Book Title: Ek Bija Mistri
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ એક બીજા મિસ્ત્રી [૨૨] ત્રીજા અંકમાં ડૉ. હરિપ્રસાદે મિત્રી સેમિનાથ ભૂધર વિષે માહિતી આપી છે. આજે તેવા જ એક બીજા મિસ્ત્રીની માહિતી પ્રસ્થાનના વાચકેને ભેટ કરવામાં આવે છે. આ ઉપરથી આપણા દેશ અને જાતિનો પ્રાચીન વારસે તેમ જ એક વિષયની સતત લગની અને ઊંડાણ જે દરેકના જીવનમાં આવશ્યક છે, તે જોવામાં આવશે. છેલ્લાં બે વર્ષ થયાં આ મિસ્ત્રીને પરિચય મને થયો અને તે અનેકવાર. વિશેષતા એ હતી કે એ મિસ્ત્રી જ્યાં અત્યારે રહે છે, અને કામ કરે છે ત્યાં જ હું રહેતે હતો. આખા દિવસમાં ઘણીયે વાર સાથે બેસું અને તેઓની કારીગરી તથા પ્રાચીન અનુભવો વિષે પૂછું, પણ તે વખતે આ પરિચય લખવાની કલ્પના ન હતી તેથી કેટલીક બાબત રહી ગયેલી છે. હમણાં એક મિત્ર મારફત પુછાવી જાણું લીધી. તે ઉપરથી આ ટૂંક પરિચય લખું છું. મિસ્ત્રીનું નામ નારાયણદાસ. તેમના બાપનું નામ ઘેલાભાઈ. તે જાતે વાંઝા સુતાર અને અસલથી જામનગરના રહેવાસી છે. નારાયણદાસની ઉંમર હમણાં ૭૦ વર્ષની છે. પરિવારમાં તેઓને ફક્ત એક પુત્રી છે. જે જુનાગઢ તરફ રહે છે. એટલે અત્યારે તો વૃદ્ધ મિસ્ત્રી એકલા જ છે. તેઓને ઇંફ હોય તો ફક્ત પિતાની કારીગરીની જ. મેં વાતચીતમાં ક્યારેય તેઓની બીજા પુત્રઘેલા લેકેની પેઠે છોકરે ન હોવાની ફરિયાદ સાંભળી નથી. જ્યારે બેસે ત્યારે તેઓ પાસેથી કારીગરીની પ્રસન્ન વાતો સાંભળે. આઠ વર્ષની ઉંમરે નારાયણદાસે પિતાના બાપ પાસે વાંસલે, કરવત અને સારડીને પાઠ શરૂ કરેલું. ૧૩ વર્ષની ઉંમર થતાં તેઓએ એક બીજા મિસ્ત્રીને ગુરુ બનાવ્યા. એ મિસ્ત્રી જાતે ગુજર સુતાર-અને નામે કેશવજી કાનજી, જામનગરના જ રહેવાસી. આ મિસ્ત્રી પાસે નારાયણદાસે નકશીનું કામ શીખવા માંડયું. આ કામ તેઓ ૨૩ વર્ષની ઉમર સુધી શીખતા રહ્યા. અને પાંચ વર્ષની પૂર્વ તૈયારી તેમ જ દશ વર્ષને સતત વેગ, કુલ પંદર વર્ષના અભ્યાસને અંતે તેઓ નકશીમાં નિષ્ણાત થયા; અને જીવનક્ષેત્રમાં પગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3