે તેમ કરીને પણ સાચવી જ લેવી. અને એ જ દૃષ્ટિથી મારા સ્નેહી શેઠે આ મંદિરનું કામ કરાવવા માંડ્યું છે. માત્ર શેઠ પોતે જ એકલા ખંતીલા નથી પણ તેઓનું આખું કુટુંબ આ મંદિરની રચના માટે મમત્વ ધરાવે છે. તે એટલે સુધી કે આખું કુટુંબ આ મિસ્ત્રીને વૃદ્ધ પિતારૂપે અગર વૃદ્ધ ગુરુરૂપે માની તેઓની બધી પરિચર્યા ઉઠાવે છે. મિસ્ત્રીને માસિક રૂા. ૧૨૫ મળે છે અને ખાનપાન વગેરેની બધી પૂરી સગવડ. પણ શેઠ જેવા કુશળ તેવા મિસ્ત્રી કૃતજ્ઞ. ગયા વર્ષમાં મિસ્ત્રીને ન્યૂમોનિયા થયો, શેઠે પિતાના પિતા જેટલી જ સેવા કરી; એમાં સ્વઉપકાર અને પરોપકાર બને હતાં. મંદિરનું કામ હજી ચાલે જ છે. શેઠના સમગ્ર કુટુંબની સેવાથી મિસ્ત્રી બચી ગયા. એકવાર મેં પૂછયું, દાદા? પગાર એ લે છો ?” તેઓનો ઉત્તર એક ગંભીર તપસ્વી જે હતે. માસિક રૂા. ૧૨૫ છે, પણ આ કુટુંબે હમેશાં, અને મારી જીવલેણ બીમારીમાં જે સેવા કરી છે તે જોતાં હું કશું જ કહી શકતું નથી. દેલ Page #3 -------------------------------------------------------------------------- ________________ [157. એક બીજા મિસ્ત્રી વાડાનાં પ્રસિદ્ધ મંદિર બનાવનાર કારીગરની “અનુપમાદેવી'એ સવારે શીરે ખવડાવવાની અને તાપણી તપાવવાની સેવા ઇતિહાસમાં વાંચેલી. ઉક્ત શેઠને ત્યાં આ મિસ્ત્રીની એવી જ સેવા નજરે જોઈ છે. મિસ્ત્રીની આટલી વૃદ્ધ ઉંમરે જે કાર્યતત્પરતા છે તે અ પમાડે. તેવી છે. રાતના બાર બાર વાગ્યા સુધી અને ઘણી વાર તે જ્યારે ઊંધ. ઊડે ત્યારે નકશા જ ચીતરતા હોય. આગળ કરવાના નમૂનાઓ વિચારી. કાગળ ઉપર ગોઠવતા હોય. સવારે શેઠને બતાવે અને મન મળે કે વળી આખે દિવસ એ ભયરામાં પિતાનાં જીવનસાથી કીમતી ઓજાર સાથે કારીગરીને વેગ સાધવા મંડી જાય. મેં ઘણી વાર જોયું કે એ કામની ઝંખનામાં મિસ્ત્રી દૂધ અને ભોજન સુદ્ધને વખત ભૂલી જાય. તેઓનું મંદિર લગભગ પૂરું થવા આવ્યું છે. બધી કુશળતા એમાં. જ રેડવાને મિસ્ત્રીને ઈરાદો મેં ઘણીવાર તેઓને મોઢેથી સાંભળ્યો છે, પણ એ વ્યવહારકુશળ શેઠ ઘણીવાર કહે છે કે બહુ જ ઊંડાણમાં ઊતરવા જતાં રખે આ છેલ્લી કૃતિ જેવું મંદિર મિસ્ત્રીના વૃદ્ધત્વને લીધે અધૂરું રહી જાય. મિસ્ત્રી મને કહેતા કે કઈ શીખતું જ નથી, નહીં તે જે ઈચછે તેને શીખવાડું છું. જે આવે છે તે ચેડા દિવસમાં જ ધીરજ છોડી ચાલતો થાય છે. ખરેખર આવી કારીગરી શીખવા ઈચ્છનારમાં સ્થિરતા અને સેવાપરાયણતા હેવાં જ જોઈએ, નહિ તે આ યુગ સાધી શકાય નહીં. મિસ્ત્રીની કારીગરીના ફોટાઓ લેવા જોઈએ અને પ્રસ્થાનના પાકને ભેટ ધરવા જોઈએ. એ કામ હજી બાકી જ છે. મિસ્ત્રીની અનેક નાની-મેટી કૃતિઓ જે જે મંદિરમાં, રાજમહેલમાં અને ગૃહસ્થને ત્યાં રહી હશે તે જોવાલાયક છે. જે માણસ આ કલાને ખર શેખી હેય તે એકતરફી પથાંની માથાફોડમાંથી મુક્તિ મેળવી આવા મિસ્ત્રીની ઉપાસના કરે તે હજીયે ખરી પ્રાચીન વસ્તુ સાચવી શકાય તેમ છે. અત્યારે જામસાહેબ અને અન્ય રાજાઓ બહુમૂલ્ય નમૂનાઓથી જ પિતાનાં ભવને શણગારે છે. પોતાના દેશનો જા, કીમતી અને સસ્તે વાર આમ નષ્ટ થાય છે એ જાગૃત કલાભક્તોને માટે દુઃખદ બીના છે. -પ્રસ્થાન, ફાગણ 1982