________________
૧૫૬]
દર્શન અને ચિંતન મૂક્યો. તેઓએ પિતાની પ્રથમ કૃતિ જામનગરમાં વ્રજનાથ મહારાજની હવેલીમાં બનાવી. એ કૃતિ તે રૂપાને હિંડોળા, અને સેનાનું પારણું. આ કામ કરવામાં તેઓને માસિક ૧૫ રૂપિયા પગાર મળતો. ત્યાર બાદ રાજકોટ દરબાર માટે ૬ રૂપાની ખુરશીઓ, ૧ રૂપાનો કોચ અને એક રૂપાને છત્રપલંગ માસિક રૂા. ૩રના પગારે બનાવ્યા. ત્યાર બાદ જામનગરમાં જ પુરષોત્તમ જસરાજ લઠેટવાળાના મંદિરમાં રૂપાનાં કમાડે, રૂપાનાં સિંહાસન અને ઠાકુરજીના બે લાકડાના ઘેડા અને બે હાથી બનાવ્યા. ત્યાર પછી જુનાગઢ દરબારમાં, જસા જામના દરબારમાં, કિસનગઢ દરબારમાં, સોના રૂપા અને લાકડાના નકશીવાળ અનેક નમૂના તેઓએ બનાવ્યા. હાથીદાંત ઉપર પણ તેઓએ ઘણું કામ કર્યું છે. કદાચ આજે આમાંના ઘણા નમૂનાઓ વિલાયતમાં અમીરના મહેલે શોભાવતા હશે. મિસ્ત્રીના લાકડા - ઉપરના નકશીકામના નમૂના તરીકે અમદાવાદ સ્વામીનારાયણ મંદિરમાં ગણપતિની મૂર્તિ છે. જેનમંદિરે પણ તેઓની કૃતિથી ભૂષિત છે.
આજે જિંદગીના છેવટના ભાગમાં સમગ્ર અનુભવના પરિપાક રૂપે પિતાની કારીગરી એ-મિસ્ત્રી એક જૈન મંદિરમાં દાખલ કરે છે. આ મંદિર લાકડાનું અને તેનું ખોખું રૂપાનું છે. મંદિર કરાવનાર જામનગરના જાણીતા ગૃહસ્થ શેઠ કેશવજી માણેક છે. એ શેઠ જેવા અર્થરક્ષક મેં બહુ ઓછા જોયા છે, છતાં તેઓ મને વારંવાર કહેતા કે આવા વૃદ્ધ અનુભવી મિસ્ત્રીની કારીગરી ગમે તેમ કરીને પણ સાચવી જ લેવી. અને એ જ દૃષ્ટિથી મારા સ્નેહી શેઠે આ મંદિરનું કામ કરાવવા માંડ્યું છે. માત્ર શેઠ પોતે જ એકલા ખંતીલા નથી પણ તેઓનું આખું કુટુંબ આ મંદિરની રચના માટે મમત્વ ધરાવે છે. તે એટલે સુધી કે આખું કુટુંબ આ મિસ્ત્રીને વૃદ્ધ પિતારૂપે અગર વૃદ્ધ ગુરુરૂપે માની તેઓની બધી પરિચર્યા ઉઠાવે છે.
મિસ્ત્રીને માસિક રૂા. ૧૨૫ મળે છે અને ખાનપાન વગેરેની બધી પૂરી સગવડ. પણ શેઠ જેવા કુશળ તેવા મિસ્ત્રી કૃતજ્ઞ. ગયા વર્ષમાં મિસ્ત્રીને ન્યૂમોનિયા થયો, શેઠે પિતાના પિતા જેટલી જ સેવા કરી; એમાં સ્વઉપકાર અને પરોપકાર બને હતાં. મંદિરનું કામ હજી ચાલે જ છે. શેઠના સમગ્ર કુટુંબની સેવાથી મિસ્ત્રી બચી ગયા. એકવાર મેં પૂછયું, દાદા? પગાર એ લે છો ?” તેઓનો ઉત્તર એક ગંભીર તપસ્વી જે હતે. માસિક રૂા. ૧૨૫ છે, પણ આ કુટુંબે હમેશાં, અને મારી જીવલેણ બીમારીમાં જે સેવા કરી છે તે જોતાં હું કશું જ કહી શકતું નથી. દેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org