Book Title: Dharmik Shikshan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ ૬૮ ]. દર્શન અને ચિંતન આવા જીવનનું પિષક ધાર્મિક શિક્ષણ કે તત્વ એ વર્ગને સામાન્ય નથી હોતું. આને સાર એ નીકળે કે સમૃદ્ધ અને સંસ્કારી જીવન માટે જે આવશ્યક હોય તેના જ શિક્ષણને તે વર્ગ સ્વીકારે છે. જે શિક્ષણ દ્વારા જીવન સમૃદ્ધ થવાના કે જીવનમાં ઉદાત્ત સંસ્કાર પિપાવાને સંભવ ભાગ્યે જ હેય. છે, તેવા શિક્ષણને વિરોધ એ જ તેમને વિધિ છે. આ રીતે ઊંડા ઊતરીને જોઈ એ તો ધાર્મિક શિક્ષણને વિરોધ કરનાર વર્ગ ખરી રીતે ધાર્મિક શિક્ષણની આવશ્યક્તા જ સ્વીકારે છે. બીજી બાજુ, એ શિક્ષણને અત્યાગ્રહ સેવનાર શબ્દપાઠો અને ક્રિયાકાંડે પર ગમે તેટલો આગ્રહ સેવે, છતાં તે પણ જીવનમાં ઉચ્ચ સંસ્કારસમૃદ્ધિ પિપાતી હોય તો તે જોવા ઉત્સુક તો છે જ. આ રીતે સામસામે છેડે સ્થિત એ બંને વચ્ચે માનવીનું જીવન ઉચ્ચ અને સંસ્કારી બને એ બાબતમાં એકમત જ છે. એક પક્ષ અમુક પ્રકારને વિરોધ કરીને તે બીજો પક્ષ તે પ્રકારનું સમર્થન કરીને છેવટે તે બંને પક્ષે નકાર અને હકારમાંથી એક જ સામાન્ય તત્વ ઉપર આવી ઊભા રહે છે. જે છેક સામસામેના બંને પક્ષે એક બાબતમાં એકમત થતા હોય, તે તે ઉઠ્યસંમત તત્વને લક્ષીને જ શિક્ષણને પ્રશ્ન વિચારો જોઈએ અને વિવાદાસ્પદ તત્ત્વ વિષે આ કે તે જાતનું ઐકાંતિક વિધાન કે તે વાસ્તેની ગોઠવણ ન કરતાં તે બાબત શિક્ષણ લેનારની રૂચિ અને વિચાર ઉપર છોડી દેવી જોઈએ, એમ જ ફલિત થાય છે. જેઓ ધાર્મિક પાઠ અને ક્રિયાકાંડના પક્ષપાતી હોય છે, તેમણે પોતાના જીવનથી જે એમ સાબિત કર્યું હોત કે પ્રવાસી ધાર્મિકે પિતાના જીવનવ્યવહારમાં બીજા કરતાં વધારે સાચા હોય છે, બોલ્યા પ્રમાણે વર્તનાર હોય છે, તેમ જ સાદું જીવન જીવનાર હોઈ પિતાની ચાલુ ધર્મપ્રથા દ્વારા માનવતાને વધારે સાંકળે છે, તે કોઈને પણ તેમના રૂઢ શિક્ષણ વિષે વાધ લેવાને કારણ જ ન હોત. પણ ઈતિહાસ એલી ઊલટું કહે છે. જે જે જાતિએ કે કામે રૂઢ ધર્મ-શિક્ષણ વધારે લીધું હોય છે, તે જાતિ કે કામ બીજી કામ કરતાં વધારે ભેદ પિવતી આવી છે. ક્રિયાકાંડી શિક્ષણમાં સૌથી વધારે અભિમાન લેનાર બ્રાહ્મણ કે હિંદુ જાતિ બીજા સમાજે કરતાં વધારે વહેંચાઈ ગયેલ છે અને વધારે દાંભિક તથા વધારે બીકણ જીવન ગાળે છે. જેમ જેમ ધર્મનું શિક્ષણ વિવિધ અને વધારે, તેમ તેમ જીવનની સમૃદ્ધિ પણ વિવિધ અને વધારે હોવી જોઈએ. તેને બદલે ઇતિહાસ કહે છે કે ધર્મપરાયણ મનાતી કેમ ધર્મથી સંધાવાને બદલે ધર્મની વિપુલતાના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5